ભારતની સૌથી મોટી ટુ વ્હિલર કંપની હીરો મોટોકોર્પ બજારમાં લાવશે આ ઇલેક્ટ્રિક કાર, વાંચો તો ખરા કેવી જોરદાર છે

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) નું બજાર ભારતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે સામે ગ્રાહકો પણ ઇલેક્ટ્રિક વાહનોની વધુને વધુ માંગ કરી રહ્યા છે. બજારમાં વાતા આ વાયરાને પારખી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ પોતપોતાના ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે અથવા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતમાં આ ક્ષેત્રે જગ્યા ભાળી અમેરિકાની બે કંપનીઓ ભારતમાં પ્રવેશ કરી ચુકી છે. ત્યારબાદ હવે મોટરસાયકલ અને સ્કુટરોની દિગ્ગજ કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) પણ સ્થાનિક બજારમાં પોતાની ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારીમાં છે. અહેવાલ મુજબ હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ભારત માટે એક નવી ઇલેક્ટ્રિક કાર તૈયાર કરી રહી છે.

image source

તાજેતરમાં જ હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ સંચયી ઉત્પાદનમાં 100.મિલિયન યુનિટ્સનો આંકડો પાર કર્યો હતો. ઉત્તરાખંડના હરિદ્વારમાં સ્થિત કંપનીના પ્લાન્ટમાંથી 10 કરોડમી બાઈક એક્સ્ટ્રીમ 160R ને રોલ આઉટ કરવામાં આવી હતી. આ પ્રસંગે હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ના ચેરમેન અને સીઈઓ ડો. પવન મુંજાલે દિલ્હીના NCR માં ગુરૂગ્રામમાં સ્થિત કંપનીના પ્લાન્ટમાં ગ્રાહકો, ડિલરો, વિતરકો, રોકાણકારો, આપૂર્તિકારો, કર્મચારીઓ અને મીડિયા સહિત એક વૈશ્વિક દર્શકગણને સંબોધિત કરતા આગલા 5 વર્ષો માટે હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ની યોજનાઓ અને વિઝન વિશે જણાવ્યું હતું.

image source

તેઓએ જણાવ્યું હતું કે ” અમે અમારા વિકાસની યાત્રા આગળ વધારવાના છીએ, વાહનોના ભવિષ્ય બનવા માટે અમે અમારા લક્ષ્ય મુજબ આગલા 5 વર્ષમાં અનેક નવા મોટરસાયકલ અને સ્કૂટર લોન્ચ કરવાના છીએ. સાથે જ અમારો વૈશ્વિક સ્તરે વિસ્તાર પણ વધારીશું. અમે શોધ અને વિકાસમાં ફાળો પણ યથાવત રાખીશું અને પરિવહનના નવા સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરીશું. ”

image source

મીડિયા સાથેની વાતચીતમાં ડો. પવન મુંજાલે ઇલેક્ટ્રિક વાહન સેંગમેન્ટમાં પ્રવેશ કરવા અંગે પણ ઈશારો આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ટુ વ્હિલર વાહનોના નિર્માણ સુધી જ સીમિત નહીં રહે અમે પહેલા જ ત્રણ વ્હિલ વાળા વાહન ઇલેક્ટ્રિક કાર કોન્સેપ્ટ Quark1 ને જોયો છે. આ કોન્સેપ્ટમાં કંપનીના ઇન્ટરનલ સ્ટાર્ટ અપ હીરો હેચને તૈયાર કરાઈ છે.

image source

ડો. પવન મુંજાલે જણાવ્યું કે ” આ મહત્વપૂર્ણ ઉપલબ્ધી ભારતમાં નિહિત ક્ષમતાઓ અને હીરોની બ્રાન્ડ અપીલને સ્વીકારે પણ છે. અમે ભારતમાં વિશ્વ માટે નિર્માણ કરીએ છીએ અને આ ઉપલબ્ધી અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રો, જન સંખ્યીકી અને પેઢીઓ ગ્રાહકોનો પ્રેમ દર્શાવે છે.

નોંધનીય છે કે હીરો મોટોકોર્પ (Hero MotoCorp) પહેલી એવી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની નથી જેને ફોર વહીલ્સ વાહન નિર્માણમાં ઈચ્છા દર્શાવી હોય. આ પહેલા યામાહા વિશે પણ એવી વાત આવી હતી કે તે ઇલેક્ટ્રિક કારો નિર્માણ કરી શકે છે.

image source

હાલમાં હીરો મોટોકોર્પ (Hero MotoCorp) ના આઠ વિનિર્માણ સુવિધા (પ્લાન્ટ) છે. જેમાંથી 6 ભારતમાં છે અને 2 બાંગ્લાદેશ અને કોલંબિયામાં છે. ભારતમાં કંપનીના પ્લાન્ટ ગુરૂગ્રામ અને હરિયાણાના ધરોહરા, ઉત્તરાખંડના હરિદ્વાર, ગુજરાતના હાલોલ, રાજસ્થાનના નિમરાના અને આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ