આ 5 રાશિના લોકો 24 જાન્યુઆરી સુધી થઇ જાવો સાવધાન, નહિં તો પછી…

શનિની માર્ગી ચાલના થોડા જ દિવસો બાકી, આ 5 રાશિના લોકોએ રહેવું સાવધાન

image source

18 સપ્ટેમ્બર 2019થી શનિ માર્ગી થયો છે અને ઉલટી ચાલ શરૂ કરી હતી. હવે શનિ 24 જાન્યુઆરી 2020 સુધી આ અવસ્થામાં રહેશે.

શનિની સીધી ચાલ શરૂ થવામાં હવે થોડા દિવસ બાકી છે. આ સમય દરમિયાન છ રાશિ પર ખરાબ અસરો થવાની શક્યતાઓ વધુ છે.

image source

તો ચાલો જાણીએ કઈ કઈ છે આ છ રાશિ અને શનિના આ મહાપ્રકોપથી બચવા કયા ઉપાય કરવા જોઈએ.

વૃષભ

આ રાશિથી અષ્ટમ ભાવમાં માર્ગી શનિ કાર્યમાં પરેશાની સાથે મનને હતાશ કરશે, આ સમયે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

ઉપાય- પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો બનાવો અને માતાના ચરણ સ્પર્શ કરો. આ સિવાય નિયમિત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

મિથુન

આ રાશિના જાતકના સાતમા સ્થાનમાં માર્ગી શનિ ધંધામાં વધારો કરશે અને લગ્નજીવનમાં ખટરાગ ઊભો કરી શકે છે. મિથુન રાશિના જાતકોએ મહારાજા દશરથકૃત નીલ શનિ સ્તોત્રનો પાઠ વાંચવો જોઇએ.

ઉપાય– તમારા જમણા હાથની મધ્યમા આંગળીમાં કાળા ઘોડાની નાળમાંથી બનેલી વીંટી શનિવારે સાંજે ધારણ કરવી.

કર્ક રાશિ

છઠ્ઠા ભાવનો માર્ગી શનિ મુશ્કેલીઓ વધારી શકે છે અને આ સમયગાળા દરમિયાન ગુસ્સો કરવાથી બચવું.

ઉપાય– ભગવાન શિવના મંદિરમાં તલના તેલનો દીવો કરી શિવાષ્ટકનો પાઠ કરવો શનિવારે લોખંડના વાટકામાં સરસવનું તેલ ભરી અને તેમાં પોતાનો ચહેરો જોયા પછી તેનું દાન કરો.

કન્યા

કર્ક રાશિના ચોથા ભાવનો માર્ગી શનિ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે પરંતુ સખત મહેનત બાદ તમને તમારા કાર્યમાં સફળતા મળશે.

ઉપાય– શનિવારના દિવસે પીપળના ઝાડની સાત પ્રદક્ષિણા કરો અને ભગવાન હનુમાનને ગોળ ચઢાવો. શનિદેવના બીજમંત્રનો નિયમિત જાપ કરો.

મકર

આ રાશિના બારમા ઘરનો માર્ગી શનિ વિદેશ યાત્રાનો યોગ સર્જશે અને ખર્ચ પણ વધારશે. શનિ સ્તોત્ર નિયમિત વાંચવું.

ઉપાય: ॐ શં શનિશ્ચરાય નમ: મંત્રનો 108 વખત જાપ કરવો અને પીપળાને જળ ચઢાવવું.

24 જાન્યુઆરીએ શનિ ફરીથી વક્રી થઈ જશે. ત્યારબાદ આ રાશિઓ પરનો પ્રભાવો ઘટી શકે છે. પરંતુ તે પછી 2020 માં કેટલીક રાશિના જાતકો શનિની સાડાસાતીથી અસરગ્રસ્ત થશે. તો ચાલો આપણે જાણીએ કે 2020 માં શનિની નજર કઈ કઈ રાશિ પર પડશે.

2020માં શનિ કેવી હશે શનિની ચાલ

image source

શનિ 24મી જાન્યુઆરીએ ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે. આ વર્ષે શનિ 11 મેથી 29 સપ્ટેમ્બર દરમિયાન મકર રાશિમાં વક્રી રહેશે. ધન અને મકર રાશિમાં પહેલાથી જ સાડાસાતી ચાલી રહી છે.

ત્યારબાદ હવે કુંભ રાશિ પર પણ સાડાસાતી આવશે. ચાલો આપણે જાણીએ કે 2020માં શનિની સાડાસાતી કઇ રાશિના જાતકો માટે જોખમી હશે.

ધન

ધન રાશિના લોકોએ 2020માં સાવચેત રહેવાની જરૂર છે. આવતા વર્ષે શનિની સાડાસાતીની અસરો ધન રાશિના લોકો પર થશે. સાડાસાતી આ તેના અંતિમ ચરણમાં હશે

મકર

આવતા વર્ષે શનિનું ગોચર મકર રાશિમાં હશે. વર્ષ 2020માં આ રાશિમાં શનિની સાડાસાતી બીજા તબક્કાની હશે.

કુંભ

આગામી વર્ષમાં કુંભ રાશિ માટે પણ ચિંતાજનક બની શકે છે. 2020માં સાડાસાતીનો તબક્કો પ્રારંભ થઈ રહ્યો છે. આ આગામી 5 વર્ષ સુધી શનિ તમારી કુંડળીમાં જ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ