આ મહિને બધા લોકોને સાચવવું પડશે, જેટલી શુભ એટલી જ અશુભ ઘટના બની શકે, જાણી લો શું કહે છે રાશિફળ

સપ્તગ્રહયુતિ ની શુભાશુભ અસરો

બ્રહ્માંડ અનેક તત્વો નું બનેલું છે . પંરતુ પૃથ્વી પર વસતા માનવજીવન પર મુખ્યત્વે પાંચ તત્વ વિશેષ પ્રભાવી છે .એ છે પૃથ્વી ,અગ્નિ ,જળ,વાયુ , અને આકાશ .આ પંચતત્વ માં થયેલ ફેરફાર માનવ જીવન પર શુભાશુભ અસર પાડે છે .

2020 માં જળ તત્વ બગડતા અનેક સમુદ્રી તોફાનો અને કોરોના જેવી મહામારી પેદા થયેલ . આ વર્ષે ફેબ્રુઆરી 2021 માં પૃથ્વીતત્વ ની મકરરાશિ માં સાત ગ્રહ ની યુતિ અને પૃથ્વી તત્વ ની વૃષભરાશિ માં રહેલ રાહુ ના કારણે યુદ્ધ , આતંકવાદીપ્રવૃત્તિ , પ્રજામાં આંતરિક મતભેદ ,મોટાઅકસ્માત , ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટના વધે .

આપણા દેશ માં અત્યારે પૃથ્વીતત્વ સાથે જોડાયેલ ખેડૂતો નું આંદોલન ચાલી રહ્યું જ છે .બારેયરાશિ માં આ ગ્રહયોગ ની શુભાશુભ અસરો જોવા મળશે .

મેષ રાશિ ના જાતકો એ પોતાના કાર્યક્ષેત્ર અને સરકારી કાર્ય માં વિશેષ ધ્યાન આપવું પડશે .વૃષભ રાશિ ના જાતકો ને ભાગ્ય સાથ આપે .પરંતુ તેનો લાભ પૂરો ના લઈ શકાય .

મિથુન રાશિ ના જાતકો ને અકસ્માત ,આરોગ્ય વિશે સાચવવું પડે . ધન ખર્ચ વધે . કર્કરાશિ ને આરોગ્ય , લગ્નજીવન ,ભાગીદારી અને જાહેરજીવન માં સાચવવું પડે .

સિંહ રાશિ ના જાતકો ને આરોગ્ય અને અકસ્માત બાબતે વિશેષ ધ્યાન રાખવું પડે .માનસિક ચિંતા વધે .કન્યા રાશિ ના જાતકો ને સંતાન ચિંતા વધે . શેર સટ્ટા થી દૂર રહેવું .

તુલા રાશિ ને હૃદય માં શાંતિ ન રહે . માલ મિલકત બાબતે વિચારી ને નિણર્ય લેવા .વૃશ્ચિક રાશિ માટે સમય મધ્યમ રહે . કાર્ય સિદ્ધિ માં વાર લાગે અને સાહસ વિચારીને કરવું .

ધનુ રાશિ ના જાતકો ને આરોગ્ય બાબતે કાળજી રાખવી . ધન અને કુટુંબ ચિંતા રહે .મકર રાશિ માટે સર્વ પ્રકારે સમય પ્રતિકૂળ છે .

કુમ્ભ રાશિ મોટી ધન હાનિ થઈ શકે અને આરોગ્ય સાચવવું પડે . મીન રાશિ ને લાભ થાય પરંતુ આરોગ્ય સાચવવું પડે .

આ સમય દરમ્યાન દૈવીકવચ ,હનુમાનચાલીસા ,મહામૃત્યુંજય મંત્ર ,રુદ્રાભિષેક અને ચંડીપાઠ કરવાથી લાભ થાય . મિથુન , ધનુ ,મકર અને કુમ્ભ રાશિ માટે સમય પ્રતિકૂળ હોવાથી સાત પ્રકાર ના અનાજ નું બ્રાહ્મણ ને શક્તિમુજબ દાન કરવું .

નિયમિત ઇષ્ટમંત્ર ,ગુરુ દ્વારા આપેલ મંત્ર કે નવગ્રહ શાંતિ મંત્ર કરવો .યાદરાખો સમય પરિવર્તન શીલ છે .નિરાશ ન થવું જેમ સારો સમય પસાર થઈ જાય છે એમ ખરાબ સમય પણ પસાર થઈ જશે .

જ્યોતિષ વિશેષજ્ઞ શ્રી હેમેન્દ્ર ભાઈ

ન્યૂ ઇન્ડિયા કોલોની ,નિકોલ ,અમદાવાદ

astro.hemen24@gmail.com

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ