કંગાળીનું કારણ છે તમારા દ્વારા થતી 8 ભૂલો, આજથી જ છોડો ખાસ આદતો

અનેકવાર જોવા મળે છે કે વ્યક્તિના જીવનમાં અચાનક કંગાળી, દુઃખ, દરિદ્રતા આવી જાય છે. આ સમયે વ્યક્તિ તેનું કારણ શોધી રહ્યો હોવા છતાં જાણી શકતો નથી. તમારી નાની ભૂલ કે આદતો પણ તમને કંગાળ બનાવી દે છે. આજે અમે તમને આ નાની વાતો જણાવીશું જેને સુધારી લેવાથી તમે કંગાળ બનતા અટકી શકો છો.

image source

વાસ્તુના અનુસાર કેટલીક નાની ભૂલો જીવનમાં કંગાળી લઈ આવે છે. તો આજથી સુધારી લો તમારી આ 8 નાની ભૂલો અને ચાલી નીકળો ધનવાન બનવાની રાહ પર.

જીવનમાં ભૂલથી પણ ન કરવી આ 8 ભૂલો

ઘરમાં ભગવાનની કોઈ એવી પ્રતિમા ન રાખો જે ખંડિત હોય કે પછી જેનું કોઈ અંગ ભંગ થઈ ચૂક્યું હોય. તેને નદીમાં તરત જ વિસર્જિત કરી લો. નહીં તો ધન સંબંધી મુશ્કેલીઓ તમારો પીછો છોડશે નહીં.

image source

ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં તિજોરી રાખવાથી પણ ધન સંબંધી મુશ્કેલીઓ આવતી રહે છે. તમારે ઘરમાં તિજોરીને દક્ષિણ દિશઆમાં રાખવી અને તે પણ દિવાલને અડાવીને. તેનું મોઢું ઉત્તર દિશામાં ખૂલે તેમ રાખો. આમ કરવાથી ધનમાં વધારો થશે.

image source

જો તમારા ઘરમાં કોઈ તૂટેલો કાચ છે અથવા તો બારીના કાચમાં તિરાડ પડી છે તો તરત જ તેને બદલાવી લો. તેનાથી ઘરમાં ધન સંબંધી મુશ્કેલીઓ આવે છે અને સાથે નેગેટિવ એનર્જી પણ ઘરમાં પ્રવેશે છે.

image source

બેડરૂમમાં ક્યારેય એંઠા વાસણ ન રાખો. તેનાથી કંગાળીની સાથે સાથે પરિવારની હેલ્થ પર પણ અસર પડે છે. બેડ નીચે જૂતા પણ ન રાખો. આ સિવાય રાતના સમયે સીન્કમાં એંઠા વાસણ પણ ન રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીન નારાજ થઈ જાય છે.

image soucre

ઘરમાં તમે કઢાઈનો ઉપયોગ કરો છો ત્યારે યાદ રાખો કે તેને અને તવાને ઉપયોગ બાદ સીધો ન રાખો. તેનાથી રાહુદોષ વધે છે. તેનાથી ફક્ત રૂપિયા સંબંધિત મુશ્કેલી આવે છે અને સાથે ઘરમાં ક્લેશનું વાતાવરણ પહે છે. હંમેશા આ બંને ચીજોને વાપર્યા બાદ ઊંધી રાખો.

ઘરમાં કોઈ પાણીનો નળ કે પાઈપ ખરાબ છે અને પાણી જઈ રહ્યું છે તો તેને તરત જ ઠીક કરાવો. વહેતું પાણી ગરીબી અને કંગાળીની તરફ ઈશારો કરે છે. આ સિવાય ન્હાયા બાદ બાથરૂમ તરત જ સાફ કરો. તેમ કરવાથી રાહુ હેરાનગતિ જન્માવતો નથી.

image source

સૂરજ ડૂબ્યા બાદ ઘરમાં ક્યારેય કચરો ન વાળવો. તેનાથી માતા લક્ષ્મી નારાજ ખાય છે અને ઘરની બરકત પર અસર થાય છે. આ સિવાય સાવરણી એવી જગ્યાએ રાખો જ્યાં તેની પર કોઈની નજર ન પડે.

image source

ઘરમાં એવા છોડ ન લગાવો જેની પર કાંટા હોય અને જેમાંથી દૂધ નીકળતું હોય. આ પ્રકારના છોડ ઘરમાં મુશ્કેલીઓ લાવે છે અને સાથે જ ધન સંબંધી મુશ્કેલીઓને વધારે છે. સાથે જ અનેક સમસ્યાઓનું કારણ પણ બને છે.

image source

તો આજથી જ જો તમે પણ કરો છો આમાંની કોઈ પણ ભૂલ તો સુધારી લો તમારી આદત અને ચાલી નીકળો ધનવાન બનવાના રાહ પર. જલ્દી જ તમારી પ્રગતિ નિશ્ચિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ