આપણા ગુજરાતના સાતડા ગામની રક્ષા કરે છે ભૈરવનાથ દાદા….

મહારાષ્ટ્રના શનિશિંગણાપૂરની જેમ સૌરાષ્ટ્રના આ ગામની રક્ષા કરે છે ભૈરવનાથ દાદા.

શનિ શિંગણાપુરની રક્ષા કરે છે શનિદેવ જ્યારે રાજકોટના સાતડા ગામની રક્ષા કરે છે કાળભૈરવ.

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરમાં કોઈ પણ ઘર, દુકાનો, બેંકો વિગેરેમાં તાળા મારવામાં નથી આવતા. ત્યાંના ઘરોની રક્ષા શનિદેવ કરે છે.

પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે ગુજરાતમાં પણ આવું એક સ્થળ છે જ્યાં ભગવાન જ લોકોના ઘરો અને દુકાનેની રક્ષા કરે છે. તે સ્થળ છે રાજકોટ જિલ્લાનું સાતડા ગામ. સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટની સીમમાં પણ એક શનિ શિંગણાપુર આવેલું છે.

રાજકોટથી માત્ર 30 કી.મી ના અંતરે અમદાવા-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા સાતડા ગામમાં ઘરના બારી બારણા કે દરવાજા નથી. તેમ છતાં આ ગામમાં ક્યારેય પણ ચોરી નથી થઈ.

આ સાતડા ગામની રક્ષા ભૈરવદાદા કરે છે. વર્ષો પહેલાં સાતડા ગામના કેટલાક વડીલોએ ભૈરનાથને ગામની રક્ષા કરવા આજીજી કરી હતી. અને તેમના જ ભરોસે તેમણે પોતાના ઘરના દરવાજા કઢાવી નાખ્યા હતા. અને ત્યારથી આ પરંપરા આજ સુધી જળવાયેલી છે. આજે પણ ગામના ઘરોમાં બારણા રાખવામાં આવતા નથી.

સાતડા ગામમાં લગભગ 300 કુટુંબો રહે છે. તેઓ કાચા-પાક્કા મકાનો ધરાવે છે. અહીં મુખ્ય વસ્તી કોળી લોકોની છે. ગામની આશરે વસ્તી 1800 લોકોની છે. ગામની સીમમાં ભેરવનાથનું મંદીર આવેલું છે. ગામના નાના-મોટા સર્વે લોકોને ભેરવનાથ પર અપાર શ્રદ્ધા છે.

જો કે લોકો આ ભેરવનાથના મંદીરનો કોઈ સચોટ ઇતિહાસ જાણતા નથી. તેઓ માત્ર એટલું જ જાણે છે કે તેમના વડવાઓએ દાદા પર અપાર શ્રદ્ધા રાખીને ઘરના દરવાજા કઢાવી નાખ્યા હતા અને ત્યાર બાદ ગામમાં ક્યારેય ચોરી નહોતી થઈ. અને આ પરંપરા આજની પેઢી પણ નીભાવી રહી છે.

શ્રદ્ધાનો ફેલાવો થતાં ધીમે ધીમે ગામના બધા જ લોકોએ પોતાના ઘરમાં મુખ્ય દરવાજા લગાડવાનું બંધ કરી દીધું. એવી એક વાયકા છે કે ભૂતકાળમાં એકવાર ગામમાં ચોરી થઈ હતી પણ ભૈરવનાથે ચોરને એવો પરચો આપ્યો કે ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું અને તે સામેથી ચોરીનો માલ પાછો મુકી ગયો અને તેણે ગામના લોકોની પોતાના કૃત્ય બદલ માફી માગી હતી.

આ ભૈરનાથની શ્રદ્ધા માત્ર સાતડા ગામના લોકો સુધી જ સીમીત નથી પણ બીજા ગામના લોકો પણ અહીં દાદાના દર્શને આવે છે. અહીં ભૈરવદાદાને 1 કીલો ચાંદીમાંથી બનાવવામાં આવેલો મુખવટો પહેરાવવામાં આવ્યો છે. અને મંદીરમાં પણ કોઈ જ દરવાજો રાખવામાં આવ્યો નથી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ