બાળપણથી લઈને અત્યાર સુધી સલમાન ખાનનો લુક બદલાતો ગયો આ રીતે, જોઇ લો વર્ષો જૂની UNSEEN તસવીરો

બોલિવુડના દબંગ ખાન તરીકે ઓળખાતા સલમાન ખાનને કોઈ ઓળખાણની જરૂર નથી. બોલિવુડના ટોપના એક્ટરમાં સલમાન ખાનની ગણતરી થાય છે. સલમાન ખાનનો જન્મ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સલમાન ખાનનું આખું નામ અબ્દુલ રાશીદ સલીમ સલમાન ખાન છે. બોલીવુડમાં કામ કરતા કરતા એમને લગભગ 30 વર્ષ જેટલો સમય થી ચુક્યો છે. આ સમયગાળા દરમિયાન સલમાન ખાને એક કરતાં એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. સલમાને વર્ષ 1988માં ફિલ્મ બીવી હો તો એસીથી ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સલમાન ખાનના લુકમાં ઘણો ફેરફાર થયો છે. તો ચાલો જોઈ લઈએ એમના કેટલાક વર્ષો જુના ફોટા જેમાં સલમાન સાવ જુદા જ લાગતા હતા.

image source

સલમાન ખાન બાળપણથી જ ઘણા ક્યૂટ હતા. એમનો આ ફોટો ત્યારનો જણાય છે જ્યારે એમની ઉંમર એક વર્ષ કરતા પણ ઓછી હતી. ફોટામાં એ ખોળામાં બેઠેલા છે અને કેમેરા તરફ જોઈ રહ્યા છે.

image source

સલમાન ખાન અહીંયા તેમના મિત્રો સાથે બેઠેલા દેખાઈ રહ્યા છે. ફોટો જોઈને જો તમે હજી સુધી સલમાન ખાનને ન ઓળખી શક્યા હોય તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આમાંથી સલમાન ક્યાં છે.આમ તો અભિનેતાને ઓળખવા એટલા પણ અઘરા નથી. તમને જણાવી દઈએ કે મોટી મોટી આંખો વાળો છોકરો જ સલમાન ખાન છે .

image source

સલમાન ખાન પોતાના ભાઈ બહેન સાથે છે. સૌથી પહેલા સલમાન ખાન ઉભા છે.એ પછી અરબાઝ, અલવીરા અને સોહેલ ઉભા રહીને ફોટો પડાવી રહ્યા છે. આજે પણ સલમાનનું પોતાના ભાઈ બહેનો સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે.

image source

એ તો બધા જ જાણે છે કે સલમાન ખાન પોતાના પરિવારની ખૂબ જ નજીક છે. એ પોતાના માતા પિતા સાથે જ રહે છે. ફોટામાં સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાન, ભાઈ અરબાઝ ખાન અને માતા સલમાં ખાન સાથે દેખાઈ રહ્યા છે.

image source

સલમાન ખાનનો આ ફોટો એમના કરિયરના શરૂઆતના દિવસોનો છે જ્યારે એ ખૂબ જ પાતળા હતા. એ પછી સલમાને પોતાની ફિટનેસ પર ધ્યાન આપ્યું અને આજના સમયમાં એ બધા માટે જ એક મિસાલ બની ગયા છે.

image source

સલમાન ખાન સાથે અરબાઝ ખાન અને સોહેલ ખાન છે. આ ફોટો થોડા વર્ષો પહેલાનો છે. ત્યારે એમનો લુક એકદમ જ અલગ હતો અને એમને ટૂંકા વાળ રાખ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત