સરસવનું તેલ શરીરમાં ગરમાવો પેદા કરે છે, સાથે જ સરસવના તેલની માલિશ માંસપેશીઓ મજબૂત કરવાનું પણ કરે છે કામ, સાથે જાણો બીજા ફાયદાઓ પણ

સરસવના તેલમાં ઘણા ગુણો હોય છે અને ઠંડીમાં તક એ વરદાન છે, ના ફક્ત હેલ્થ પણ બ્યુટી બેનિફીટ્સ પણ છે.

 • 1. એમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટિકરસીનોજેનિક પ્રોપરટીઝ છે જે કેન્સર જેવા ગંભીર રોગના બચાવ કરે છે. એ પેટ અને મળાશયના કેન્સરથી બચાવે છે. ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી પણ બચવામાં અકસીર છે. જમવાનું બનાવવામાં એનો ઉપયોગ ખૂબ ક ફાયદાકારક છે.

  image soucre
 • 2. સરસવ ગરમાટો ધરાવે છે એટલે એ ઠંડીમાં શરદી સામે રક્ષણ આપે છે. સરસવના તેલની નાસ લેવાથી જમા થયેલો કફ નીકળી જાય છે
 • 3. એ સાઈનસથી પણ બચાવે છે. સરસવના તેલમાં લસણની થોડી કળીઓ અને એક ચમચી અજમો ભેળવીને ગરમ કરો અને એને પગના તળિયે અને છાતી પર માલિશ કરો.
 • 4. એ શરીરમાં ગરમાવો પેદા કરે છે. સરસવના તેલની માલિશ માંસપેશીઓ મજબૂત કરે છે અને રક્ત સંચાર પણ સારો બને છે.
 • 5. આ તેલની માલિશ કર્યા પછી સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. નાહ્યા પછી પણ તમે એને લગાવી શકો છો. નાક, કાન અને નાભિ પર પણ લગાવો.

  image source
 • 6. એ દાંતને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. દાંતના તકલીફ હોય તો સરસવના તેલમાં મીઠું ભેળવી દાંત પર અને પેઢા પર માલિશ કરો.
 • 7. સરસવના તેલની માલિસથી સંધાનો દુખાવો મટી જાય છે.
 • 8. સરસવના તેલનો ઉપયોગ હાર્ટ માટે પણ હેલ્ધી માનવામાં આવે છે. એનો ઉપયોગ કરવાથી કોરોનરી હાર્ટ ડીસીઝનું જોખમ પણ ઘટે છે.
 • 9. જેને શ્વાસને લગતી તકલીફ હોય કે પછી અસ્થમાની તકલીફ હોય તો સરસવનું તેલ વરદાન સાબિત થાય છે. સરસવમાં મેગ્નેશિયમ હોય છે અને સરસવના તેલમાં રહેલું સિલેનિયમ અસ્થમાની અસરને ઘટાડવામાં કારગર સાબિત થાય છે.

  image source
 • 10. એ મેટાબોલિઝમને સુધરે છે, સર્ક્યુલેશન અને બ્રેન ફંક્શનને પણ ઇમપ્રુવ કરે છે કારણ કે એમાં સ્ટીમયુલન્ટ પ્રોપર્ટી હોય છે.
 • 11. એ પાચનતંત્રને સુધારી ભૂખ ઉઘાડે છે. જો ભૂખ ન લાગે તો જમવાનું બનાવવામાં સરસવના તેલનો ઉપયોગ કરો.
 • 12. એ વજન ઘટાડવામાં પણ સહાયક છે. એમાં રહેલા વિટામિન્સ મેટાબોલિઝમને વધારે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

  image source
 • 13. એ ઇનસેક્ટ બાઈટ અને રેસિઝની અસર ઘટાડે છે. જો કોઈ કીડી કે મચ્છર કરડયું હોય તો ત્યાં એને લગાવો.
 • 14. એ એક ઉમદા મોઇશ્ચરાઇઝર છે, ઠંડીમાં ડ્રાઈ સ્કિનને હેલ્ધી ગ્લો આપવો હોય તો હુંફાળા સરસવના તેલની માલિશ કરો.
 • 15.એને બેસન અને હળદરમાં ભેળવીને ઉબટન તૈયાર કરો, સ્કિન નીખરી જશે.
 • 16. એન્ટીફંગલ પ્રોપર્ટીઝના કારણે આ ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
 • 17. વિટામિન ઈનો આ સારો સ્ત્રોત છે એ રીંકલ્સ અને ફાઇન લાઇન્સને ઘટાડે છે
 • 18. એ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હેર ફોલને ઘટાડે છે, સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારીને વાળનો ગ્રોથ વધારે છે

  image source
 • 19. એ સનટેન દૂર કરવામાં પણ મદદ કરે છે.
 • 20. એ ફાટેલા હોઠને નરમ અને મુલાયમ બનાવે છે.
 • 21. એમાં વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્કિન હેલ્થ માટે ફાયદાકારક છે. એને લગાવવાથી સ્કિન ટોન નિખરે છે
 • 22. એમાં એન્ટી એજિંગ તત્વ હોય છે જે તમને આપે છે યંગર સ્કિન.
 • 23. આ છે નેચરલ સનસ્ક્રીન, જે અલ્ટ્રા વાયલેટ કિરણોથી બચાવે છે.
 • 24. એ વાળને કસમયે સફેદ થતા અટકાવે છે. દહીંમાં સરસવનું તેલ નાખીને વાળમાં લગાવવાથી વાળની તકલીફોમાથી છુટકારો મળે છે.
 • image source

  25. જો વાળ સમય કરતાં વહેલા સફેદ થઈ રહ્યા હોય તો સરસવના તેલનું માલિશ કરો, લાભ થશે.

 • 26. જો ખોડોની સમસ્યા હોય અને ઇચી સ્કાલ્પથી પરેશાન હોવ તો સકલ્પમાં મસાજ કરો. તમે ઈચ્છો તો સરસવ અને નારિયેળ તેલને ભેળવીને પણ લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત