સમુદ્રમાં તરવા જવાનો શોખ રાખતાં લોકોને માટે ચેતવણી… વધી શકે છે ચેપી રોગો લાગવાનો ખતરો…

સમુદ્રમાં તરવા જવાનો શોખ રાખતાં લોકોને માટે ચેતવણી… વધી શકે છે ચેપી રોગો લાગવાનો ખતરો.. જો તમને દરિયામાં તરવાનો શોખ હોય તો ધ્યાન રહે સમુદ્રી સપાટીએ સંક્રમણ થઈ શકે તેવા પદાર્થોમાં વધારો થતો હોવાથી ચેપી રોગો થવાની સંભાવના વધી રહી છે.

છેલ્લા કેટલાય સમયથી પ્રદુષણ જાગૃતિના વિવિધ અભિયાન અને સંશોધનો થઈ રહ્યા છે. તેમાં હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણ મોખરે છે. કુદરતી સંપત્તિઓનો દૂરોપયોગ અને તેનો ધીમેધીમે ઘટતો જતો પૂર્વઠો પણ એક ચિંતાનો વિષય છે. સાથે પાણીનો સ્ત્રોત ઘટી રહ્યો છે એવો પણ દુનિયાના અનેક ખૂણેથી ધીમી પણ બૂમો સંભળાવવા લાગી છે. આ સમયે એક એવો રિપોર્ટ આપણી સમક્ષ આવ્યો છે કે દરિયાનું પાણી પણ સમય જતાં પ્રદુષિત થઈ રહ્યું છે અને સમુદ્રમાં નહાવાના શોખીન લોકો માટે તે એક ચેતવણી રૂપ એલાર્મ છે. એક સંશોધન મુજબ, સમુદ્રના પાણીમાં વધારે સમય તરવાથી શરીરની ત્વચામાં સંક્રમણ થવાની શક્યતાઓ વધી છે. ચામડીમાં ચેપ લાગવાનો ભય વધ્યો છે.

કઈરીતે થાય છે શરીરમાં દુષિત સમુદ્રિક પાણીથી સંક્રમણ?

આપણાં શરીરની ત્વચા પર દરિયાના પાણીમાં નહાવાથી માઈક્રોબાયોમ બદલાય છે. જેને કારણે ત્વચા, કાન અને જો કોઈ ઇજા થઈ હોય તો તે સમુદ્રના પાણીના સંપર્કમાં આવતા ઝડપથી ચેપ લાગવાની શક્યતા વધે છે. આ બાબત વિશે ગંભીરતાથી એક સંગઠનના શોધકર્તાઓએ એવું નિષ્કર્ષ કાઢ્યું છે. અમેરિકન સોસાયટી ફોર માઈક્રોબાયોલોજીના વાર્ષિક સમ્મેલન એ.એસ.એમ – ૨૦૧૯ યોજાયું. જેમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે શરીરમાં માઈક્રોબાયોમ બદલાવ આવવાથી શારીરિક સંક્રમણનો ભય વધ્યો છે.

શું આવ્યું છે સંશોધનના રિપોર્ટમાં?

કેલિફોર્નિયાની વિશ્વવિદ્યાલયમાં પી.એચ.ડી.નો અભ્યાસ કરી રહેલ વિદ્યારથી મારિસા ચેટમેન નીલ્સને પોતાની વાતને રજૂ કરતાં જણાવ્યું હતું કે માનવદેહના સંપર્કમાં દરિયાઈ પાણી આવવાથી તેના શરીરની ત્વચામાં વિવિધ પ્રકારના બદલાવ આવે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર પણ અસર પડે છે. ત્વચાના રંગ ઉપર ફરક પડવો, કાનમાં ઇન્ફેક્શન લાગવું અથવા અન્ય ચેપી રોગ લાગુ પડવા જેવી તકલીફો થઈ શકે છે. શરીરના વિવિધ તંત્રો તેમજ વિવિધ પ્રણાલીગત રોગો ઉપર માઠી અસર પડવાની શક્યતાઓ પણ વધે છે.

સંશોધનમાં શું આવ્યું પરિણામ, કયા રોગો લાગુ પડી શકે છે.

માઈક્રોબાયોલોજીકલ સર્વેમાં એવું સંશોધન નિવેદન આવ્યું છે કે શ્વસન તંત્રને લગતા રોગ, પાચન તંત્રને તકલીફ પડે, જેમ કે ગેસ્ટ્રીયાસ્ટીક જેવી તકલીફ તેમને ત્વચાના કેટલાક ચર્મ રોગ લાગુ પડી શકે છે. જેમાં કાનમાં, નાકમાં અને મોંમાં સમુદ્રનું પ્રદૂષિત પાણી જવાથી આ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

કઈરીતે કર્યું લોકો ઉપર સંશોધન પરિક્ષણ

આ ખાસ પ્રકારનું પરિક્ષણ કુલ ૯ લોકો ઉપર કરાયું હતું. જેમાં તેમને સમુદ્રમાં તરવા મોકલ્યા બાદ તેમને મીઠા પાણીથી ૧૨ કલાક સુધી નહાવાની અનુમતિ નહોતી અપાઈ. વળી તેમને દરિયાઈ પાણીમાં જવા પહેલાં કોઈજ પ્રકારનું સનસ્ક્રીન લોશન પણ નહોતું લગાવવા દીધું. વળી, છેલ્લા છ મહિનાથી એક પણ એન્ટિબાયોટીક દવાઓનું સેવન ન કર્યું હોય એવા ૯ લોકોની આ પરિક્ષણ માટે પસંદગી કરાઈ હતી.

માનવ શરીર સાથે સમુદ્રનું અતિસંવેદનશીલ પ્રક્રિયા કરી શકે છે. જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. જેથી જેમને દરિયાના પાણીમાં નહાવાની ટેવ હોય તેમણે કેટલાક પ્રિકોશન લઈને કે ડોક્ટરની યોગ્ય સલાહ લઈને જ જવું જોઈએ. જેથી કોઈ ચેપીરોગ થવાનો સંભવ ન રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ