ફરી મામુ બન્યો સલમાન, જાણો અર્પિતાએ બેબી બોય કે ગર્લ કોને આપ્યો જન્મ

આખરે અર્પિતાએ સલમાન ખાનને ફરી એકવાર મામા બનાવી જ દીધા, બહેન અર્પિતાએ સલમાનને જન્મ દિવસ પર આપી અદ્ભુત ભેટ

image source

છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન આ વર્ષે સલમાનના બર્થ ડે પર એક અણમોલ ભેટ આપવા જઈ રહી છે અને માટે જ તેણી પોતાના બીજા બાળકને સલમાનના બર્થ ડેના દિવસે જ જન્મ આપીને સલમાનને ફરી એકવાર મામા બનાવવા માગતી હતી.

image source

છેવટે એ ઘડી આવી જ ગઈ છે જ્યારે અર્પિતા એ બીજા બાળક તરીકે એક સુંદર મજાની બાળકીને જન્મ આપ્યો છે. ગઈ કાલ મોડી રાત્રિથી જ સમલાન ખાનના બર્થડેનુ સેલિબ્રેશન થઈ રહ્યું હતું. અને હવે આ સેલિબ્રેશન ડબ્બલ થઈ ગયું છે. પહેલાં તો આ દિવસે માત્ર સલમાન ખાનનો જ બર્થડે ઉજવવામાં આવતો હતો પણ હવે અર્પિતાની દીકરીનો જન્મ દિવસ પણ આજ દિવસે ઉજવવામાં આવશે.

image source

જો કે આ પ્લાનિંગ ઉપર જણાવ્યું તેમ અર્પિતાએ પહેલેથી જ કરી રાખ્યું હતું. હાલ અર્પિતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. ડિલિવરી દરમિયાન તેની સાથે ખાન કુટુંબના બધા જ સભ્યો હાજર હતા. હોસ્પિટલ બહાર હેલન, અર્પિતાનો પતિ તેમજ તેના કુટુંબીજનો પણ જોવા મળ્યા હતા. બાળકને આ દિવસે જ જન્મ આપવાનો નક્કી હોવાથી સ્વાભાવિક રીતે જ સિઝેરિયન દ્વારા જ ડીલીવરી કરાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તમને જણાવી દઈએ કે અર્પિતાનું પ્રથમ બાળક આહિલ શર્મા સલમાનની ખુબ જ નજીક છે અને હવે કદાચ આહિલની જગ્યા અર્પિતાની દીકરી લઈ લેશે. અત્યાર સુધી સલમાન પોતાનો નવરાશનો સમય અર્પિતાના દીકરા આહિલ સાથે જ પસાર કરતો હતો અને તેની વિડિયો પણ અવારનવાર સલમાન ખાન અને તેની બહેન અર્પિતા પણ પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર શેર કરતાં જોવા મળે છે. પણ હવે સલમાનનો આ સમય વહેંચાઈ જશે અને તે પોતાની ભાણીને પણ રમાડતો જોવા મળશે.

image source

થોડા સમય પહેલાં એક ઇન્ટર્વ્યુમાં સલમાનને તેના બર્થડે પ્લાન વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે બર્થડે માટે મારો કોઈ જ પ્લાન નથી પણ નાની બહેન અર્પિતા પ્રેગ્નન્ટ હોવાથી હું તેની સાથે જ વધારે સમય પસાર કરવા માગું છું. આમ તો કોઈ પણ વ્યક્તિ સલમાન ખાનને આથી અનમોલ ગિફ્ટ આપી જ ન શક્યું હોત. કારણ કે તે કોઈ પણ સોના-ચાંદી હીરાની વસ્તુની તોલે આવે તેમ નથી.

image source

સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ દબંગ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ રિલિઝ થઈ ચુકી છે અને સારી કમાણી પણ કરી રહી છે. હવે સલમાન થોડો ફ્રી થશે અને પોતાની ભાણીને ભરપૂર સમય ફાળવશે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિન્હા સાથે સાઈ માંજરેકર પણ રોમાન્સ કરતી જોવા મળશે જ્યારે સાઉથના સ્ટાર કિચ્ચા સુદીપ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મનું ડીરેક્શન પ્રભુદેવા દ્વારા કરવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ