Comedy Circusની ગંગુબાઈ થઇ ગઇ હવે બહુ મોટી, આ રીતે ઘટાડી દીધું 22 કિલો વજન, જોઇ લો તસવીરોમાં હવે કેવી દેખાય છે

હવે મોટી થઈ ગઈ છે Comedy Circus ની ગંગુબાઈ એટલે કે, સલોની, લોકડાઉન દરમિયાન ઘટાડ્યું ૨૨ કિલો વજન, હવે દેખાય છે અત્યંત ખુબસુરત.

image source

૧૯ વર્ષની ઉમર ધરાવતી આ અભિનેત્રી એકવાર ફરીથી ચર્ચામાં છે કારણ છે તેમનું વજન પરંતુ આ વખતે તેઓ પોતાના વધી ગયેલા વજનને લઈને નહી પરંતુ વજન ઘટાડી દેવાના લીધે ચર્ચામાં આવી છે. દેશમાં લોકડાઉન દરમિયાન સલોનીએ પોતાનું ૨૨ કિલો વજન ઘટાડ્યું છે.

image source

૯ વર્ષની ઉમર ધરાવતી ગોલુ મોલુ અને ક્યુટ દેખાતી છોકરી સલોની દૈની. જેને ગંગુબાઈ બનીને લોકોને ખુબ હસાવ્યા છે. જેની કોમિક ટાઈમિંગ મોટા મોટા કલાકારોના પરસેવો છોડાવી દેતી હતી. જયારે કોમેડી સર્કસ મહાસંગ્રામમાં આ છોટા પેકેટ બડા ધમાકા જોવા મળ્યો હતો તો એમની કોમેડીએ બધાને અચરજમાં મૂકી દીધા હતા. પરંતુ હવે સલોની દૈની (saloni daini) મોટી થઈ ગઈ છે અને અત્યંત ખુબસુરત પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_)

૧૯ વર્ષની આ અભિનેત્રી હવે એકવાર ફરીથી ચર્ચામાં છે… કારણ છે એમનું વજન.. પરંતુ આ વખતે તેણે પોતાના વધી ગયેલ વજનને લઈને નહી પરંતુ વજન ઘટવાના લીધે ચર્ચામાં આવી છે. લોકડાઉન દરમિયાન સલોનીએ પોતાનું ૨૨ કિલો વજન ઘટાડ્યું છે.

લોકોની કમેન્ટથી થઈ ગઈ હતી હેરાન.

image source

અભિનેત્રી સલોની દૈનીએ બાળ કલાકાર તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. પરંતુ જેમ જેમ તે મોટી થતી ગઈ તો તેમને પોતાના વજનને લઈને કેટલાક પ્રકારના કમેન્ટનો સામનો કરવો પડ્યો. હાલમાં જ સલોનીએ પોતે જણાવ્યું છે કે, ‘મને આવા કમેન્ટ મળતા હતા- ભેસ લાગી રહી છે, કેટલી જાડી છે, કેટલું ખાઇશ એક દિવસ ફૂટી જઈશ અને આ પ્રકારના કેટલીક બીજી વાતો.’

કમેન્ટ વાંચીને નિરાશ થઈ નહી સલોની.

image source

ત્યાં જ આવા કમેન્ટને વાંચીને સલોની દૈનીને ખરાબ તો લાગતું હતું પરંતુ તે ક્યારેય નિરાશ થઈ નહી. અને તેમણે પોતાને નકારાત્મકતા માંથી બહાર પણ રાખી. સલોનીના જણાવ્યા મુજબ, ‘હું જીવનમાં સારી વસ્તુઓની દિશામાં કામ કરતી રહું છું અને એવા લોકો વિષે વિચારતી નથી. લોકડાઉન દરમિયાન અત્યાર સુધી મેં ૨૨ કિલો વજન ઘટાડી દીધું છે.’

અત્યંત ખુબસુરત છે સલોની દૈની.

 

View this post on Instagram

 

A post shared by Saloni (@salonidaini_)

સલોની નાનપણમાં જેટલી ગોલુ મોલુ અને ક્યુટ હતી ત્યાં જ હવે આ કલાકાર ખુબ જ ખુબસુરત થઈ ગઈ છે. એમની ટ્રાન્સફોર્મેશનના ફોટોસ હાલના દિવસોમાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

આવી રીતે થઈ કોમેડીમાં એન્ટ્રી.

image source

સલોની આ સમયે ૧૯ વર્ષની છે અને જયારે તેમણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી ત્યારે તે ફક્ત ૩ વર્ષની હતી. સલોનીએ પહેલા મરાઠી સીરીયલ્સ અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. એટલા માટે સલોનીને સૌથી યંગ કોમેડિયન તરીકે પણ જાણવામાં આવે છે. પોતાના કરિયર વિષે વાત કરતા સલોની જણાવ્યું હતું કે, જયારે હું પહેલા ધોરણમાં હતી ત્યારે મને કામ કરવાની અને કોમેડી કરવાની ઈચ્છા હતી નહી. પરંતુ અચાનક, છોટે મિયા સામે આવ્યા અને ઈ જ ક્ષણે મારા વિચાર બદલાઈ ગયા. આ ઘણી નવાઈની વાત હતી અને મને અનુભવ થયો કે, આ જ તે વસ્તુ છે જેનાથી હું પ્રેમ કરું છું. આ મારા જીવનનો સૌથી સારો ભાગ રહ્યો છે અને હું એને ક્યારેય પણ નહી ભૂલી શકું.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ