શું રોજ ઉઠીને તમે અરિસામાં જુઓ છો ? તો આજથી જ બંધ કરી દો આ ટેવ !

જ્યારે ક્યારેય પણ આપણો દિવસ ખરાબ જતો હોય ત્યારે આપણે આપણી જાતને અથવા તો બીજી કોઈ વ્યક્તિ આપણને પુછતી હોય છે કે સવારે કોનું મોઢું જોઈને ઉઠ્યા હતા ! કહેવાનો અર્થ એ હોય છે કે આજે કોનું મોઢું જોયું હતું તે આટલો ખરાબ દિવસ ચાલી રહ્યો છે.


હિન્દુ શાસ્ત્રો મુજબ તમારો આખો દિવસ કેવી રીતેપસાર થાય છે તેનો આધાર તમારી સવાર કેવી રીતે પડે છે તેના પર રહેલો છે. જે ઘણા અંશે સાચી વાત છે જેને વધતા ઓછા પ્રમાણમાં આપણને બધાને થતો હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે દીવસની શરૂઆત કોઈ નિષ્ફળ કામથી થાય પછી દિવસના બધા જ કામો નિષ્ફળ જ થતાં હોય છે.


આ બધામાં આપણી કેટલીક ટેવો પણ ઘણા અંશે જવાબદાર હોય છે. ઘણા લોકોને સવારના પહોરમાં ઉઠીને કોઈ એક ચોક્કસ પ્રક્રિયા કરવાની આદત હોય છે. કોઈ સીધા જ ઉઠીને બ્રશ કરવા જતા રહે છે તો કોઈ ઉઠીને ભગવાનનું નામ પ્રથમ લે છે તો વળી કોઈ ઉઠીને પોતાનો ચહેરો અરિસામાં જોવાનું પસંદ કરે છે. જો તમે પણ તેમાંના એક હોવ તો હવે તેમ ન કરતાં કારણ કે તે તમને નુકસાન કરી શકે છે.


વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે વ્યક્તિએ ક્યારેય સવારે ઉઠીને પોતાની જાતને અરીસામાં ન જોવી જોઈએ. કારણ કે તેમ કરવાથી તમારો આખો દિવસ નાખુશ પસાર થાય છે. તમે સવારના પહોરમાં ઉઠીને અરીસામાં જોઈને તમારા દિવસની સુંદર શરૂઆત નથી કરી શકતાં. તેમ કરવાથી માણસ પર આખો દિવસ નકારાત્મકતા જ મંડરાયા કરે છે. આ ઉપરાંત તમારે સવારના પહોરમાં કોઈ હિંસક પ્રાણીની તસવીર પણ ન જોવી જોઈએ. તેમ કરવાથી દિવસ કંકાસમાં પસાર થાય છે.


એવું પણ કહેવાય છે કે આંખ ખુલતા જ તમારો પોતાનો ચહેરો તો તમારે ન જ જોવો જોઈએ પણ બીજાનો ચહેરો પણ ન જોવો જોઈએ. તેના કરતાં સવારે ઉઠતાં જ તમે તમારા ઇષ્ટ દેવનું સ્મરણ કરશો તો તમારો દિવસ ઉત્તમ પસાર થશે.


રોજ સવારે ઉઠીને ઇશ્વરનું સ્મરણ કરવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો તમે સવારે ઉઠો અને નજીકના મંદીરની અથવા કોઈના ઘરમાં થતીં આરતીની જાલરો સંભળાય તો તેનાથી ઉત્તમ સવાર બીજી કોઈ ન હોઈ શકે. તે તમારામાં હકારાત્મકતાનો સંચય કરે છે અને આખો દિવસ તમને પોઝિટિવ એનર્જીથી ભરપૂર રાખે છે.


રોજે સવારે ઘરથી બહાર કામ પર નિકળતી વખતે જો કોઈ સફાઈ કરતી વ્યક્તિ મળી જાય તો તેને શુકન માનવામાં આવે છે. આ ઉપરાંત સવારે નાશ્તો કરતી વખતે ક્યારેય કોઈ પશુ કે પછી કોઈ સ્થળનું નામ ન લેવું જોઈએ તેને અશુભ માનવામાં આવે છે.


સવારે ઉઠતાં વેંત દિવસની ચિંતાઓને મનમાં ન રાખો. સૌ પ્રથમ તો હળવા રહીને જ તમારા નિત્યક્રમ પતાવો અને પછી ફુલ એર્જીથી તમારા દિવસ દરમિયાનના કામ પર લાગી જાઓ અને જે તમારા હાથમાં ન હોય તેવી બાબતોને લઈને ચિંતા કરવાનું ટાળો આમ કરવાથી દિવસ હળવો પસાર થશે અને તમે વધારે એનર્જી તેમજ એફિશિયન્સીથી કામ કરી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ