શ્રી હરિને પ્રસન્ન કરવાનું વ્રતઃ અજા એકાદશી. આ દિવશે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

અજા એકાદશીઃ આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞમાં મળે તેટલું અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જેટલું ફળ મળે છે, આ વ્રતની કથા રાજા હરિશ્ચંદ્ર સાથે જોડાયેલી છે… શ્રી હરિને પ્રસન્ન કરવાનું વ્રતઃ અજા એકાદશી. આ દિવશે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની ઉપાસના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુએ તેમના માનવ કલ્યાણ માટે બાર મહિના અને ૧ પુરુષોત્તમ માસ સહિત એમ કુલ છવીસ વ્રતોનો ઉલ્લેખ કરેલ છે. એક રીતે તો બધી એકાદશીમાં નારાયણની કૃપાદ્રષ્ટિના ફળની પ્રાપ્તિ કરવાની ક્ષમતા છે. તેવું કરવાથી વિષ્ણુલોકમાં નિવાસ કરતા ભગવાન તેમના બધા ભક્તોની બધી ઇચ્છાઓ પૂરી કરે છે. એમાં એક ખાસ એકાદશીનો આજે ઉલ્લેખ કરીએ બાલગોપાલના જનમ બાદ આવતી અગિયારસનું નામ અજા એકાદશી રાખવામાં આવ્યું છે.

તેના વિશે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવા પર ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ અજા એકાદશી બધા પાપોનો નાશ કરી શકે છે. આ દિવસે જે કોઈ ભક્ત ભગવાન ઋષિકેશની ઉપાસના કરીને આ વ્રતનું પાલન કરે છે, તેમના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તે આ જગતમાં સુખ ભોગવ્યા પછી છેવટે વિષ્ણુલોકમાં જાય છે. આ વ્રતનું ફળ અશ્વમેધ યજ્ઞ કરવા સમાન છે. તેમજ કઠોર તપશ્ચર્યા, દાન અને પવિત્ર તિર્થોની નદીમાં સ્નાન વગેરે કરતાં પણ વધારે છે. આ એકાદશીના વ્રતથી મન શુદ્ધ થાય છે. જાણો તેના વિશે રસપ્રદ કથા…

હરિને પ્રસન્ન કરવા કરો અગિયારસ આ રીતે, શુભ ફળની પ્રાપ્તિ

પુરાણો અનુસાર, દશામી તિથિએ સૂર્યાસ્ત પછી અન્ન ન ખાવું જોઈએ. વ્રત કરનારે અગિયારસના દિવશે પ્રાતઃકાળ સૂર્યદય પહેલા જાગી જવું જોઈએ. સ્નાનાદિ દૈનિક ક્રિયાઓ કર્યા પછી ભગવાન વિષ્ણુની માતા લક્ષ્મી સહિત ગોપી ચંદન, ચોખા, પીળા ફૂલો, મોસમી ફળ, તલ અને તુલસી પત્ર સાથે પૂજા કરવામાં આવે છે. દિવસ દરમિયાન નિરાહાર રહીને તમે સાંજના સમયે ફરાળ કરી શકો છો. પૂજા કરવા બેસવા પહેલાં આખું ઘર અને પૂજા સ્થાન અકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તમે એકાદશી વ્રતનું શુભ ફળ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો કેટલાક સરળ નિયમોનું પાલન કરવું જોઈએ. આખો દિવસ સદાચારનું પાલન કરો. કોઈની નિંદા ન કરો, ખોટું ન બોલો તેમજ એ દિવસે કોઈનું મન ન દુભાવવું જોઈએ. એ દિવસે ચોખા ન ખાવા જોઈએ.

રાજા હરિશ્ચંદ્રના જીવન સાથે જોડાયેલ છે અજા અગિયારસની કથા…

શાસ્ત્રોમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર પૌરાણિક સમયગાળામાં હરિશ્ચંદ્ર નામનો ખૂબ જ બહાદુર, યશસ્વી, તેજસ્વી અને સત્યવાદી ચક્રવર્તી રાજા શાસન કરતો હતો. એક ઋષિ વિશ્વામિત્રને તેમના રાજ્યનું સ્વેચ્છાએ દાન કરે છે અને કોઈ કારણવશ તેમણે તેમની સ્ત્રી અને પુત્રને પણ વેચવો પડ્યો એવી સ્થિતિને જોઈ હતી. બન્યું એવું હતું. આખું રાજ્ય દાનમાં આપ્યા બાદ પણ દક્ષિણામાં આપવા કોઈ દ્રવ્ય ન હોવાથી પોતાની પત્ની તારામતિ અને પુત્ર રોહિતને પણ વેંચી દીધા હતા.

આ કથા દ્વારા તેમને વચન બદ્ધ અને સત્યને લઈને પોતાના નિર્ણય પર અડગ રહેવાની વાતનો બોધ મળે છે. ત્યારબાદ તેઓ કાશીમાં એક સ્મશાનમાં કામ કરવા લાગ્યા અને મડદાઓનું કફનનું કામ કર્યા જેવું નાનપવાળું કામ કરીને દોજખનું જીવન ગુજારવા લાગ્યા હતા. આમ કરતાં અનેક વર્ષો વીતી ગયાં. એકવાર થયું એવું કે સત્યવાન હરિશ્વંદ્રની પત્ની એજ સ્મશાનમાં આવી પહોંચી. કારણ કે સર્પદંશને કારણે તેમના પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું.

એ સમયે વર્ષો બાદ આ દંપતી મળ્યાં હતાં. ત્યારે પુત્રનું શબ સાથે તેઓ ચિંતિત થયાં હતાં. “હવે અમારે શું કરવું જોઈએ? હું કેવી રીતે આ દુષ્ટ કૃત્યથી છૂટકારો મેળવી શકું?” તે જ ચિંતા સાથે બેઠા હતા કે ગૌતમ ઋષિ તેમની પાસે પહોંચ્યા. હરિશ્ચંદ્રએ તેમને પ્રણામ કર્યા અને તેમની ઉદાસીની હકીકત જાણાવી. રાજા હરિશ્ચંદ્રની ઉદાસીની કથા સાંભળીને મહર્ષિ ગૌતમ પણ ખૂબ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું – “હે રાજન! ભાદરવાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ આજા છે. તમારે તે એકાદશી પર વ્રત રાખવું જોઈએ અને રાત્રે જાગરણ કરવું જોઈએ. આ તમારા બધા પાપોનો નાશ કરશે.” મહર્ષિ ગૌતમ એમ કહીને ચાલ્યા ગયા.

અજા નામની એકાદશીના દિવસે, રાજા હરિશ્ચંદ્રએ ઉપવાસ કર્યા અને મહર્ષિની સૂચના અનુસાર રાત્રિનું જાગરણ કર્યું. આ વ્રતની શુભ અસરથી રાજાના બધા પાપોનો નાશ થયો. તે સમયે, સ્વર્ગમાં નગારા વાગવા લાગ્યા અને ફૂલો વરસવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત સર્વ દેવતાઓ તેમની સામે ઊભા જોવા મળ્યા અને તેમના મૃતક પુત્રને જીવંત કરીને પરત પૃથ્વી પર મોકલ્યો અને તેમની પત્નીને રાજાશાહી કપડાં અને ઝવેરાતથી સજ્જ થયેલાં જોવા મળ્યાં.

એકાદશીના ઉપવાસની શુભ અસરથી રાજાએ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. હકીકતમાં, એ ઋષિએ રાજાની કસોટી કરવા માટે આ બધું કર્યું હતું, પરંતુ અજા એકાદશીના વ્રતની અસરથી ઋષિ દ્વારા સર્જાયેલ તમામ ભ્રાંતિનો અંત આવ્યો અને અંતે હરિશ્ચંદ્ર તેના પરિવાર સાથે મૃત્યુ બાદ પણ સ્વર્ગમાં સ્થાન મેળવ્યું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ