આ વૃદ્ધનો ઠાઠ જાણી તમે ચકિત થઈ જશો. મોદી પણ તેમના ઓર્ડર માને છે…

ગુરુજી સંભાજી ભીડેના ઠાઠ જાણી તમે ચકિત થઈ જશો. મોદી પણ તેમના ઓર્ડર માને છે – ચાલો જાણીએ આ અડીખમ વૃદ્ધ વિષે.

 

View this post on Instagram

 

A post shared by PratapSinh RajeBhosle (Rana) (@pratap_rpb) on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભેલો આ દૂબળો-પાતળો વૃદ્ધ દેખાવે ભલે એક સામાન્ય માણસ લાગે, પણ તેમને ઓછા ન આંકશો. તેમનો ઠાઠ એવો છે કે પ્રધાનમંત્રી મોદીથી લઈને મહારાષ્ટ્રના સીએમ પણ તેમના ઓર્ડર માને છે.

 

View this post on Instagram

 

A post shared by Marathi Manus (@marathi__manus_) on

આ વડિલનું નામ છે સંભાજી ભિડે ગુરુજી, જે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી આવે છે. પેલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આરોપીની હત્યાકરી તેના શવને બાળી નાખવાના મામલામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા બાદ તાજેતરમાં જ લાઈમલાઈટમાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sambhajirao Bhide Guruji (@bhide_guruji) on

જણાવી દઈએ કે ગુરુજીના નામથી ખ્યાતનામ સંભાજી પૂણે યુનિવર્સિટીમાંથી એમએસસી (એટોમિક સાયન્સ)માં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ ઉપરાંત તેઓ જગજાહેર ફર્ગ્યુસન કેલેજમાં ફિઝિક્સના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.

શિવાજી મહારાજને પોતાનો આદર્શ માનનારા ગુરુજીને મહારાષ્ટ્રના લોકોનું ખુબ જ પીઠબળ મળેલું છે. લોકસભાની ચુંટણી દરમિયાન મોદી જ્યારે સાંગલી આવ્યા હતા ત્યારે સુરક્ષા વર્તુળ તોડી ભિડે ગુરુજીને મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi.updates) on

એટલું જ નહીં, રેલીમાં મોદીએ એટલે સુધી કહ્યું હતું કે, “હું ભિડે ગુરુજીના બેલાવવા પર નથી આવ્યો. પણ તેમનો આદેશ સમજીને સાંગલી આવ્યો છું.”

શિવ પ્રતિષ્ઠાન સંસ્થા ચલાવતા ભિડે ગુરુજીનો મોભો મોદી સુધી જ સિમિત નથી. એક વાર તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ તેમને મળવા માટે તેમનું રુટીન બદલી નાખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Devendra Fadnavis (@devendra_fadnavis) on

સાયકલ પર સવારી કરનાર ભિડે ગુરુજીની ઉંમર 85 વર્ષને પાર કરી ગઈ છે તેમ છતાં તેઓ આજે પણ તંદુરસ્ત છે. તેમના વિષે કહેવામાં આવે છે કે તેઓ ચપ્પલ પણ નથી પહેરતા.

 

View this post on Instagram

 

A post shared by शुभम विनायकराव ठिगळे (@shubham.thigale) on

કહેવાય છે કે ગુરુજીએ આજ સુધી જે નેતાનું ચુંટણીમાં સમર્થન કર્યું છે તે જ નેતાની જીત થઈ છે. જો કે, ગુરુજી ક્યારેય કોઈ રાજનૈતિક દળ સાથે જોડાયા નથી.

 

View this post on Instagram

 

A post shared by PratapSinh RajeBhosle (Rana) (@pratap_rpb) on

સૌથી મોટી વાત તો એ છે કે નેતાઓ વચ્ચે તેમનો આટલો દબદબો હોવા છતાં તેમને ન તો પોતાનું ઘર છે કે નતો તેમની પોતાની કોઈ સંપત્તિ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ