આ સેેલેબ્સના એવી રીતે બ્રેકઅપ થયા હતા કે ના પૂછો વાત, જે જાણીને તમને પણ લાગશે ઝાટકો

ક્યારેક એકબીજા માટે જીવ આપી દેવા તૈયાર હતા આ કલાકારો, બ્રેકઅપની ખબરે ફેન્સને પણ કરી દીધા હતા હેરાન.

ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કલાકારોના કામની સાથે એમની અંગત જિંદગી પણ ચર્ચામાં રહે છે. ઘણા કલાકારોનો સાથ ડેટિંગથી શરૂ કરીને લગ્ન સુધી પહોંચી જાય છે તો ઘણાનું બ્રેકઅપ થઈ જાય છે. તો ચાલો ટીવીના એ કલાકારો પર નજર નાખીએ જે પોતાના અફેરની ખબરને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યા પણ એમનો સાથ લાંબા સમય સુધી ન ટકી શક્યો.

ગૌહર ખાન અને કુશાલ ટંડન.

image source

બિગ બોસ 7માં ગૌહર ખાન અને કુશાલ ટંડન એકબીજાની નજીક આવતા દેખાયા હતા. એટલે સુધી કે કુશાલ અને ગૌહરે શોમાં પોતાનો સંબંધ પણ બધાની સામે સ્વીકારી લીધો હતો. શો ખતમ થયા પછી થોડા દિવસ સુધી બંનેના સંબંધ ચાલ્યા પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. જો કે કુશાલ અને ગૌહર આજે પણ સારા મિત્રો છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા.

image source

દિવ્યાંકા ત્રિપાઠીએ ઝી ટીવીની સીરિયલ બનું મેં તેરી દુલહનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં દિવ્યાંકાના કોસ્ટાર શરદ મલ્હોત્રા હતા. આ શો દરમિયાન જ દિવ્યાંકા શરદને દિલ આપી બેઠી હતી. દિવ્યાંકા અને શરદ લગભગ આઠ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. આ બંનેની જોડી બધાને ખૂબ જ ગમતી હતી અને પ્રખ્યાત પણ હતી. પણ આઠ વર્ષના રિલેશન પછી વર્ષ 2015માં બંનેના રસ્તા અલગ થઈ વ્યા. બંનેના અલગ થયા પછી એ વાત સામે આવી હતી કે શરદ દિવ્યાંકાને દગો આપી રહ્યા હતા.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી.

image source

બિગ બોસ સિઝન 7માં તનીષા મુખર્જી અને અરમાન કોહલીની જોડી ખૂબ જ ચર્ચામાં રહી હતી. બંનેને એકસાથે સમય પસાર કરતા જોવામાં આવ્યા હતા. બંનેની વાત કરવાની રીતથી દર્શકોને લાગવા લાગ્યું હતું કે એ બંને રિલેશનશિપમાં છે. શોના ખતમ થઈ ગયા પછી બંને એવોર્ડ ફંક્શનમાં પણ સાથે દેખાયા હતા. જો કે પછીથી ખબર આવી હતી કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા.

image source

નચ બલિયે 9માં ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયા બેસ્ટ જોડીમાંથી એક હતા. શોમાં કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું હતું પણ શોમાંથી બહાર આવતા જ બંને અલગ થઈ ગયા. મુસ્કાને એક વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે એ હવે અલગ થઈ ગયા છે.

ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રી.

image source

ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રી ટીવીની જાણીતી જોડી હતી. બંને ખુલીને એકબીજા પ્રત્યેના પ્રેમનો એકરાર કરતા પણ દેખાયા હતા. પણ એમનો સંબંધ તૂટી ગયો અને એ લોકો અલગ થઈ ગયા. બ્રેકઅપ પછી ગૌરવ ચોપડા અને નારાયણી શાસ્ત્રી એક સાથે રાજીવ ખંડેલવાલના શો જજબાતમાં પહોંચ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ