શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ચીજોનું સેવન કરો….

અત્યારના સમયમાં કોરોનાના ડરથી દરેક લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે દરેક ઉપાયો અપનાવે છે. ઘણા લોકો એવા પણ છે જેમની પાસે સમય ના હોવાના કારણે તેઓ દવાઓના આધારે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે, પરંતુ અમુક ચીજો એવી હોય છે, જેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે અત્યારના શિયાળાના દિવસોમાં દરેક શાકભાજી અને ફળો બજારમાં ખુબ જ તાજા જોવા મળે છે. તેથી ઘણી ચીજોનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે સ્વસ્થ રહો છો. તો ચાલો જાણીએ તે ચીજો વિશે.

હળદર

image source

શિયાળાના દિવસોમાં હળદરનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હળદર એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેથી શિયાળાના દિવસોમાં હળદરના સેવનથી શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી પણ બચી શકાય છે.

આમળા

image source

શિયાળાના દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે આમળાનું સેવન એક રામબાણ ઈલાજ જેવું કામ કરે છે. કારણ કે આમળામાં વિટામિન સી સાથે વિટામિન એ, વિટામિન બી, કોમ્લેક્સ, કૈલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન, ફાઈબર અને ડાયયૂરેટિક એસિડ જેવા તત્વો પણ જોવા મળે છે જે આપણને સ્વસ્થ રાખવામાં આપણી મદદ કરે છે.

આદુ

image source

આદુમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી જેવા ગુણોથી ભરપૂર છે. શિયાળા દરમિયાન આદુની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, સાથે આપણે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાથી બચી શકીએ છીએ, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આદુની ચા માર્યાદિત માત્રામાં પીવી જોઈએ. કારણ કે આદુની તાસીર ગરમ હોય છે જે આપણું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

તુલસી

image source

શિયાળાના દિવસોમાં તુલસીનું સેવન અથવા તુલસીની ચા આપણને શરદી, ઉધરસ અને કફની સમસ્યાથી બચાવે છે. શિયાળાના દિવસોમાં નિયમિત તુલસીનું સેવન કરવું જોઈએ.

મેથીના દાણા

image source

મેથીના દાણામાં રેસા વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જે કબજિયાતને દૂર કરીને આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ મેથી ફાયદાકારક છે. આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી પીડા પણ ઓછી થાય છે, સાથે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

અળસી

image source

અળસી એ ઓમેગા -3 ફેટી એસિડ્સનો એકમાત્ર શાકાહારી સ્રોત માનવામાં આવે છે. અળસીનું સેવન ખરાબ કોલેસ્ટરોલને ઘટાડીને આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.

બદામ

image source

બદામમાં મેગ્નેશિયમ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીને આપણા શરીરના રોગોને દૂર કરે છે. બદામ હાઈ બીપીવાળા દર્દીઓ માટે ફાયદાકારક છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે.

સફરજન

image source

એક સફરજન તમને ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ખાવાથી તમે ઘણા રોગોથી બચી શકો છો. સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સફરજન ફાઇબરમાં ભરપૂર હોય છે, તે પાચન શક્તિને મજબૂત બનાવે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

દાડમ

image source

દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને તે મેટાબિલિઝમને પણ સુધારે છે. દાડમ ખાવાથી લાલ લોહીના કોષો વધે છે એટલે કે લાલ રક્ત શેલ, જે શરીરમાં આયરન પૂરું પડે છે અને શરીરના તમામ અવયવોની કામગીરીને સુનિશ્ચિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ