કાચા લીલા ટામેટાનું શાક અને ગળી ભાખરી બનાવવાની સરળ રેસિપી

આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે શિયાળું સ્પેશિયલ “કાચા ટામેટા અને ગળી ભાખરી બનાવવાની પરફેક્ટ રેસિપી” નામ સાંભળતા જ મોઢામાં પાણી તો આવી જ ગયું હશે?? જોતા જ ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.રોજ એક્નેક શાક ખાઈને કંટાળી ગયા હશો તો એકવાર આ રીતે ઘરે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.ખાધા પછી પણ વખાણ કરતા જરાઈ નહિ થાકે. એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • કાચા ટામેટા
  • મીઠું
  • ગોળ
  • રેગ્યુલર મસાલા

રીત-

1- સૌથી પહેલા આપણે ટામેટા ને ધોઈ લઈશું. અને તેને કટ કરી લઈશું. તેને મોટા મોટા કટ કરવાના છે. હવે એક પેનમાં લઈશું. તેમાં એક મોટી ચમચી તેલ ગરમ કરીશું. હવે તેલ ગરમ થઇ ગયું છે તો તેમાં ૧ ચમચી જીરું નાખીશું.

2- હવે તેમાં થોડી હિંગ નાખીશું. હવે તેમાં ટામેટા એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું. લગભગ અડધો કપ જેટલું.હવે તેને ઢાંકીને કુક થવા દઈશું.હવે એક વાર હલાવી લઈશું.હવે પાછું ઢાંકીને કુક થવા દઈશું.

3- આને કુક થતા ૫ મિનિટ લાગે છે.હવે ફરી થી થોડું પાણી એડ કરીશું.હવે ૧૦ મિનિટ જેવું કુક થઈ ગયું છે.હવે તેને ચેક કરી લઈએ. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ટામેટા સોફ્ટ થઇ ગયા છે.આ સ્ટેજ પર તેમાં થોડો ગોળ એડ કરીશું. આ સબ્જી થોડી ખાટી મીઠી હોય છે.

4- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.અને તેને ઢાંકીને ફરીથી કુક થવા દઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ગોળ આપણો ઓગળી ગયો છે. હજુ પાણીની જરૂર છે તો થોડું પાણી એડ કરીશું.આમાં જાડો રસો રાખવાનો છે. બધું પાણી એક સાથે નથી નાખવાનું.હવે બે મિનિટ ઢાંકીને થોડું કુક થવા દઈશું.

5- હવે બે મિનિટ થઈ ગઈ છે. આ શાકમાં આપણે હળદર નથી નાખવાની. આ શાક રેડ કલર નું હોય છે. હવે તેમાં એક મોટી ચમચી ધાણાજીરું નાખી શું.અને એક મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું.હવે તેને હલાવી લઈશું.બે મિનિટ ઢાંકી દઈશું.

6- હવે ઓપન કરી ને હલાવી લઈશું.હવે આ શાક તૈયાર થઈ ગયું છે.તો ગેસ બંધ કરી દઈશું.હવે ગળી ભાખરી બનાવીએ.

સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • સીંગતેલ
  • ગોળ

રીત-

7-આપણે બે કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં બે ચમચી સીંગતેલ નાખીશું. સીંગતેલ ના બદલામાં ઘી પણ લઈ શકો છો.

8- સૌથી પહેલાં ગોળને ઓગાળવાનો છે. તો તેમાં થોડું પાણી નાંખી ચમચીથી ઓગાળી લઈશું.હવે લોટ મા એડ કરીશું.અને હવે લોટ બાંધી લઈશું. બહુ ઢીલો નથી રાખવાનો. તેને કઠણ બાંધી લઈશું.

9- હવે પાણી ધીમે ધીમે એડ કરતાં જઈશું. અને લોટ બાંધી લઈશું.હવે દસ મિનિટ માટે મૂકી રાખીશું. પછી તેની ભાખરી બનાવીશું.

10- હવે દસ મિનિટ થઈ ગઈ છે. થોડું તેલ લઈશું.હવે લોટ ને એકવાર સરસ મસળી લઈશું.હવે બોલ્સ જેવું ગુલ્લુ લઇ ને વણી લઈશું.અને બહુ પાતળી નથી કરવાની.થોડી જાડી રાખવાની છે. આ કાચા ટામેટા ના શાક સાથે બહુ ટેસ્ટી લાગે છે.

11- હવે તેને પેન પર શેકી લઈશું. હવે એક સાઈડ શેકાય પછી બીજી સાઈડ ફેરવી દઈશુ. હવે તેની પર સીંગતેલ મુકીશું.હવે ફેરવીશું.હલકા હાથે પ્રેસ કરીશું.અને સરસ શેકી લઈશું.હવે શેકાય ગઈ છે.તો તેની પર ઘી લગાવી શું.હવે ખાટા-મીઠા શાક સાથે સર્વ કરીશું.

12- તો તૈયાર છે ગળી ભાખરી અને ખાટું મીઠું કાચા ટામેટા શાક બહુ ટેસ્ટી લાગશે.જરૂર થી ટ્રાય કરજો. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.