ના હોય, ઠંડીથી બચવા અહીંના લોકો કરે છે ખાસ ચટણીનો ઉપયોગ, જાણો કેવી રીતે બને છે

આપણે જીવનમાં અનેક પ્રકારની ચટણીઓનો સ્વાદ માણ્યો છે. જેમકે ટામેટાની ચટણી, ખજૂરની ચટણી, કોથમીરની ચટણી, લસણની ચટણી. પરંતુ આજે આપણે એવી ચટણીની વાત કરવાના છીએ જેને તમે ક્યારેય સાંભળી નહીં હોય અને બનાવી પણ નહીં હોય. આ નામ જાણમીને તમને આશ્ચર્યની સાથે સાથે નવાઈ પણ લાગશે. તમે કદાચ ક્યારેય તેને ખાશો પણ નહીં તે પણ શક્ય છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલના ઝાડમાં ઠંડીના દિવસોમાં લાલ કીડીની ચટણી ખાવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી સમાજના લોકોની માન્યતા છે કતે ઠંડીના દિવસોમાં આ લાલ કીડીની ચટણી ખાવામાં આવે તો ઠંડી લાગતી નથી, તેને ખાવાથી ભૂખ ઉઘડે છે. તેમાં ટેટરિક એસિડ હોય છે જે શરીર માટે લાભદાયી હોય છે.

image source

જમશેદપુરથી લગભગ 70 કિલોમીટર દૂર ચાકુલિયા પ્રખંડના મટકુરવા ગામ, જ્યાં ખાસ કરીને આદિવાસી સમાડના લોકો રહે છે. ઘટાદાર જંગલોની વચ્ચેનું આ ગામ સામાન્ય સુવિધાથી દૂર છે. અહીં આાદિવાસી સમાનજના લોકોનું કહેવું છે કે ઠંડી પડતાં જ અહીંના સાલ અને કરંજના ઝાડ પર લાલ કીડીઓ ઘર બનાવી લે છે. તેમના ઘર ચારે તરફ પાનથી ઢંકાયેલા ્ને ઉંચાઈ વાળી જગ્યાઓએ બનાવેલા હોય છે.

image source

ગ્રામીણોને જ્યારે ખ્યાલ આવે છે કે ઝાડ પર કીડીઓએ આવવાનું શરૂ કર્યું છે ત્યારે તેઓ ગામના લાકડાના ઝાડ પર ચઢીને તેને ડાળી સાથે તોડીને લાવે છે. તેને એક મોટી હાંડીમાં ખંખેરે છે. જેથી કીડીઓ એક જગ્યાએ ભેગી થાય છે. આ રીતે તેઓ કીડીઓ ભેગી કરે છે.

image source

જ્યારે તે મળે છે ત્યારે ઘરની મહિલાઓ તેને પત્થરની મોટી સીલ પર વાટે છે અને તેમાં મીઠું, મરચું, આદુ, લસણ મિક્સ કરે છે. તેને બારીક કરવા માટે લગભગ 30 મિનિટ સુધી પીસવામાં આવે છે. આ પછી કીડીઓ સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય છે. પછી લોકો પોતાના ઘરથી સાલના પત્તા લાવે છે અને તેમાં આ ચટણીને રાખે છે અને વહેંચીને ખાય છે. એક વર્ષના બાળકથી લઈને 50 વર્ષની ઉંમરની વ્યક્તિ પણ તેને ખાય છે.

image source

અહીંના લોકોનું માનવું છે કે આ લાલ કીડીઓ વર્ષમાં એક જ વાર આવે છે. આ કીડીની ચટણીને પૂર્વજો પણ ખાતા હતા. આ કારણે અમે પોતાને સ્વસ્થ રાખવા માટે લાલ કીડીની ચટણી ખાઈએ છીએ. ગામની મહિલાએ કહ્યું કે અમે ખાસ રીતે આ ચટણી બનાવીએ છીએ. જેનાથી તે સ્વાદિષ્ટ લાગે છે અને સ્વસ્થ પણ રહીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ