ભારતમાં અને તે પણ આપણા અમદાવાદમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રીકેટ સ્ટેડીયમ

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતેનું ક્રીકેટ ગ્રાઉન્ડ વિશ્વનું સૌથી મોટાં ક્રીકેટ ગ્રાઉન્ડનો ખીતાબ ભોગવે છે પણ ટુંક જ સમયમાં તે બીજા સ્થાને આવી જશે અને પ્રથમ સ્થાને હશે અમદાવાદનું મોટેરા ખાતેનું ક્રીકેટ ગ્રાઉન્ડ.

 

View this post on Instagram

 

A post shared by Yagnang Pandya (@yagnangp) on


હાલ બ્રીટેન-વેલ્સમાં ક્રીકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે. અને ઇંગ્લેન્ડ સાથેની છેલ્લી મેચમાં ભારતની હારથી ફેન્સ ઘણા નારાજ છે. કંઈ નહીં ચિંતા ન કરો બીજો મોકો મળતાં જ ભારત ફરી પોતાની જીતના ઝંડા ગાડી દેશે. પણ અમદવાદના ક્રીકેટ રસીયાઓ માટે આવ્યા છે સારા સમાચાર. હવે ભારતમાં રમાનારી ઇન્ટરનેશનલ ક્રીકેટ સીરીઝ કે પછી આઈપીએલમાંની મેચમાંની કેટલીક મેચ તમે લાઈવ અમદાવાદના સ્ટેડિયમમાં પણ જોઈ શકશો.

 

View this post on Instagram

 

A post shared by 🏅S A N D E E P🏅 (@sandeep.panchaal) on


ગુજરાતના ક્રીકેટ રસીયાઓ માટે ખરેખર એ દુખની વાત હતી કે અમદાવાદના સ્ટેડિયમના ફાળે ઘણી ઓછી મેચો આવતી હતી અને જેના કારણે સ્થાનીક લોકો ક્રીકેટ મેચને લાઈવ સ્ટેડિયમમાં જોઈ નહોતા શકતાં. પણ હવે તેમ નહીં થાય કારણ કે અમદાવાદમાં બની રહ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રીકેટ સ્ટેડિયમ. અને જો વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં હોય તો એવું બની જ ન શકે કે મહત્ત્વની મેચ અહીં ન રમાય. ચોક્કસ રમાશે.

 

View this post on Instagram

 

A post shared by Traveling Eyesight (@traveling.eyesight) on


અહેવાલોનું માનવા જઈએ તો 2020 સુધીમાં ક્રીકેટ સ્ટેડિયમ સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે અને તેનું ઉદ્ઘાટન આઈપીએલની પ્રથમ મેચથી કરવામાં આવે. અને બની શકે કે આઈપીએલની ઓપનીંગ સેરેમની પણ આ જ સ્ટેડિયમમાં કરવામાં આવે. તો પડી ગયોને જલસો. હવે આઈપીએલની દરેક હલચલ પર નજર રાખજો. ક્યાંક સ્ટેડિયમની ટીકીટોનું બુકીંગ ચાલુ થઈ જાય અને તમે હાથમસળતા ના રહી જાઓ.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Live (@ahmedabad_live) on


તો ચાલો જાણીએ અમદાવાદમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રીકેટ સ્ટેડિયમ વિષે. તમને જણાવી દઈએ કે હાલ વિશ્વના સૌથી મોટા ક્રીકેટ સ્ટેડિયમનો ખિતાબ ઓસ્ટ્રેલિયા ખાતેના મેલબોર્ન ક્રીકેટ સ્ટેડિયમના નામે છે. આ સ્ટેડિયમની ક્ષમતા 1,00,024 દર્શકોને સમાવવાની છે. પણ અમદાવાદમાં બની રહેલા સ્ટેડિયમની ક્ષમતા તેના કરતાં પણ વધારે છે. આ સ્ટેડિયમ લગભગ 63 એકરની જમીન પર ફેલાયેલું છે.

 

View this post on Instagram

 

A post shared by ACTIONS OF AHMEDABAD (@actions_of_ahmedabad) on


અમદાવાદમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા ક્રીકેટ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોને સમાવી લેવાની ક્ષમતા છે. અને માત્ર અહીં વિશાળ સ્ટેડિયમ જ નથી બનાવવામાં આવી રહ્યું પણ. સ્ટેડિયમની સાથે સાથે તે જ સંકુલમાં ઓલંપિક સાઇઝનું સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવી રહ્યું છે અને સાથે સાથે ક્રીકેટ માટેના બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Akil Vlog (Youtuber) (@akil_vlog) on


આ ઉપરાંત ઇનડોર ક્રીકેટ એકેડેમી તો ખરી જ. અને આ ઇન્ડોર ક્રીકેટ એકેડેમીમાં છ ઇનડોર પ્રેક્ટીસ પીચો તેમજ 3 આઉટડોર પીચોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં માત્ર ક્રીકેટ ગ્રાઉન્ડની સાઇઝ જ નથી વધારવામાં આવી પણ તેની સાથે જોડાયેલી બીજી બાબોતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે તેનું પાર્કીંગ આ વિશાળ પાર્કીંગમાં ઓછામાં ઓછી 3000 કારોનું તેમજ 10000 ટુ વ્હિલરની જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આ સ્ટેડિયમાં 76 કોર્પોરેટ બોક્ષીસ, ચાર ટીમો માટે ડ્રેસીંગ રૂમ્સ અને ફેસિલિટીઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Saunu Gujarat (@saunu_gujarat) on


ગુજરાત ક્રીકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નાથવાણીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર સ્ટેડિયમનું નિર્માણ કાર્ય લગભગ પુરું થવા જઈ રહ્યું છે તેની તસ્વીરો શેયર કરી હતી. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ ગુજરાત ક્રીકેટ એસોસિએશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે

 

View this post on Instagram

 

A post shared by Harshendu oza (@harshoza19) on


તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડના લોર્ડ્સનું ક્રીંકેટ ગ્રાઉન્ડ અને ઓસ્ટ્રેલિયાનું મેલબોર્નનું ક્રીકેટ ગ્રાઉન્ડ જે કંપનીએ ડીઝાઈન કર્યા છે તે જ પોપ્યુલસ કંપનીએ અમદાવાદનું મોટેરા ખાતેનું સ્ટેડિયમ ડીઝાઈન કર્યું છે.

એકવાર આ સ્ટેડિયમનું નિર્માણ પૂર્ણ થતાં જ તે ક્રીકેટ ખેલાડીઓ માટે એક આઇકોનીક સ્પોર્ટ્સ પ્લેસ બની જશે. વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ બનતાં જ ગુજરાત ક્રીકેટ એસોસિએશનને વિશ્વના ખેલ જગતમાં એક આગવું સ્થાન મળી જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ