સવારના સમયે કરો ભૂખ્યા પેટે માલિશ કરવાથી થાય છે આ ફાયદા…

તન અને મનને રિલેક્સ કરવા માટે વરાળ સ્નાન અને માલિશથી જોડાયેલા સ્પા દુ:ખાવા દૂર કરવાની સાથે ઘણી તકલીફોમાં રાહત આપે છે. શું છે સ્પા અને તેના ફાયદા તેની શરુઆત યુરોપીય દેશોથી થઈ હતી જે આખા વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી ચૂક્યુ છે. સ્પા બોડી મસાજ, સોના બાથ, સ્ટીમ બાથ અને બોડી રૈપનું સંયોજન છે. શરીરને રિલેક્સ કરવા, સુંદરતા વધારવામાં તેનો પ્રયોગ થાય છે.

પરંતુ કોઈ ખાસ રોગોમાં ઉપચાર હેઠળ સ્પા કરાવી રહ્યા છો તો વિશેષજ્ઞની સલાહ જરૂરી છે.

તેનાથી અનિદ્રા, સ્થૂળતા, સાંધાના દુ:ખાવા, વાળ ખરવા, ડિપ્રેશન, મુંહાસા સિવાય તણાવ ઘટીને રક્ત સંચાર તંદુરસ્ત થાય છે.

શિરોધારા

આમાં ઘણી જડીબૂટીઓ અને ગુલાબ, ચમલી અને લવંડર જેવી ઔષધિઓના તેલનો પ્રયોગ થાય છે. તેલને માથા પર ધાર બનાવીને નાખવામાં આવે છે. નાક, હથેળી-હાથો પર પણ તેનો પ્રયોગ થાય છે જેનાથી થાક, માથાનો દુ:ખાવો અને તણાવ દૂર થાય છે.

દવર્તનમ

આ થેરેપી ત્વચાને મુલાયમ-ચમકદાર, માંસપેશીઓને મજબૂત અને મેટાબોલિઝ્મ તંદુરસ્ત રાખે છે. સ્ક્રબના રુપમાં આ રક્ત સંચાર સુધારીને ઘુંટણના દુ:ખાવા અને ત્વચાના રોગોમાં લાભ થાય છે. આ થેરેપીમાં રોગીના શરીર પર હર્બલ પેસ્ટ લગાવ્યા બાદ મસાજ અને અંતમાં હુંફાળા પાણીથી સ્નાન કરાવે છે.

અભ્યંગા

આમાં ઔષધિયુક્ત તેલોથી આખા શરીર કે દુ:ખાવા અને તકલીફ વાળા ભાગ પર માલિશ કરવામાં આવે છે. ખાસ કરીને માથુ, પગના પંજા અને બધા અંગના સાંધા. આમાં વિશેષજ્ઞ રોગના કારક (વાત-પિત-કફ)ની જાણકારી મેળવીને તેના અનુસાર મેડિકેટેડ તેલનું ચયન કરે છે. સવારે ભૂખ્યા પેટે આ મસાજ માનસિક-શારીરિક બન્ને રીતે લાભકારી છે. તેનાથી રક્ત સંચાર તંદુરસ્ત થઈ ઈમ્યુનિટી વધે છે. સાંધાની જકડ દૂર થવાથી ઝેરી તત્વો બહાર નિકળે છે.

સ્ટીમ બાથ

આમાં પાણીને ઉકાળીને તેનાથી એક રુમમાં વરાળ પેદા કરવામાં આવે છે. તેમાં સ્પા લેવાવાળા વ્યકિત બેસે છે પરંતુ બોડી મુવમેંટની મનાઈ હોઈ છે. આ ૩૦-૩૫ મિનિટની પ્રકિયામાં સ્ટીમ બાથથી પહેલા ધ્યાન રાખો કે એક ગ્લાસ પાણી પીવું. બાથ લેવા દરમિયાન માથા પર કે ગળાની પાછળ ભીનો ટુવાલ રાખવો જેથી બેચેની અનુભવાય નહિ. પેટની માલિશનો પ્રયોગ આપણે ત્યાં પ્રાચિન કાળથી ચાલતો આવી રહ્યો છે. તેના ચિકિત્સકીય ગુણોથી આજનો સમાજ હજુ સુધી અજાણ છે. પેટની માલિશ કરવાથી જિંદગી સેહતમંદ બની શકે છે. આ દુ:ખાવા, તણાવ અને પેટની ખરાબીથી આરામ અપાવે છે.

પેટની માલિશ કરવા માટે વધુ મહેનત નથી કરવી પડતી. તમે તેને રોજ કરી શકો છો અને શારિરીક તેમજ માનસિક રુપથી ફિટ થઈ શકો છો.

પેટની માલિશ કે મસાજ કરતા પહેલા સૌથી પહેલા પીઠના બળ જમીન પર સુઈ જાવ. ત્યારબાદ હાથમાં તેલ લગાવો અને ગોળાઈમાં ફેરવતા મસાજ કરો. ૩ મિનિટમાં ૩૦થી ૪૦ વાર ગોળાઈમાં મસાજ કરો.

તેની ગરમીનો અનુભવ કરો અને મગજને એકદમ શાંત કરીને પોતાનુ ધ્યાન માલિશમાં લગાવો. અઠવાડિયા સુધી કરવામાં આવતી આ ૩ મિનિટની માલિશ તમને ઘણા પેટ સબંધિત રોગોથી છૂટકારો અપાવશે.

· આવો જાણીએ પેટની માલિશ કરવાના સ્વાસ્થય લાભો બાબતે નીચે…

સ્થૂળતા ઘટાડે

પેટની માલિશ કરવાથી ચયાપચય દર વધે છે અને પાચનને વધારો મળે છે. આ એ લોકો માટે સારુ થઈ શકે છે જે લોકો વજન ઓછુ કરવાની ખૂબ મહેનત કરે છે અને તેમને કોઈપણ ચીજનો ફાયદો નથી મળતો.

પેટ ફૂલવાની સમસ્યા

ભોજન યોગ્ય રીતે પાચન ના થવાને કારણે પેટ ફૂલાય અને તેમાં ગેસ બનવાની સમસ્યા થાય છે. પરંતુ પેટની માલિશ કરવાથી પેટનો ગેસ સરળતાથી નિકળી જાય છે અને અપચો પણ નથી થતો.

કબજિયાતથી છૂટકારો

કબજિયાત અને પેટના દુ:ખાવાથી છૂટકારો મળે છે. પેટની માલિશ રોજ કરો.

પેટના દુ:ખાવાથી છૂટકારો

પેટમાં જો દુ:ખાવો થઈ રહ્યો હોઈ તો, માલિશ કરવાથી તે જગ્યા એ લોહીનું પરિભ્રમણ વધી જાય છે. તેનાથી પેટની માંસપેશીઓને ગરમાટો મળે છે, જેનાથી તમને આરામ મળશે.

ગેસ્ટ્રોઇંટેસ્ટાઈનલના સ્વાસ્થયમાં સુધારો

નિયમિત રીતે પેટની માલિશ કરવા પર તમને ક્યારેય પણ પેટના કોઈ રોગ નહિ થાય. પેટ ફૂલાવુ, પેટમાં દુ:ખાવો, ગેસ વગેરે બધુ મટી જશે અને પેટની માંસપેશીઓ એકદમ રીતે ટોન્ડર થઈ જશે. સાથે જ અપચાની સમસ્યા પણ દૂર થશે.

તણાવ અને ચિંતાથી છૂટકારો

માલિશથી તણાવ ઓછો થાય છે અમે મગજ એકદમ શાંત અને રિલેક્સ થઈ જાય છે. તેનાથી માનસિક શાંતિ મળે છે.

થાય છે પાતળી કમર

પેટ પર મસાજ કરવાથી ત્યાંની માંસપેશીઓ ટોન્ડર થઈ જાય છે. તમારી લટકતી કમર થોડા જ દિવસોમાં શેપમાં આવી જાય છે. તેના સાથે ટમ્મી ટાઈટ બની જાય છે.

પિરિયડ્સ ક્રૈંપ

માલિશ કરતા સમયે લવિંગ, લવંડર કે તજના તેલનો પ્રયોગ કરવાથી પેડુના દુ:ખાવામાં લાભ મળશે.

ક્યારે ના કરવુ જોઈએ પેટને માલિશ

જો તમે ગર્ભવતી છો, કિડની સ્ટોન, ગોલસ્ટોન, પેટમાં અલ્સર, પ્રજનન અંગોમાં સોજો કે પછી આંતરિક રક્ત સ્ત્રાવ થઈ રહ્યો હોઈ તો માલિશ ના કરવુ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ