અનેક સમસ્યાઓમાં લાભદાયી છે આ વાસ્તુ ટિપ્સ, આજે જ કરો ટ્રાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો જણાવાયા છે જેનાથી તમે તમારા ઘરમાં શાંતિ અને ખુશહાલી લાવી શકો છો. જો નાના ઉપાયોથી સમસ્યાઓ હલ થઈ જતી હોય તો તમે પણ તરત જ આ ઉપાયો કરી લેશો.

વાસ્તુ અનુસાર ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સફાઈ હોવી જરૂરી છે. ઘરની સાથે આપણે ઘરની બહાર પણ સફાઈ રાખવી.
વાસ્તુ અનુસાર સાંજના સમયે ઘરમાં એક દીવો અવશ્ય કરવો. તેનાથી ઘરમાં યશ અને વૈભવ ઘટતા નથી. ભગવાનની કૃપા તમારા ઘર પર બની રહે છે.

image source

સાંજના સમયે ઘરની બધી લાઈટ્સને થોડી વાર ચાલુ કરવી. સાંજના સમયે ઘરમાં પ્રકાશ કરવાથી જીવનમાં પણ પ્રકાશ આવે છે.
જ્યારે તમે ખાવાનું ખાઓ છો તો કિચનથી વધારે દૂર બેસીને ન ખાઓ. આ સિવાય તમે ટેબલ પર ખાવાનું ખાઓ છો તે કાચનું ન હોય તેનું ધ્યાન રાખો.

image soucre

સૂર્યાસ્ત સમયે કોઈને દૂધ, દહીં કે ડુંગળી ન આપો. તેનાથી ઘરની બરકત ઘટે છે. સાથે ઘરની છત પર અનાજ કે ગોદડાં ન ધૂઓ. તમે તેને સૂકવી શકો છો. જો તમે આવું કરશો તો તમારા સાસરિયા સાથેના સંબંધો પર અસર થશે.

image source

ફળ ખાઈને તેનો કચરો કચરાપેટીને બદલે ઘરની બહાર ફેંકો, આમ કરવાથી તમને મિત્રોથી લાભ મળશે અને સાથે જ બિઝનેસ અને નોકરી સંબંધિત બાબતોમાં પણ શુભ સમાચાર મળી શકે છે.

image source

મહિનામાં એક વાર ગમે ત્યારે મિસરીવાળી ખીર બનાવો. પરિવારે સાથે બેસીને આ ખીર ખાવી. સૌ પહેલાં ખીર ઘરના વૃદ્ધ મહિલાને આપો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહેશે.

image source

ગુરુવારે ઘરમાં પીળી વસ્તુ બનાવીને ખાવી અને લીલી વસ્તુથી દૂર રહેવું. બુધવારે લીલી વસ્તુ ખાવી અને પીળી વસ્તુથી દૂર રહેવું. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ