ગાયોની રક્ષા અને સંવર્ધન માટે શિવરાજ સરકાર બનાવશે Cow Cabinet, આ સમયે થશે શરૂઆત

મધ્ય પ્રદેશમાં ગૌધન સંરક્ષણ અને સંવર્ધન માટે ગૌ કેબિનેટ બનાવાનો નિર્ણય લેવામાં આવે છે. પશુપાલન, વન, પંચાયત અને ગ્રામીણ વિકાસ, રાજસ્વ, ગૃહ અને ખેડૂત કલ્યા વિભાગ, ગૌ કેબીનેટમાં સમાવેશ થશે. સીએમ શિવરાજસિંહ ચોહને કહ્યું કે ગૌ કેબિનેટની પહેલી બેઠક ગોપષ્ટમીના દિવસે 22 નવેમ્બરના રોજ બપોર 12 વાગ્યે ગૌ અભયારણસાલરિયા આગર માલવામાં યોજાશે.

ગૌ કેબીનેટ બનાવવાનો નિર્ણય

image source

મધ્ય પ્રદેશના સી.એમ. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું, પ્રદેશમાં ગોધન સંરક્ષણ અને સંવર્ધન માટે ગૌ કેબીનેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલન, વન, પંચાયત અને ગ્રામીણ વિકાસ, રાજસ, ગૃહ અને ખેડૂત કલ્યાણ વિભાગ ગૌ કેબિનેટમાં સામેલ હશે. 22 મી નવેમ્બરના ગોપષ્ટમીના રોજ સવારે 12 વાગ્યે ગૌ અભયાન, આગર માલવામાં પહેલી સભા યોજાશે.

5 વર્ષ સુધીની જેલની સજા

image source

મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા સત્રમાં શિવરાજ સરકાર લવ જેહાદને લઈને ધર્મ સ્વાતંત્ર્ય કાયદા માટે વિધેયક રજૂ કરવાંમાં આવશે અને કાયદો બની ગયા બાદ બિન જામીન પાત્ર ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને 5 વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે.

યુપીમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની જાહેરાત

image source

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની જાહેરાત કરી છે. જૌનપુરની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં બહેન-દીકરીઓની ઈજ્જત સાથે ખેલનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ અલાહાબાદ હાઈકોર્ટે પણ ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ગણાવ્યું હતું. ત્યારબાદ હવે ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ કરનારા પર ‘યોગી એટેક’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોતાના કડક અંદાજ માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવે રાજ્યમાં લવ જેહાદ કરનારાઓને કડક ચેતવણી આપી છે. જૌનપરુની ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં બહેન દીકરીઓની ઈજ્જત સાથે રમત રમનારાઓને પહોંચી વળવા જલદી નવો કાયદો લાવવામાં આવશે. ભોળી છોકરીઓને જાણી જોઈને પોતાની જાળમાં ફસાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

હરિયાણા લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

image source

હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે રવિવારે કહ્યુ કે રાજ્ય સરકાર લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાનો વિચાર કરી રહી છે. વિજે એક ટ્વીટમા કહ્યુ- ‘હરિયાણામાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે કહ્યુ હતુ કે, લહ જેહાદને કડક રીતે રોકવા માટે કાયદો બનાવશે. તેમણે ચેતવણી આપી હતી કે લોકો વહુ-પુત્રીઓની આબરૂ વિરુદ્ધ છેડછાડ કરી રહ્યાં છે, જો તે નહીં સુધરે તો રામ નામ સત્ય છેની તેની અંતિમ યાત્રા નિકળવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ