સોશિયલ મીડિયા પર આ સ્પા સેન્ટરની તસવીરો થઈ રહી છે વાયરલ, તમે જોઈ કે નહીં

તમે દુનિયાભરમાં અલગ અલગ પ્રકારના મસાજ વિશે શાંભળ્યું હશે અને જોયુ પણ હશે. લોકો થાક ઉતારવા કે શરીરમાં થતા દર્દને ઓછુ કરવા વિવિધ પ્રકારની જડીબુટીઓથી માલિસ કરતા હોય છે. બજારમાં ઘણાં સ્પા છે જ્યાં બોડીને રિલેક્સ કરવા માટે અનેક રીતના મસાજ આપવામાં આવે છે. જોકે, તમે ક્યારેય ‘સ્નેક મસાજ’ વિશે સાંભળ્યું છે ? મતલબ, સાપ દ્વારા મસાજ, તમને કદાચ આ વાત થોડી અજીવ લાગતી હશે કેમ કે કોની હિંમત થાય સાપ વડે મસાજ કરાવાવની. પરંતુ આ વાત સાચી છે.

image source

બિન-ઝેરી સાપનો ઉપયોગ કરવામાં આવે છે

વાસ્વવમાં મિસ્રના એક Cairo spa નામનું એક સ્પા છે. જ્યાં લોકો સ્નેક મસાજ લેવા આવે છે. આ મસાજની સાથે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે શરીરને ખુબ રાહત આપે છે અને દર્દ પણ ખતમ થઈ જાય છે. ભલે આ તમને ડરામણું લાગે પરંતુ સ્પાના માલિક અને માલિશ કરનાર સફવત સેદકીના જણાવ્યાનુસાર સ્નેક મસાજ ‘માંસપેશિઓ અને સાંધાના દર્દને ઓછું કરવાની સાથે જ બ્લડ સર્ક્યુલેશનને ઉત્તમ કરવામાં મદદ કરે છે. જો કે, સાપની મસાજ દરમિયાન બિન-ઝેરી સાપનો ઉપયોગ કરવામાં આવે છે.

હું પહેલીવાર ગભરાઈ ગયો હતો

image source

સાપના માલિશ દરમિયાન, જીવંત સાપ લોકોની પીઠ અને ચહેરા પર છોડી દેવામાં આવે છે. આ મસાજથી લોકોને શરીરમાં થતી પીડામાંથી રાહત મળે છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર, સાપની મસાજ દરમિયાન, સૌ પ્રથમ ગ્રાહકની પીઠ તેલ લગાવવામાં આવે છે અને પછી અજગર અને લગભગ 28 વિવિધ પ્રકારના બિન-ઝેરી સાપ શરીર પર છોડી મુકવામાં આવે છે. સ્પાના ક્લાયન્ટ Diaa Zeinને ઈન્ટરનેટ પર સ્નેક મસાજની જાણકારી મળી હતી.

image source

તેમણે જણાવ્યું કે જ્યારે સાપને તેની પીઠ પર છોડવામાં આવ્યા ત્યારે તેમને ‘રાહત અને ફરીથી જીવીત થવા’નો અનુભવ મળ્યો હતો. તેમણે પોતાનો અનુભવ શૅર કરતા જણાવ્યું હતું કે, ‘હું પહેલીવાર ગભરાઈ ગયો હતો. હું પોતાના શરીર પર સાપને છોડવાથી ડરી રહ્યો હતો. જોકે, જ્યારે સાપ મારી પીઠ પર પહોંચ્યા તો ડર, ચિંતા અને તાણ ભૂલી જ ગયો હતો અને મને રાહતનો અનુભવ થયો હતો.

સાંધાનો દુખાવો ઘટાડવામાં મદદ કરતો હોવાનો દાવો

image source

સ્પાના માલિક સફાવત સેડકી કહે છે કે સાપનો મસાજ સ્નાયુઓ અને સાંધાનો દુખાવો ઘટાડવા ઉપરાંત શરીરમાં લોહીનો પ્રવાહ જાળવવામાં પણ મદદ કરે છે. મસાજનો આ આઈડિયા લોકોને વધારે પસંદ ન આવ્યો. અઢળક લોકો તેને વેસ્ટ ઓફ મની જણાવી રહ્યાં છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે વ્યક્તિએ સાપને પ્રતાડિત કરવાની એક નવી રીત શોધી કાઢી છે. જોકે, કેટલાક લોકો એવા પણ છે જે સ્નેક મસાજને ટ્રાય કરવા ઈચ્છે છે. જો કે મામલે હાલમાં સોશિયલ મીડિયા બે ભાગમાં વહેચાઈ ગયું છે. અમુક લોકોને આ આઈડિયા ગમ્યો છે તો કેટલાક લોકો આને બકવાસ ગણે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ