ઘરની લક્ષ્મી આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી પડે’વાતને આ સસરાએ સાબિત કરી બતાવી

હાલમાં ઘર કંકાસના કેસ ખુબ ચાલી રહ્યા છે. રોજ કોઈને કોઈ ખુણેથી એવા સમાચાર સામે આવતા હોય કે સાસુ વહુ કે સસરા વહુ કે પછી ઘરના કોઈ બીજા સંબંધો વચ્ચે લડાઈ ઝઘડો થયો છે. ત્યારે આ ઉપરાંત પણ એક મોટી સમસ્યા સમાજમાં પ્રવર્તમાન છે એ એટલે દહેજની સિસ્ટમ. એક તરફ વાતો પણ કરવામાં આવી રહી છે કે, સમાજમાં વધી રહેલા દહેજના અભિશાપને ખતમ કરવાની જરૂર છે. ત્યારે આ વાતને લઈને એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.

image source

જો વિસ્તારથી વાત કરીએ તો આ ઘટના છે ઉત્તર પ્રદેશના કાનપુરના ભૌંતીની બિઝનેસમેનના દિકરાના લગ્નની. જ્યાં આ બિઝનેસમેને પોતાના દિકરાના લગ્નમાં દહેજ તો નથી લીધો, પણ વિદાયના ટાણે તેમને પોતાના પુત્રવધુને ભેટ તરીકે શાનદાર આલિશાન લકઝૂરિયસ કાર ભેંટમાં આપી સૌ કોઈને વિચારવા મજબૂર કરી દીધા છે. તેમણે આ ગિફ્ટ આપતા જણાવ્યુ હતું કે, સંસ્કારી વહુની આગળ દુનિયાની તમામ દોલત ફિક્કી લાગે છે. તો વળી સાસરિયા પક્ષનો આટલો પ્રેમ જોઈને વહુ પણ ભાવુક થઈ ગઈ હતી.

image source

આ ઘટના પછી નવી પણરેલી વધુએ પણ કહ્યું હતું કે, ભગવાન આવુ સાસરીયુ દરેક દિકરીઓને આપે. ભૌંતી નિવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગન હાઉસના માલિક પણ છે. તેમણે પોતાના એન્જિનીયર દિકરા આદર્શરાજના લગ્ન એક ખેડૂત ચંદ્રમોહનની દિકરી અંજલિ ત્રિવેદી સાથે નક્કી કર્યા હતા. મંગળવારના રોજ સાકેત નગર સ્થિત ગહોઈ ભવનમાં ધૂમધામથી આ લગ્ન થયા હતા. બુધવારે સવારે દુલ્હનની વિદાઈ એક શાનદાર આલિશાન ગાડીમાં થઈ હતી. ત્યાર બાદ અર્પણ કુમારે પોતાની પુત્રવધુને આ ગાડીની ચાવી ગિફ્ટમાં આપી આશિર્વાદ આપ્યા હતા. તે જણાવે છે કે, અમે દહેજ લેવાની એકદમ વિરોધમાં છીએ. તેમણે દિકરીવાળા તરફથી કોઈ પણ પ્રકારની માગ રાખી નથી

image soucre

જ્યારે આ બધું થયું ત્યારે સમગ્ર પ્રદેશે તેની નોંધ લીધી હતી. આ નજારો જોઈને ત્યાં હાજર સૌ કોઈ મહેમાનો પણ વિચારવા લાગ્યા હતા. લોકોને જયારે પૂછ્યુ તો તેમણે જણાવ્યુ કે, મારા માટે વહુથી વધારે મોટો કોઈ દહેજ નથી જોઈતો, સારી વહુ ખુદ લક્ષ્મીના રૂપમાં હોય છે. તેઓ પોતાની વહુ અને તેના પરિવારને અગાઉથી ઓળખે છે. કહ્યુ કે, અમારી વહુ ખૂબ જ સંસ્કારી છે. તેની આગળ દરેક પ્રકારની દોલત ફિક્કી લાગે છે.

image source

દહેજ વિશે વાત કરીએ તો દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ! એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! કેટલીક જ્ઞાતિઓમા એ ‘પૈઠણ’ કે ‘વાંકડો’ જેવા શબ્દોથી પણ ઓળખાય છે.

image source

કન્યાના બાપની કમર તોડી નાખે અને એને જિંદગીભર દેવાદાર કે ગુલામ બનાવી દે એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! દહેજ ઓછી પડે યા અધૂરી રહે તો કન્યા એના સાસરિયાં ફોલી ખાય, મ્હેણા ટોણાં મારીને હેરાન-પરેશાન કરી નાખે અને સાસુ-નણદ જો ગોઝારાંને નિર્દય હોય તો કેવળ આ દહેજની ઉણપ ખાતર વહુને જીવતી બાળી મૂકે યા આત્મહત્યા કરવાની ફરજ પાડે! આટલા પરથી તમને ખયાલ આવી ગયો હશે કે એક જમાનામાં હૈયાના ઉમળકાથી અને હૃદયની ઉદારતાથી પોતાની કન્યાને કન્યાદાનમાં માબાપ તરફથી આ ‘શીખ’,ધીરે ધીરે વિકૃત સ્વરૂપ પામીને અત્યારે કેટલીક હદ સુધી ત્રાસજનક થઈ પડી છે. કે આપણે એને એક “સામાજિક દૂષણ” કહેવા મજબૂર થઈ ગયા છીએ!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ