KBC: લગ્ન પછી પૂરો કર્યો અભ્યાસ, આત્મનિર્ભર બનવાના સપનાએ આ મહિલાને પહોંચાડી દીધી હોટ સીટ પર…

કૌન બનેગા કરોડપતિ ઘણા લોકોના સપના સાકાર કરી રહ્યુ છે. તો ઘણા લોકોને જીવન જીવવાની પ્રેરણ આપી રહ્યું છે. ઘણા એવા સ્પર્ધકો કૌન બનેગા કરોડપતિ આવ્યા જેમની કહાની શાંભળીને આપણને જુસ્સો આવી જાય છે. ખુદ અમિતાભ બચ્ચન પણ તેમની હિમ્મતને સલામ કરી ચુક્યા છે.

કૌન બનેગા કરોડપતિમાં, આ વર્ષે મહિલાઓની બાદશાહત કાયમ છે. બે સ્પર્ધકો તો પહેલા જ કરોડપતિ બની ઇતિહાસ રચી ચુકી છે. હવે બીજી એક મહિલા સ્પર્ધક તેના નોલેજના દમ પર બધાને આશ્ચર્યમાં મુકવા માટે તૈયાર છે. મેકર્સ તરફથી સોશિયલ મીડિયા પર એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં લક્ષ્મી નામની સ્પર્ધકની કહાની બતાવવામાં આવી છે.

જ્ઞાનના દમ પર હોટસીટ સુધીની સફર

લક્ષ્મીના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થઈ ગયા હતા. તે સમયે તે માત્ર 10 ધોરણ સુધી જ ભણી શકી હતી. પરંતુ ભણવાની ઇચ્છાએ તેને એટલો ઉત્સાહ આપ્યો કે લગ્ન કર્યા પછી પણ તેણે પોતાની જાતને શિક્ષણથી દૂર ન રાખી. લગ્ન બાદ તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારે તેમને બાળકો પણ થઈ ગયા હતા, પરંતુ આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન તેમને ક્યારેય બંધ કર્યું નહોતું. તેણી સતત મહેનત કરતી રહી. પોતાની જાતને સશક્ત બનાવાના ઈરાદાએ તેને કેબીસીના મંચ સુધી લઈ આવી.

અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા

લક્ષ્મીના સંઘર્ષને જાણીને ખુદ અમિતાભ બચ્ચન પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે માત્ર લક્ષ્મીની પ્રશંસા જ ન કરી પરંતુ દરેકને સંદેશ પણ આપ્યો. અમિતાભે કહ્યું- જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ્ઞાન મેળવવું જોઈએ. કેબીસી પણ છેલ્લા ઘણાં વર્ષોથી આ મૂળ સિદ્ધાંત સાથે આગળ વધી રહ્યું છે. આ વખતે પણ સિઝનમાં એક થીમ રાખવામાં આવી છે જેણે દરેકને પ્રેરણા આપી છે. દરેક સેટબેકનો જવાબ કમબેક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સ્પર્ધકોની કહાની બધા દર્શકોમાં ઉત્સાહ ભરી રહી છે. બધાના મનમાં કઈક કરી બતાવવાની તમન્ના જાગી રહી છે.

આ સિઝનમાં 2 કરોડપતિ મળ્યા

લક્ષ્મીની વાત કરીએ તો તેણે 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા છે. પ્રોમોમાં અમિતાભ તેમને 25 લાખનો સવાલ પૂછતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, તેઓ તેમના જ્ઞાનના આધારે કેટલા પૈસા જીતે છે તે જોવા માટે સૌ ઉત્સાહિત છે.

image source

મંગળવારના એપિસોડની વાત કરીએ તો આઈપીએસ અધિકારી મોહિતા શર્માએ એક કરોડ રૂપિયા જીત્યા હતા. તે આ સીઝનનની બીજી સ્પર્ધક છે જેમણે આ સિદ્ધી પ્રાપ્ત કરી હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ