આજે એકદમ પાતળી થઇ ગયેલી આ હિરોઇન એક સમયે હતી 96 કિલોની, એનું ફિટનેસ રહસ્ય જાણીને તમે પણ ઓગાળી દો શરીરની વધેલી ચરબી

ક્યારેક 96 કિલોની હતી આ અભિનેત્રી, આ છે એની ફિટનેસનું રહસ્ય.

સારા અલી ખાનની ફિટનેસ, સ્ટાઇલ અને લુકના લાખો દીવાના છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે સારા અલી ખાન પહેલા ખૂબ જ જાડી હતી, એટલી જાડી કે આજે કોઈ એમનો જૂનો ફોટો જોઈ લે તો એને વિશ્વાસ જ નહીં થાય કે આ ખરેખર સારા અલી ખાન જ છે.

image source

આજે જો સારા અલી ખાન આટલી ફિટ અને સુંદર દેખાય છે તો એની પાછળ એમની તનતોડ મહેનત છે. સારા અલી ખાને પોતાની જાતને ફેટમાંથી ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. સારા અલો ખાને પોતાની ડાયટ પર ખૂબ જ કંટ્રોલ કરીને અને જીમમાં પરસેવો વહાવીને આવી બોડી બનાવી છે. આજે પણ સારા અલી ખાન પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપે છે.

આ કારણે વધી ગયું હતું સારા અલી ખાનનું વજન.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાનને પીસીઓડીની સમસ્યા હતી જેના કારણે એમનું સતત વજન વધી રહ્યું હતું. સાથે જ સારા અલી ખાનને ખાવાનો પણ બહુ શોખ હતો. એક સમય હતો જ્યારે સારા અલી ખાનને પીઝા એટલા ભાવતા હતા કે એ બ્રેકફાસ્ટમાં પણ પીઝા ખાઈ લેતી હતી. પણ હવે સારા આવું બિલકુલ નથી કરતી. હવે એ પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપવા છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આટલી જાડી સારા અલી ખાન આટલી સુંદર બની જશે.

સારાનો આ વીડિયો જોઈને ચોકી ઉઠશો તમે

image source

સારા અલી ખાને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો શેર કર્યો હતો જેમાં એમની મેદસ્વીતા જોઈને એમના ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. સારાએ આ વીડિયો શેર કરતા લખ્યું હતું કે ” પ્રેઝન્ટિંગ સારા કા સારા સારા.. ચાલો એને હલકી કરીએ, જે આ હતું..

image source

વિડીયો અને ટ્રાન્સફોર્મેશન ક્રેડિટ નમ્રતા પુરોહિત” તમને જણાવી દઈએ કે સારા અલી ખાને સેલિબ્રિટી કોચ નમ્રતા પુરોહિત પાસે પતાને ફિટ રાખવાની ટ્રેનિંગ શરૂ કરી અને એ પછી ફૂલ બોડી વર્કઆઉટ માટે એમને સેલિબ્રિટી ટ્રેનર સીંડી જોરડીયન પાસે બુટ કેમ્પ ટ્રેનિંગ લીધી છે.

આ છે સારા અલી ખાનની ફિટનેસનું રહસ્ય.

image source

સારા અલી ખાને વજન ઘટાડવા માટે ન ફક્ત બેલેન્સ્ડ ડાયટ લીધી પણ એ માટે એમને ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દીધું છે. સારા ખુદને ફિટ રાખવા માટે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરે છે.

ડાયટિંગની સાથે જ સારા જીમમાં પણ પરસેવો વહાવે છે. વજન ઘટાડવા માટે સારા સતત જિમ જાય છે. એ સાથે જ સારા યોગ અને કથ્થક ડાન્સ પણ કરે છે. આટલી મહેનત પછી જ સારા આટલી સ્લિમ અને ફિટ થઈ શકી.

image source

માતા અમૃતા સિંહે કરી સારાને ફિટનેસ માટે મોટીવેટ.

સારા અલી ખાને પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમના વધેલા વજનને કારણે એકવાર એમની માતા એરપોર્ટ પર એમને ઓળખી ન શકી. એ ઘટના પછી સારાએ એ નક્કી કરી લીધું કે હવે એ પોતાનું વજન ઓછું કરીને રહેશે. એ પછી સારાએ પોતાની જાત પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

આ છે સારાના ટ્રાન્સફોર્મેશનનું રહસ્ય.

ફિટનેસની સાથે જ સારાએ પોતાના આઉટફિટ અને લુકસ પર પણ ખૂબ જ મહેનત કરી છે. સારા બોલીવુડમાં કામ કરવા માંગતી હતી એટલે પોતાની પહેલી ફિલ્મ કેદારનાથની શૂટિંગ પહેલા જ સારાએ ખુદને ફિટ અને સ્ટાઈલિશ બનાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારાની પહેલી જ ફિલ્મમાં દર્શકોએ એમની એક્ટિંગ અને સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા. સારા અલી ખાન એ સારી રીતે જાણતી હતી કે પોતાની જાતને સેન્ટર ઓફ એટરેક્શન કેવી રીતે બનવાનું છે અને એમને જાતે મહેનત કરીને શીખ્યું છે.

સારાની ફિટનેસ આજના યુવાનો માટે પ્રેરણા છે. સારા અલી ખાને એ સાબિત કરી દીધું છે કે જો આપણે નક્કી કરી લઈએ તો કઈ જ અશક્ય નથી..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ