આ વાતો જાણ્યા બાદ છોકરાઓ લગ્ન માટે માત્ર જાડી છોકરીને જ પસંદ કરશે..

એક સંશોધન દ્વારા જાણવા મળેલી આ માહિતી તમને પણ ચોંકાવી દેશે.

આજે હું નવા આર્ટીકલની શોધમાં નેટ સર્ફ કરી રહી હતી કે મારી નજર એક વિચિત્ર સંશોધન પર પડી. અને મને તરત જ મારી બહેનપણીને મળવાનું મન થઈ આવ્યું. સંશોધનનો મુદ્દો હતો લગ્ન માટે જાડી છોકરી કે પાતળી છોકરી બન્નેમાંથી કોણ સારું.

તે સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે જાડી છોકરી સાથે લગ્ન કરવાના વધારે ફાયદા હોય છે. મારી બહેનપણીના લગ્ન તેની મેદસ્વીતાના કારણે થઈ નથી શકતા. માટે હું તેના માટે ખુબ જ ખુશ છું. કારણ કે આ કારણસર તે ખુબ જ નિરાશ રહ્યા કરે છે.

પણ આ જે સંશોધન મારા ધ્યાનમાં આવ્યું છે તેને વાંચ્યા બાદ કોઈ છોકરી પેતાની મેદસ્વીતાના કારણે નિરાશ નહીં થાય.

પાતળી છોકરીઓને વધારે સ્ફૂર્તિલી માનો છો.

સામાન્ય રીતે આપણી એવી સામાન્ય માન્યતા હોય છે કે પાતળી છોકરી જાડી છોકરી કરતાં વધારે સ્ફૂર્તિલી હોય છે. પણ જ્યારે તમે આ સંશોધનને વિગતવાર વાંચશો ત્યારેતમને ખ્યાલ આવશે કે તમારી પાતળી છોકરી અને જાડી છોકરી માટેની કેટલીક માન્યતાઓ ખોટી છે.

આ સંશોધન દ્વારા જે હકીકતો સામે આવી છે તે વાંચીને છોકરાઓ હવે જાડી છોકરીને લગ્ન માટે પસંદ કરવા લાગશે. ચાલો જાણીએ આ રીસર્ચમાં એવું તે શું છે કે આખું પાસું જ પલટાઈ ગયું.

પાતળી છોકરીઓ વધારે રિઝર્વ્ડ (અંતરમુખી) હોય છે.

સંશોધન પ્રમાણે પાતળી છોકરીઓ જાડી છોકરીઓ કરતાં વધારે રિઝર્વ્ડ અને અનફ્રેન્ડલી હોય છે. તે પોતાની લાગણીઓને ઓછી અભિવ્યક્ત કરે છે. જ્યારે મોટી છોકરીઓ વધારે ફ્રેન્ક હોય છે.

જાડી છોકરીઓ સાથે છોકરાઓ વધારે ખુશ રહે છે

આ સંશોધન પ્રમાણે જે છોકરાઓ જાડી છોકરીઓ સાથે સંબંધ ધરાવતા હોય તે વધારે ખુશ રહે છે. હંમેશા પ્રસન્ન રહે છે.

કોઈ પણ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરે છે આવા છોકરીઓ જે છોકરાઓ જાડી છોકરીઓ સાથે રિલેશનશીપમાં હોય છે તે તેમના જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળતાથી હસતાં હસતાં કરે છે.

જાડી છોકરીઓ પોતાના પાર્ટનરને વધારે ખુશ રાખે છે.

સંશોધન પ્રમાણે, જાડી છોકરીઓ પોતાના પતિને પાતળી છોકરીઓની સરખામણીએ વધારે ખુશ રાખે છે. એમ પણ એ વાત તો બધા જાણે છે કે ખુશ રહેતાં લોકો વધારે લાંબુ જીવન જીવે છે.

પાર્ટનરની જરૂરિયાતો જાડી છોકરી સારી રીતે પૂરી કરી શકે છે.

રીસર્ચમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે જાડી છોકરીઓ પોતાના પાર્ટનરની જરૂરિયાતો પૂરી કરવામાં પાતળી છોકરીઓ કરતાં વધારે સારી પુરવાર થાય છે.

જાડી છોકરીઓ કોઈનાથી ઓછી નથી હોતી

જો તમે પણ આજે લગ્ન માટે પાતળી છોકરી જ શોધતા હો તો તમારા વિચારો બદલો. જાડી છોકરીઓ પણ કોઈનાથી ઓછી નથી હોતી. જે હવે રિસર્ચમાં પણ સાબિત થઈ ગયું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ