મોટી બ્રાન્ડ્સમાંથી ફક્ત 3 બ્રાન્ડ્સ જ મધના શુગર NMR ટેસ્ટને પાસ કરી શકી… જુઓ તમારી મનગમતી બ્રાન્ડ આમા છે કે નહીં – CSEfના હવાલાથી

હાલના દિવસોમાં ભારતીયો પહેલાં ક્યારેય નહોતું ખાધું તેટલું મધ ખાઈ રહ્યા છે. કારણ કે મધમાં ઇમ્યુનિટી બુસ્ટરના ગુણો સમાયેલા છે જે તમને કોવિડ 19ના સંક્રમણથી બચાવી શકે તેમ છે. પણ સેન્ટર ફોર સાયન્સ અને એવાયરનમેન્ટ એટલે કે સીએસઈને ટેસ્ટ બાદ જાણવા મળ્યું છે કે દેશની લગભગ બધી જ મધની બ્રાન્ડ્સ કે જેનું ભારતના માર્કેટમાં વેચાણ થાય છે તેમાંની મોટા ભાગની એમ કહો કે લગભગ બધી જ બ્રાન્ડ સુગર સિરપ સાથેની ભેળસેળવાળી સાબિત થઈ છે.

image source

ભારત અને જર્મનીમાં આવેલી લેબોરેટરીમાં સીએસઈ દ્વારા જે તપાસ કરાવવામાં આવી છે તેમાંથી 77 ટકા નમૂનાઓમાં સુગર સિરપની ભેળસેળ હોય તેવું જાણવા મળ્યું છે. 22 નમૂનાઓમાં માત્ર 5 જ આ ટેસ્ટમાંથી પાસ થયા છે.

સીએસઈએ ભારતમાં વેચાતા પ્રોસેસ્ડ અને રો (કાચા) મધની 13 મોટી અને નાની બ્રાન્ડ્સને પસંદ કરી હતી. આ બ્રાન્ડ્સના નમૂનાઓ પહેલાં ગુજરામાં આવેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇસ્ટોક એન્ડ ફૂડ (CALF)માં તપાસવામાં આવ્યા હતા. તેમાં લગભઘ બધી જ બ્રાન્ડ શુદ્ધતાનો ટેસ્ટ પાસ કરી ગઈ હતી, જ્યારે કેટલીક નાની બ્રાન્ડ્સ આ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી તેમાંથી C4 સુગર મળી આવ્યું હતું. તેમાં શેરડીની ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

image source

પણ જ્યારે આ બ્રાન્ડ્સનો ટેસ્ટ ન્યુક્લિયર મેગ્નેટિક રેસોનન્સ (NMR) – જે એક લેબોરેટરી ટેસ્ટ છે જેનો વૈશ્વિક રીતે મોડીફાઇડ શુગર સિરપ્સને ચેક કરવા માટે કરવામાં આવે છે – જેમાં લગભઘ બધી જ નાની-મોટી બ્રાન્ડ્સ નિષ્ફળ રહી છે.
13 બ્રાન્ડ્સમાંથી માત્ર ત્રણ જ બ્રાન્ડ આ NMR ટેસ્ટમાં પાસ થઈ છે. આ ટેસ્ટ જર્મનીમાં આવેલી ખાસ લેબોરેટરીમાં કરવામાં આવ્યો હતો. ડાબર, પતંજલી, બૈદ્યનાથ, ઝંડુ, હીતકારી અને એપિસ હિમાલયા જેવી મોટી બ્રાન્ડ્સના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બધી જ બ્રાન્ડ આ NMR ના સેમ્પલમાં ફેઇલ થઈ છે.

13માંથી માત્ર 3 જ બ્રાન્ડ -સફોલા, માર્ક્ડસોહના અને નેચર્સ નેક્ટર (બેમાંથી એક નૂમુનાઓમાંથી) – જેવી બ્રાન્ડ્સ આ ટેસ્ટમાંથી પાસ થઈ છે.

image source

તમને જણાવી દઈએ કે ડાબરે આ આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે જેમાં કહ્યું છે કે ડાબર જ ભારતની એક એવી કંપની છે જે પોતાની લેબોરેટરીમાં NMR ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ ધરાવે છે, અને તેનો જ ઉપયોગ તેઓ ભારતના માર્કેટમાં વેચાતા પોતાના મધના ટેસ્ટિંગ માટે કરે છે.

તેમના સ્ટેટમેન્ટમાં એ પણ ઉલ્લેખ કરવામા આવ્યો હતો કે જર્મની સ્થિત Bruker Biospin GmbHના અહેવાલો જુલાઈ 16, 2020ના છે જેમાં ડાબર હનીએ NMR ટેસ્ટ પાસ કરેલો છે.

image source

ભેળસેળનો આ ધંધો અત્યાધુનિક બની ગયો છે. અને બીજી બાજુ ભારતીય સ્ટાન્ડર્સ આ ભેળસેળ શોધી શકે તેમ નથી. અને તેની પાછળ કારણ એ છે કે ચાઈનીઝ કંપનીઓએ આ ધોરણોને બાજુ પર હડસેલવા માટે ખાંડના સિરપ ડિઝાઈન કર્યા છે.
1, ઓગસ્ટ 2020ના NMR ટેસ્ટને તેવા મધ માટે ફજિયાત બનાવવામાં આવ્યા છે જેની નિકાસ કરવામાં આવે છે, જે દર્શાવે છે કે ભારતીય સરકાર આ પ્રકારની ભેળસેળથી જાણકાર છે અને તેમને હજુ વધારે અત્યાધુનિક ટેસ્ટની જરૂર છે.

સીએસઈ ફૂડ સેફ્ટી અને ટોક્સિન્સ ટીમના પ્રોગ્રામ ડીરેક્ટર અમિત ખુરાના જણાવે છે, ‘અમને જે જાણવા મળ્યું તે આઘાતજનક છે. આ દર્શાવે છે કે કેવી રીતે ભેળસેળનો ધંધો વિકાસ પામ્યો છે જેથી કરીને તે ભારતમાંના નિયત ટેસ્ટને પાસ કરી શકે છે. અમારી ચિંતા માત્ર આપણે જે મધ ખાઈએ છીએ તેમાંની ભેળસેળ જ નથી, પણ તે છે કે આ ભેળસેળને ઓળખવી કે પકડવી મુશ્કેલ છે. વાસ્તવમાં, અમને જાણવા મળ્યું કે સુગર સિરપ એવી રીતે ડિઝાઈન કરેલા છે કે જેથી કરીને તે ડીટેક્ટ ન થઈ શકે.’

‘આ એક એવી મોટી ખાદ્ય છેતરપીંડી છે જે ઘણી દુષ્ટ અને સુસંસ્કૃત છે. આવી મોટી છેતરપિંડી તો અમને 2003 અને 2006માં સોફ્ટ ડ્રીંક પર કરવામાં આવેલા ઇન્વેસ્ટિગેશનમાં પણ નહોતી મળી. આપણે એ હકીકત ધ્યાનામાં રાખવાની છે કે આપણે હજુ પણ કોવિડ-19 જેવી ઘાતક મહામારી સાથે લડી રહ્યા છે. આપણા ખોરાકમાં વધારે પડતી ખાંડનો ઉપયોગ આપણા સ્વાસ્થ્યને ઓર વધારે ખરાબ બનાવે છે.’ તેવું સીએસઈના ડીરેક્ટર જનરલ સુનિતા નારાયણનું કહેવું છે.

image soucre

‘લોકો મધ ખાવાની જગ્યાએ વધારે ખાંડ ખાઈ રહ્યા છે, જે તેમના પ્રત્યેનું કોવિડ-19નું જોખમ ઓર વધારે છે. શુગર ઇજેશન એ સીધી જ રીતે મેદસ્વીતા સાથે જોડાયેલું છે અને મેદસ્વી લોકો આવા જીવલેણ ઇન્ફેક્શન પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.’ નારાયણે ઉમેર્યું હતું.

આ બાબતો પણ જાણવા મળી

ગયા વર્ષે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ આયાતકારો અને રાજ્યના ફૂડ કમિશ્નરને નિર્દેશ આપ્યા હતા કે ગોલ્ડન સિરપ, ઇન્વર્ટ શુગર સિરપ અને રાઇસ સિરપની આયાત દેશમાં મધમાં ભેળસેળ કરવા માટે કરવામા આવે છે.

ખુરાના જણાવે છે, ‘હજુ એ અસ્પષ્ટ છે કે ફૂડ રેગ્યુલેટરને આ અંધાર્યા ધંધા વિષે કેટલી જાણકારી છે.’

image source

તેમણે વધારામાં જણાવ્યું, ‘ત્રણ આયાત કરવામાં આવતા શુગર સિરપ કે જેને FSSAI દ્વારા આ નિર્દેશમાં નામ આપવામાં આવ્યાં છે – ગોલ્ડન સિરપ, ઇનવર્ટ સુગર સિરપ અને સાઇસ સિરપ – તેને અથવા તો આ નામ હેઠળ આયાત કરવામાં નથી આવતા અથવા તો ભેળસેળ માટે પ્રેરિત નથી. તેની જગ્યાએ, ચાઇનીઝ કંપનીઓ મોટે ભાગે આ સિરપને ફ્રુક્ટોસ (ફ્રુટ ખાંડ) તરીકે ભારતમાં નિકાસ કરે છે. માટે, એફએસઆઈએ એવું કેમ કર્યું જે સ્પષ્ટ રીતે એક ખોટો આદેશ છે ? અમે ચોક્કસ નથી.


સીએસઈએ ચાઈનીઝ ટ્રેડ પોર્ટલ જેમ કે અલિબાબાને ટ્રેક ડાઉન કર્યું છે કે જ્યાં ફ્રુક્ટોસ સિરપની જાહેરાત કરવામાં આવે છે જે ટેસ્ટને બાયપાસ કરી શકે. એવુ પણ જાણવા મળ્યું છે કે તે જ ચાઇનીઝ કંપનીઓ કે જેઓ આ ફ્રુક્ટોસ સિરપની જાહેરાત કરે છે તે C3 અને C4 ટેસ્ટને પાસ કરી શકે છે અને તેની ભારતમાં નિકાસ પણ કરે છે.

ત્યાર બાદ સીએસઈએ એક અન્ડરકવર ઓપરેશન પણ કર્યું છે જેમાં ઓર વધારે જાણકારી મળી. તેમણે તે ચાઈનીઝ કંપનીને ઇમેલ્સ મોકલ્યા જે ભારતમાં ટેસ્ટ પાસ કરી શકે છે. અને તેમને જવાબ પણ મળ્યા કે સિરપ અવેલેબલ છે અને ઇન્ડિયામાં મોકલી શકાય તેમ છે.

ચાઈનીઝ કંપનીએ સીએસઈને જણાવ્યું કે જો 50-80 ટકા જેટલું મધ સિરપ સાથે ભેળસેળ કરવામા આવશે તો પણ તે ટેસ્ટ પાસ કરી લેશે. તે સમયે ચાઇનીઝ કંપની દ્વારા ટેસ્ટ પાસ કરી શકે તેવું સિરપ પણ મોકલવામા આવ્યું હતું. આ સેમ્પલ ચાઈઝ કંપનીએ ‘પેઇન્ટ પિગમેન્ટ’ના ઓઠા હેઠળ કસ્ટમમાંથી બચી જવા માટે મોકલ્યું હતું.

image source

સીએસઈએ મધની ભેળસેળ બનાવતી ફેક્ટરીને પણ શોધી કાઢી હતી. તે ઉત્તરાખંડના જયપુરમાં મળી આવી હતી. તેઓ સિરપ માટે ‘ઓલ પાસ’ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, સીએસઈ સંશોધકોએ તેમનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી એક નમૂનો પણ ખરીદ્યો હતો.

તે સુગર સિરપ લેબોરેટરી ટેસ્ટ પાસ કરી શકે છે કે નહીં તે જોવા માટે સીએસઈએ શુદ્ધ મધમાં તે સિરપની ભેળસેળ કરી હતી. ‘અમને આઘાતજનક રીતે એ જાણવા મળ્યું કે 25 ટકા અને 50 ટકા સુગર સિરપની ભેળસેળ બાદ પણ પ્ટોરીટી ટેસ્ટ પાસ થઈ ગયો હતો. આ રીતે, અમે કન્ફર્મ થયા કે એવું શુગર સિરપ પણ અસ્તિત્વ ધરાવે છે જે મધ માટેના 2020 FSSAI સ્ટાન્ડર્ડને પણ પાસ કરી શકે છે.’ ખુરાનાએ આ આશ્ચર્યજનક માહિતી આપી હતી.

નિષ્ણાતો દ્વારા આ સૂચનો આપવામા આવ્યા

image source

સમય આવી ગયો છે કે આપણે ભેળસેળના આ ધંધામાંથી બહાર આવીએ, તેવું નારાયણ જણાવે છે. તેણીએ ચીનમાંથી આયાત કરવામાં આવતા સિરપ તેમજ મધની આયાતને બંધ કરવાનું સૂચન આપ્યું છે, અને સાર્વજનિક પરીક્ષણના માધ્યમથી ભારતમાં પ્રવર્તનને મજબૂત બનાવવું જેથી કરીને કંપનીઓને જવાબદાર ગણાવવામાં આવે. ‘ગવર્નમેન્ટે આધુનિક ટેક્નોલોજીની મદદથી સેંપલને ટેસ્ટ કરવા જોઈએ અને આ જાણકારી જાહેર કરવી જોઈએ જેથી કરીને ગ્રાહકો જાગૃત રહે અને આપણા સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય.’

તેણી જણાવે છે લાંબા ગાળે શું મદદ કરશે તે સુનિશ્ચિત કરવા માટે મધની ઉત્પત્તિની તપાસ કરવા માટે દરેક મધ કંપનીઓ માટે એ જરૂરી રહે – મધમાખી પાલકથી લઈને તેના મધપુડા સુધી. ‘આપણા માટે ચિંતાની બાબત એ પણ છે કે મધમાખીઓના નુકસાનથી આપણી ખાદ્ય પ્રણાલી ધ્વસ્ત થઈ જશે – પરાગણ માટે મધમાખીઓ મહત્ત્વની છે; જો મધમાં ભેળસેળ છે, તો ન માત્ર આપણે આપણા સ્વાસ્થ્યને ખોઈ દઈશું, પણ સાથે સાથે આપણી ખેતીની ઉત્પાદકતા પર પણ તેની મોટી અસર થશે.’

image source

‘આ કારણ છે કે અમે આ ઇન્વેસ્ટીગેશનને પ્રકાશિત કરી રહ્યા છે – અમને ખબર છે કે હની પ્રોસિસંગ ઇન્ડસ્ટ્રી મજબુત છે અને તેઓ દલીલ કરશે કે તેઓ મધની શુદ્ધતાને લઈને જે ભારતીય ધોરણો છે તેને પાસ કરે છે – પણ અહીં દાવ પર ઘણું બધું લાગેલું છે,’ તેવું નારાયણ અને ખુરાનાએ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ