વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નમાં પહોંચ્યો આ જબરો ફેન, વેડિંગ ગિફ્ટ માટે બનાવ્યા આટલા બધા મસ્ત સ્કેચ

બૉલીવુડ એકટર વરુણ ધવન 24 જાન્યુઆરી 2021ના રોજ પોતાની બાળપણની મિત્ર અને જેને તે લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા એવી લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન બંધનથી જોડાઈ ગયા છે. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન કડક સુરક્ષા વચ્ચે પંજાબી રીત રિવાજો મુજબ થયા હતા.

image source

તમને જણાવી દઈએ કે આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારમાં સભ્યો જ સામેલ હતા. વરુણ અને નતાશાના લગ્ન બાદ એમના ફેન્સ એમને લગ્નની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. આ બધાની વચ્ચે વરુણ ધવનનો એક જબરદસ્ત ફેન પોતાના મનગમતા એક્ટરને લગ્નની ભેટ આપવા માટે વરુણ અને નતાશાના વેડિંગ વેન્યુ પર પહોંચી ગયો હતો.

120 કિલોમીટર દૂરથી આવ્યો હતો આ ફેન.

image source

મળેલી જાણકારી અનુસાર શુભમ મયેકર નામનો એક વ્યક્તિ વરુણ ધવનને મળવા માટે અને વરુણ અને નતાશાને લગ્નની ભેટ આપવા માટે 120 કિલોમીટર દૂરથી વરુણ અને નતાશાના વેડિંગ વેન્યુ અલિબાગ પહોંચ્યો હતો. વરુણ ધવનનો આ જબરદસ્ત ફેન એક્ટરને લગ્નની ભેટ આપવા માટે પોતાની સાથે વરુણ ધવનના 100 સ્કેચ લઈને આવ્યો હતો.

image source

શુભમ મયેકર વરુણ ધવનને 100 ફોટાના સ્કેચ આપવા અને લગ્નની શુભકામનાઓ આપવા માટે અલિબાગ પહોંચી ગયો હતો કે જ્યાં વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન હતા. તમને જણાવી દઈએ કે શુભમ મયેકરે એકટર વરુણ ધવનના આ સ્કેચ જાતે જ બનાવ્યા છે. પણ કોરોના મહામારીના કારણે અને કડક સુરક્ષાના પગલે શુભમ મયેકરની વરુણ ધવન સાથે મુલાકાત ન થઈ શકી.

આ મહિને થશે વરુણ અને નતાશાનું રોયલ રીસેપ્શન.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરુણ ધવન અને નતાશા દલાલનું વેડિંગ રીસેપ્શન 2 ફેબ્રુઆરી 2021 એ થશે. ખબર તો એ પણ સામે આવી છે કે મુંબઈમાં વરુણ અને નતાશાનું રોયલ રીસેપ્શન થવાનું છે. જેમાં બી ટાઉનની બધી જ જાણીતી હસ્તીઓ પધારી શકે છે

image source

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા વરુણ ધવન અને નતાશા દલાલ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પણ કોરોના મહામારીના કારણે એમને પોતાનો પ્લાન બદલવો પડ્યો હતો. એ પછી વરુણ ધવન અને નતાશા દલાલ અલિબાગમાં આવેલા ધ મેંશન હાઉસમાં લગ્ન બંધનથી જોડાઈ ગયા. ફક્ત વરુણ ધવન જ નહીં પણ એમના પિતા અને જાણીતા ફિલ્મ મેકર ડેવિડ ધવન પણ ડેસ્ટિનેશન વેડિંગની ફેવરમાં જ હતા. પણ એમનો આ પ્લાન સફળ ન થઈ શક્યો અને વરુણ અને નતાશા અલિબાગમાં જ પરણી ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત