કુમાર વિશ્વાસનું ઘર અને તેની ખાસિયત જાણીને તમે પણ ચોંકી જશો, આ ખાસ વસ્તુઓનો કરાયો છે ઉપયોગ

કુમાર વિશ્વાસ કવિ જગતમાં એક જાણીતું નામ છે. સોશ્યલ મિડીયા પર સતત એક્ટિવ રહેનારા કુમાર વિશ્વાસનું વ્યક્તિત્વ જેટલું ખાસ છે તેટલું જ તેમનું જીવન અને તેમનું ઘર પણ ખાસ છે. સતત હસતા અને હસાવતા રહેતા કુમાર વિશ્વાસ સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારોને ખૂલીને જણાવે છે.

image source

ક્યારેક તે તેમના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરના ફોટો પણ શેર કરતા રહે છે. હાલમાં જ આવા કેટલાક ફોટો પણ તેઓએ શેર કર્યા હતા અને તેમાંથી જાણવા મળ્યું છે કે તેમનું ઘર છાણ, માટી, દાળનો ભૂકો જેવી કુદરતી વસ્તુઓમાંથી બન્યું છે.

image soucre

કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે. કુદરતના ખોળે બનેલા આ મકાનનો વીડિયો તેમણે શેર કર્યો છે. તેમના ઘરમાં એક ગઝલ વીડિયોમાં વાગતી હોય તેવું સંભળાઈ રહ્યું છે. ઘરની બહાર નજર કરતાં જ ક્લિઅર આકાશ દેખાય છે અને સાથે જ પક્ષીઓ ઉડતા હોય તેવું જોવા મળે છે. સૂરજની સાથે વાતો કરતા કુમાર વિશ્વાસ પોતાની ખાસ પળો વીતાવે છે.

image source

જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે તેમના ફેન્સે પૂછ્યું કે કે તેમના ઘરની દિવાલો ખાસ અને અલગ લૂક આપી રહી છે. તો તે શેમાંથી બની છે. આ કોઈ ખાસ પ્રકારની બનાવટ છે, ત્યારે કુમાર વિશ્વાસે તેનો ખાસ જવાબ પણ ફેન્સને આપ્યો હતો. તેઓએ કહ્યું કે તેમનું ઘર ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. આ રીતે ઘર બનાવવા માટે કુમાર વિશ્વાસે ખાસ કારણ પણ આપ્યું હતું.

કુમાર વિશ્વાસે પોતાના ઘર વિશે અને તેની ખાસિયત વિશે વાત કરતાં લખ્યું છે કે તેમનું ઘર વૈદિક પ્લાસ્ટરથી તૈયાર થયું છે.

તેમાં સીમેન્ટનો નહીં પણ પીળી માટી, બાલૂ, ગોબર, બિનઉપયોગી દલહનોનો ભૂકો, ચૂનોનો ઉપયોગ કરીને બનાવાયું છે. કુમારે વધુમાં કહ્યું છે કે તેમનું ઘર સંપૂર્ણ રીતે એન્ટી બેક્ટેરિયલ છે અને સાથે જ તમામ પ્રકારના તાપમાનને નિયંત્રણમાં રાખનારું છે.

image source

એક યૂઝરે કુમાર વિશ્વાસને એમ પમ પૂછ્યું કે શું કોઈ કંપની છે જે આ પ્રકારની ખાસ રીતે ઘર બનાવી આપે છે. ત્યારે કુમાર વિશ્વાસે કહ્યું કે મિત્ર કોઈ કંપની આ પ્રકારના ઘર બનાવતી નથી.

image source

આ એક ખાસ કલ્પના, ધૈર્ય અને સરળતાથી બનાવેલું સુંદર અને ખાસ ઘર છે. આ એક દેશી વિચાર અને દેશી રીતે બનાવાયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ