આ એક્ટ્રર્સે ફેકાઇ ગઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી, હવે તે કરે છે ના કરવાનુ આવુ કામ, PHOTOS

બોલીવૂડમાંથી એક્ઝિટ થયા બાદ લાઈમલાઈટમાંથી દૂરથઈ ગઈ હતી સમીરા રેડ્ડી, જુઓ હવે કેવી લાગે છે.

image source

સમીરા રેડ્ડીએ જ્યારે બોલીવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે તેણીને ખુબ જ બોલ્ડ અભિનેત્રી માનવામાં આવતી હતી.

તેણીએ પોતાની કેરિયરની શરૂઆત ખુબજ નાના પ્રોજેક્ટથી કરી હતી.

તેણીને ફિલ્મોમાં મુખ્ય પાત્ર માટે ખુબ જ ઓછો સ્કોપ મળ્યો હતો પણ તેણી આઇટમ સોન્ગ્સમાં ડાન્સ કરી કે પછી મ્યુઝિક આલ્બમ્સમાં અભિનય કરીને પોતાની કેરિયરને કેમે કરીને જીવંત રાખવા મથતી હતી.

image source

જો કે તેણીને ફિલ્મોમાં જોઈએ તેવી સફળતા નહોતી મળી અને છેવટે તેણે ફિલ્મ લાઈન છોડીને સંસાર વસાવવાનું જ યોગ્ય માન્યું અને આજે તેણી પોતાની પર્સનલ લાઈફમા ખુબ જ મસ્ત છે.

સમીરાનો જન્મ 14 ડિસેમ્બર 1980માં મુંબઈમા જ થયો હતો. સમીરા બાળપણથી જ ટોમબોયની ઇમેજ ધરાવતી હતી.

1998માં તેણીએ પંકજ ઉધાસની જાણીતી ગઝલ ઓર આહિસ્તામાં કામ કર્યું હતું અને ત્યારથી તેણી લોકોમાં જાણીતી બની ગઈ હતી.

image source

લોકોને પંકજ ઉધાસની આ ગઝલ તેમજ તેને જે રીતે ફિલ્માવવામાં આવી હતી તે ખુબ જ પસંદ આવ્યું હતું. પંકજ ઉધાસ બાદ તેણીએ જગજીત સિંહની જાણીતી ગઝળ તેરે આને કી જબ ખબર મહકેમાં પણ અભિનય કર્યો હતો.

ત્યાર બાદ સમિરાને પોતાની કેરિયનો સૌથી મોટો બ્રેક સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન સાથે ફિલ્મ મેને દિલ તુજકો દિયામાં મળ્યો હતો જે એક રોમેન્ટિક ડ્રામા હતી.

image source

આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી હતી તો કેટલાકને નોહતી પસંદ આવી ત્યાર બાદ તેણીએ ફિલ્મ મુસાફિરમાં કામ કર્યું જેમાં તેણીએ પોતાની ઇમેજ જ બદલી નાખી તેમાં તેણી ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

મુસાફિર ફિલ્મના ગિતો આજે પણ લોકોને ખુબ પસંદ છે.

ત્યાર બાદ તેણે જોહ્ન અબ્રાહમ સાથે ફિલ્મ ટેક્સી નંબર 9211માં કામ કર્યું ત્યાર બાદ, રેસ, દે દના દન, આક્રોશ ચક્રવ્યૂહ વિગેરે ફિલ્મોમાં કામ કર્યું.

image source

હિન્દી ફિલ્મો ઉપરાંત સમીરાએ કેટલીકે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

પણ 2012થી તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ટાટા-બાય બાય કહી દીધું અને આજે તેણી બે બાળકોની માતા છે અને પોતાની લાઈફમાં ખૂબ જ સુખી છે.

જો કે તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા પોતાના ફેન્સના ટચમાં ચોક્કસ રહે છે.

image source

સમીરા રેડ્ડી પોતાની કેરિયર દરમિયાન કેટલાક વિવાદોમાં પણ પડી હતી. પણ વિજય માલિયા સાથેની તેની તસ્વીરે ઘણી હોહા મચાવી હતી. આ વિષે સમીરા રેડ્ડીએ ઇન્ટર્વ્યૂઝમાં અવારનવાર જણાવ્યું છે કે વિજય માલિયા તેના અંકલ છે.

થોડા સમય પહેલાં તેણીની પ્રેગ્નન્સીની તસ્વીરો વાયરલ થઈ હતી.

image source

ત્યાર બાદ તેણીના બેબી શાવરની તસ્વીરો અને ત્યાર બાદ તેણીના બાળકનો જન્મ આ બધું જ તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેન્સ સાથે અવારનવાર શેર કરતી જોવા મળે છે.

સમીરાએ 2014માં લગ્ન કર્યા હતા અને 2015માં તેણી પહેલીવાર માતા બની હતી ત્યાર બાદ આ વર્ષે તેણી ફરી એકવાર માતા બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ