સાપ્તાહિક રાશિફળમાં વાંચી લો આ અઠવાડિયુ તમારા માટે કેવુ રહેશે

કેવું રહેશે તમારું ભવિષ્ય : જાણો તમારી રાશી શું કહે છે ?

અઠવાડિક રાશિફળ : આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે, એ જાણવાની ઈચ્છા હોય તો તમારી ઈંતેજારીનો અહી અંત થાય છે. જોઈ લો આવનાર અઠવાડિયામાં તમારા સિતારા કેવા રહેશે? કેવી હશે તમારી આર્થીક સ્થિતિ, પારિવારિક મુદ્દાઓ, નૌકરી અને વ્યવસાયમાં અસર, પ્રેમ અને સબંધોમાં બદલાવ અથવા આવનારો સમય તમારા માટે શું લઈને આવશે. તો અહી જાણો કકે શું કહે છે આ અઠવાડિયા બાબતે તમારી રાશી…

મેષ:

આ અઠવાડિયા દરમિયાન તમારા અટકેલા કામોના કારણે મનમાં બેચેની અને ચિંતા છવાયેલી રહેશે. જો કે અચાનક મળેલી સારી ખબરો તમારા ઉત્સાહમાં વધારો કરી શકે છે. પરિવારના લોકો સાથે આ બધુ વહેચવાથી તમારા આનંદમાં પણ વધારો થઇ શકે છે. પ્રિયજન સાથે હરવા ફરવા જવાનું મન થશે. જો કે પરિસ્થિતિ જોતા એવું સંભવ બની શકશે નહિ. આ અઠવાડિયા પૂરતી આવક સામાન્ય રહેશે. વ્યવસાયમાં ઊંચનીચની સ્થિતિઓ સર્જાવાની પૂરી સંભાવનાઓ છે. નોકરીના પ્રયત્ન કરનારા લોકો માટે હજુ રાહ જવાનો સમય છે. લગ્નજીવનમાં અનુકુળતા આવતી જણાશે. ડાયાબીટીસના રોગીઓએ આ સમય દરમિયાન વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

વૃષભ:

સરકારી અને બિન-સરકારી જગ્યાઓ પર કામ કરવાવાળા લોકો માટે આ સમય સફળતાના નવા અવસરો ઉપલબ્ધ કરાવનારો સાબિત થશે. આ સમય દરમિયાન લાંબા ગળાનું રોકાણ લાભકારક નીવડશે. બહારની ગતિવિધિઓ તમારા માટે લાભકારી બનશે નહિ. વ્યવસાયી લોકો માટે આ અઠવાડિયુ ખાસ નવી આશાઓ લઈને આવી શકે છે. નોકરી કરનારા લોકોએ સહયોગીઓ સાથે સબંધ સારા રાખવા પડશે. આ સમય દરમિયાન તમે કોઈ નવો વ્યવસાય શરુ કરવાનું વિચારી શકો છો. લગ્ન જીવનમાં સમરસતાનો અભાવ રહેશે નહી. પ્રેમ સબંધ માટે સમય સારો રહેશે. તબિયતમાં સુધાર આવી શકે છે.

મિથુન:

આ અઠવાડિયા દરમિયાન બેંક સાથે જોડાયેલી લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. તમારી બૌધિક ક્ષમતાનો વિકાસ થશે. ધર્મ અને કર્મ તરફ મનનું આકર્ષણ વધશે. બાળકો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. લખવા વાંચવા બાબતે લાભ થઇ શકે છે. તમે તમારા કાર્યોથી લોકોને પ્રભાવિત કરી શકશો. આર્થિક બાબતોમાં રોકાયેલા કામ પણ આ સમય દરમિયાન થઇ શકે છે. કરિયર અને નોકરી વાળાઓ માટે આ સમય થોડો મુશ્કેલી ભર્યો નીવડશે. વ્યવસાયી લોકો માટે આ સમય આર્થિક ઉથલપાથલથી ભરેલો રહેશે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે ચડસાચડસીનો માહોલ રહેશે. પ્રેમ કરનારાઓ માટે આ સમય શ્રેષ્ઠ સિદ્ધ થશે. આ સમયે તમારી તબિયત ખરાબ થઇ શકે છે.

કર્ક:

રાજકીય લોકો સાથે ઉઠવા બેસવાનો અવસર મળી શકે છે. લગ્ન જીવનમાં ગોપનીયતાની કાળજી લેવી જરૂરી છે. પરિવારમાં સારા સમાચાર મળવાથી ખુશીનું વાતાવરણ બની રહેશે. ગરીબ લોકો પ્રત્યે કરુણાની લાગણી ઉદભવશે. તમારી આવક માટે આ અઠવાડિયું શુભ નથી. વેપારીઓ માટે આ સમય સારો રહેશે નહીં. નોકરી કરનારા લોકોએ સાથે કામ કરનારા લોકો સાથે ઉલજવું જોઈએ નહિ, નુકશાન થઇ શકે છે. લગ્ન જીવનમાં ખુશી રહેશે. પ્રેમ સબંધના સંદર્ભે આ અઠવાડિયું મુશ્કેલીઓથી ભરેલું રહેશે. બ્લડ પ્રેશરની સમસ્યા વાળા આ અઠવાડિયા દરમિયાન ખાસ સાવધાન રહે.

સિંહ:

આ અઠવાડિયે પૈસાના અભાવના કારણે તમારું મન પરેશાન રહેશે. બિનજરૂરી કાર્યોમાં તમારો સમય જરાય બગાડશો નહીં. બીજા કોઈના કિસ્સાઓમાં દખલ કરવાથી દુર રહો. મન અને આત્મામાં આંતરિક સંઘર્ષની સ્થિતિ સર્જાશે. આવક સારી નહીં હોય, પણ ખર્ચ વધારે થવાની સંભાવના રહેશે. વ્યવસાયી લોકો માટે આ સમય મુશ્કેલી ભર્યો રહેશે. નોકરી કરનારા લોકો પોતાના ઉપરી સાહેબથી પરેશાન રહેશે. લગ્ન જીવનમાં પણ અસંતોષનો માહોલ રહેશે. તમારા પ્રિયજનની નારાજગી છતાં તમારો પ્રેમ જાહેર કરતા રહો. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.

કન્યા:

આ અઠવાડિયું તમારા માટે કાર્ય કરવા માટેની નવી તકો ઉભી કરાવશે. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો સંઘર્ષથી ભરેલો રહેશે. પિતાનો સપોર્ટ તમારું જીવન બદલી શકે છે. રાજકારણ કરનારા લોકો માટે આ અઠવાડિયુ એક નવી દિશા લઈને આવશે. આવક સારી રહેવાની આશા છે. નોકરી કરનારા લોકો માટે સ્થળમાં બદલાવ થઇ શકે છે. વ્યવસાય માટે આ સમય સારો રહેશે. ઉધાર આપવાથી બચવું જોઈએ. લગ્ન જીવનમાં સબંધો સારા બની રહેશે. પ્રેમ સંબંધોમાં અસ્થિરતાનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર આવવાની સંભાવના છે.

તુલા:

મુસાફરી કરવાનું ટાળો. નાણાકીય રીતે અઠવાડિયું લાભદાયક સાબિત થઈ શકે છે. તમારા વિચારો બીજા પર થોપવાનું ટાળો. ગુપ્ત દુશ્મનો તમને માનસિક રીતે ખલેલ પહોંચાડી શકે છે. તણાવના કારણે આર્થિક બાજુઓ નબળી પડી જશે. નોકરિયાત લોકોને બઢતી મળવામાં બાધાઓ ઉભી થશે. વ્યવસાયમાં જીવનસાથીનો સાથ સહકાર તમારા માટે લાભદાયી સાબિત થશે. લગ્નજીવનમાં નાની-મોટી તકરાર થઇ શકે છે. પ્રેમ સબંધોમાં વાત-ચિત જાળવી રાખો. પેટના રોગીઓ આ અઠવાડિયું ખાસ ધ્યાન રાખે.

વૃશ્ચિક:

આ અઠવાડિયા દરમિયાન તમારે ઓફિસમાં અણગમતું કામ પણ કરવું પડી શકે છે. આ અઠવાડિયું તમારા માટે પૈસાની આવશ્યકતા સમજાવનારૂ સિદ્ધ થશે. વ્યવસાય કરનારા અથવા નવો વ્યવસાય શરુ કરનારા માટે આ સમય સારો નથી. નોકરી કરનારાઓ માટે, નોકરી બદલવા માટે આ જરાય યોગ્ય સમય નથી. પ્રેમ સબંધોમાં જો સાથી તમારાથી રિસાયેલ છે, તો આ અઠવાડિયે બધી શંકાઓ દુર થઇ શકે છે. આ અઠવાડિયા દરમિયાન કમરના દુખાવાથી રાહત મળવાની શકયતા છે.

ધનુર:

આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેશે. તમને મિત્રોનો સહયોગ મળી શકે છે, એટલે મિત્રોને અવગણશો નહીં. નોકરી કરનારા લોકો માટે આ સમય સારો નથી. ધંધામાં સ્થિતિ સામાન્ય રહેશે. કલાના ક્ષેત્રમાં પ્રયાસ કરી રહેલા લોકો માટે આ સમય સારા સમાચાર લાવી શકે છે. મહિલાઓનો સહયોગ તમારા માટે ફાયદાકારક રહેશે. વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટેનો આ સામાન્ય દિવસ રહેશે. અઠવાડિયાના અંતમાં તમારી આર્થિક બાજુમાં સુધારો આવશે. જીવનસાથીનો સહયોગ બરાબર મળતો રહેશે. પ્રેમ સંબંધની બાબતોમાં જાતકે ધીરજ ધરવી જોઈએ.

મકર:

આ અઠવાડિયે તમારે તમારા આસપાસના વર્તુળમાંથી બહાર નીકળીને એવા લોકોને મળવાની જરૂર છે, જે લોકો ઊંચા સ્થાન પર છે. તમે તમારા કોઈ સગાના કારણે પરેશાન રહી શકો છો. કોઈ સ્ત્રી અથવા તમારા જીવનસાથીનો ટેકો તમને આગળ વધવામાં મદદરૂપ થશે. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરતી જણાશે. નોકરી કરનારાઓ માટે દોડધામ વધારે કરવી પડશે. વ્યવસાયમાં પ્રગતી ધીમી ગતિએ થશે. લગ્ન જીવનમાં ખુશીનું વાતાવરણ યથાવત રહેશે. પ્રેમીઓ એક બીજાની પારિવારિક ભાવનાઓ સમજશે. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ:

આ અઠવાડિયે તમારું સામાજિક વર્તુળ વધશે. બાળકો તફથી તમને મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. ઘરમાં કોઈ પણ ધાર્મિક વિધિથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. ઘરની જરૂરિયાતો ધીરે ધીરે પૂરી થશે. આવકની દ્રષ્ટિએ આજનો સમય તમારા માટે યોગ્ય છે. વ્યવસાય માટે સમય સામાન્ય રહેશે. નોકરી કરનારા લોકોએ દોડધામ કરવી પડશે. લગ્ન જીવનમાં મધુરતા આવશે. પ્રેમ સબંધ માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે. ચામડી સાથે જોડાયેલા રોગના દર્દી આ અઠવાડિયામાં રાહત અમુભવશે.

મીન:

આ અઠવાડિયા દરમિયાન ઓફીસના કાર્યોમાં સાવધાન રહેવાની જરૂર છે. જેનાથી તમને સંતોષનો અનુભવ થશે. સતત બાળકોને ધમકાવતા રહેવાથી તમારા બાળકો સાથે તમારો વ્યવહાર બગડી શકે છે. સમયની જરૂરિયાત એ છે કે શાંતિથી કામ લેવામાં આવે અને બાળકોને થોડી મોકળાશ આપો. અટકેલા કાર્યોમાં આર્થીક સ્થિતમાં સુધાર આવશે. ભણાવવાનું કામ કરનારાઓને લાભ થશે. જથ્થાબંધ વેપારમાં કોઈ મોટો વ્યવહાર ન કરો. બહારના લોકોની દખલ તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમમાં વિચાર કર્યા વિના કોઈ વચન આપશો નહીં. ચામડીના દર્દીઓએ દુઃખનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ