વોડાફોન-આઈડિયાનો આ નવો પ્લાન તમને ચોંકાવી દેશે, આટલા સસ્તામાં આપશે આ ખાસ સુવિધાઓ

હાલમાં દિવાળીનો તહેવાર પૂર્ણ થયો હોવાથી અનેક મોબાઈલ કંપનીઓ તેમના પ્લાનમાં ગ્રાહકોને આકર્ષવા માટે અનેક ફેરફાર લાવી છે. આમાં એક નામ છે વોડાફોન આઈડિયાનું. આ કંપની તેના ગ્રાહકો માટે લાંબી વેલિડિટીના સસ્તા પ્રીપેડ પ્લાન હંમેશા લોન્ચ કરતી રહે છે.

image source

ડિસેમ્બર 2019માં ટેરિફ વધતાં પહેલાં વોડાફોન 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટીના પ્લાન ઓફર કરતું રહ્યું છે. આ સિવાય વોડાફોન પાસે એક નવો 269 રૂપિયાનો પ્લાન પણ છે. જેમાં કંપની તેના ગ્રાહકોને ઓછી કિંમતમાં સારી સુવિધાઓ આપી રહી છે. તો જાણો શું છે આ પ્લાન અને તેમાં કી ખાસ સુવિધાઓ મળી રહી છે તે વિશે વિગતે.

આ સુવિધાઓ આપશે કંપની

image source

VIના આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં સૌથી મુખ્ય વાત એ છે કે તેમાં 56 દિવસની વેલિડિટી મળે છે. જે અન્ય કોઈ પણ ઓપરટેર્સ આટલી કિંમતમાં ઓફર નથી કરતા. વીઆઈ પાસે લાંબી વેલિડિટીના સસ્તા પ્લાન છે. કંપની આ પ્લાન્સથી વોઈસ કોલિંગ યુઝર્સને ટાર્ગેટ કરી રહી છે.

જાણો કેટલો મળે છે ડેટા અને શું છે પ્લાન

image source

VIના 269 રૂપિયાના પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો કંપની યુઝર્સને દેશભરમાં બધાં જ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા આપી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને 4 જીબી ડેટા મળે છે. આ સિવાય દરેક યુઝર્સને મહિનાના 600 એસએમએસની સુવિધા પણ મળે છે.

image source

જોકે, આ કંપનીની હરીફ કંપનીઓ એરટેલ અને રિલાયન્સ જિયો પાસે 300 રૂપિયાથી ઓછી કિંમતના આવો કોઈ પ્રીપેડ પ્લાન નથી. વોડાફોનનો 95 રૂપિયાનો સર્વિસ વેલિડિટી પેક પણ મળી રહ્યું છે. જેમાં 74 રૂપિયા ટોકટાઈમ અને 200 એમબી ડેટા મળે છે. એટલે કે VI 300 રૂપિયાથી ઓછી કિંમતમાં બે પ્લાન્સ ઓફર કરે છે.

image source

આ સિવાય વીઆઈએ હાલમાં જ 148 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન લાઈવ થઈ ગયો છે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા મળે છે. સાથે જ આ પ્લાનની વેલિડિટી 18 દિવસની છે. પ્લાનમાં રોજ 1 જીબી ડેટા મળે છે. અત્યારે હાલ પૂરતો આ પ્લાન દિલ્હી સર્કલમાં લોન્ચ કરાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ