નાગિન-4ની આ અભિનેત્રીના હાલમાં ચાલી રહ્યા છે ખરાબ દિવસો, EMI ચૂકવવાના પણ નથી રૂપિયા

ટેલિવિઝનની આ સુપરહીટ સિરિયલની અભિનેત્રી મુકાઈ આર્થિક સંકટમાં – કહે છે EMI ચૂકવવાના પણ રૂપિયા નથી, ટેલિવિઝનની આ અભિનેત્રીને ઘર અને કારના હપ્તા ચૂકવવામાં પડી રહ્યા છે ફાંફાં.

જેમ જેમ લોકડાઉનની અવધી વધી રહી છે તેમ તેમ લોકો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને ક્યાં સુધી મફતમાં પગાર આપતી રહેશે. રસ્તે રઝળી પડેલા મજૂરોને બે ટંક ખાવાના અને પોતાના વતનના ફાંફા પડી રહ્યા છે તો કેટલાક લોકો ઇએમઆઈના હપ્તા ચુકવવાને પણ સક્ષમ નથી રહ્યા. ઉદ્યોગપતિથી માંડીને મજૂર વર્ગ સુધી બધાને જ વધતા ઓછા પ્રમાણમાં આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ટેલિવિઝન કલાકારોનો પણ સમાવેશ થાય છે.

image source

લોકડાઉનના કારણે ટીવીના અત્યંત સફળ શો તેવા નાગિન 4ની એક્ટ્રેસ સયંતની ઘોષ હાલ આર્થિક તકલીફમાંથી પસાર થઈ રહી છે. ટીવી અભિનેત્રીએ એક સમાચાર પત્રને પોતાના ઇન્ટર્વ્યુમાં પોતાની સ્થિતિ વિષે જણાવતાં કહ્યું હતું કે લૉકડાઉનમાં શૂટિંગ બંધ થવાના કારણે રૂપિયા આવવાના બંધ થઈ ગયા છે અને પરિણામે તેણી માટે ગાડી તેમજ ઘરના હપ્તા ભરવા પણ ભારે પડી રહ્યા છે. તેણીના શબ્દોમાં જણાવીએ તો, ‘લોકડાઉન શરૂ થયું ત્યારથી હું ઘરે બેઠી છું. મારા શોઝનું શૂટિંગ બંધ થઈ ગયું છે જેના કારણે રૂપિયા આવવાના પણ બંધ થઈ ગયા છે. મારી સામે મોટી તકલીફ એ આવી પડી છે કે તેના કારણે હું મારું ઘર તેમજ ગાડીનો હપ્તો કેવી રીતે ભરી શકીશ.’

image source

જો કે તેણીએ લોકડાઉનની કોઈ ફરિયાદ નથી કરી તેણીએ જણાવ્યું છે કે લોકડાઉન આ મહામારી અટકાવવા માટે એક સારો વિકલ્પ છે પણ તેની બીજી ઘણી બધી અસરો છે જેનો પણ તેણીએ ઉલ્લેખ કર્યો હતો. તેણી તે વિષે જણાવે છે, ‘હું ચિંતિત છું, મને ખબર છે કે લોકડાઉન આપણા બધા માટે સારું છે અને તેનાથી આપણે કોરોનાની મહામારીથી બચી રહ્યા છીએ. પણ તેના અવળા પરિણામો એ છે કે મારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.’

image source

તેણીએ સાથે એ ચિંતા પણ વ્યક્ત કરી હતી કે લોકડાઉનમાં શૂટિંગ ચાલુ પણ થાય અને શૂટ પર જો લોકોની સંખ્યા ઘટાડી દેવામાં આવે તો પણ સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું તે આપણા માટે એક મોટો પડકાર છે.

image source

સયંતની આગળ જણાવે છે કે શો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે જેમના પેમેન્ટ રોકાયેલા છે. તેણીએ પણ કહ્યું કે મેકર્સ પેમેન્ટ કરવા માગે છે પણ ઓફિસ બંધ હોવાના કારણે પેમેન્ટ કેવી રીતે કરે ? પોતાની મુશ્કેલીઓ વિષે જણાવતા સાયંતનીએ આગળ જણાવ્યું કે મારા પૈસા પણ રોકાયેલા પડ્યા છે. મારે ઘર અને ગાડી બન્નેના ઇએમઆઈ ભરવાના છે.

image source

તેણીએ સરકાર દ્વારા ઇએમઆઈ માટે જે રાહત આપવામાં આવી છે તે વિષે જણાવતા કહ્યું, ‘ભલે સરકારે ઇએમઆઈ બાબતે કેટલીક રાહત આપી છે પણ અમારી પાસે રૂપિયા નહીં હોય તો ઘર કેવી રીતે ચાલશે. આ બધી જ પરિસ્થિતિઓથી ઘણી તકલીફ થઈ રહી છે. એવા લોકોની હાલત શું થતી હશે જેઓ રોજ કમાઈને રોજ ખાતા હશે. આ સમય આપણા બધા માટે ખુબ જ આકરો છે.’

Source : Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ