કપિલનો શો થઇ જશે બંધ! સલમાન ભડ્ક્યો જોરદાર આ શો પર અને કહી દીધુ…

સલમાને કપીલ શર્માને આપ્યું શો બંધ કરી દેવાનું અલ્ટિમેટમ ! શું ખરેખર શો બંધ થઈ રહ્યો છે ! સલમાન ખાન હાલ પોતાની આવનારી ફિલ્મ દબંગ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સલમાન પોતાની ફિલ્મોના પ્રમોશનમાં પુરા જુસ્સાથી ભાગ લે છે તે ફિલ્મ સફળ જાય તે માટે બધું જ કરી છૂટે છે.

આ ફિલ્મના પ્રમોશન માટે તે પોતાના જ પ્રોડક્શન એવા ધ કપિલ શર્મા શોમાં આવ્યો હતો જ્યાં તેણે કપિલ સાથે ખુબ જ મસ્તી કરી હતી. તેની સાથે દબંગ 3ની આખી ટીમ આવી હતી.

image source

આ વખતે પણ સલમાન કપિલના તેમજ તેના સાથી કલાકારોના રમૂજી ટૂચકા તેમજ કોમેડીથી હસી હસીને લોટપોટ થઈ ગયો હતો.

પણ સલમાને શોના માલિક તરીકે કપિલ શર્માનો ઉધડો લઈ લીધો હતો અને તે જોઈ કપિલની હાલત જોવા જેવી થઈ ગઈ હતી.

વાસ્તવમાં સલમાને ધ કપિલ શર્મા શોમાં વાતો વાતોમાં પોતાના આગવા અંદાજથી જ કપિલને શોની આગલી સિઝનમાં રિપ્લેસ કરવાની વાત કહી હતી.

image source

સલમાને આ કહ્યું તે પહેલાં કપીલ શર્મા મજાકમાં એવું પુછી બેઠો હતો કે ફિલ્મ દબંગમાં તમે માત્ર અભિનેતા હતા અને દબંગ ટુમાં તમે પ્રોડ્યુસર બની ગયા અને દબંગ થ્રીમાં તો રાઇટર પણ બની ગયા છે હવે દબંગ 4માં તમારો શું નવું કરવાનો ઇરાદો છે.

એટલે કે તમે હવે કોને રિપ્લેસ કરવા જઈ રહ્યા છો.

આ પ્રશ્નના જવાબમાં સલમાને કહ્યું, ‘તેનો જવાબ છે… કપિલ શર્મા શો, આવતી સીઝનમાં કપિલ શર્મા જશે.’ સલમાનની આ વાત સાંભળી બધા જ ખડખડાટ હસી પડ્યા પણ કપિલની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી.

image source

સ્વાભાવિક છે કે સલમાને માત્ર મજાક જ કરી હતી પણ કપિલની બધી જ મસ્તી તેમણે આ એક જવાબથી ઉતારી દીધી હતી.

તો આ વખતે અર્ચના પૂરણસીંહ પણ કંઈ પાછી નહોતી રહી. તેણે એક અલગ જ અંદાજમાં સલમાનને આડકતરી રીતે તેના લગ્નને લગતો પ્રશ્ન પુછી લીધો હતો.

તેણે સલમાનને તો નહીં પણ દબંગ 3માં વિલનનું પાત્ર નિભાવનારા સાઉથ ઇન્ડિયન એક્ટર સુદીપ કિચ્ચાને જણાવ્યું હતું, “તમારા અને સલમાનમાં કેટલીક સામ્યતા છે.

તમે એક ફિલ્મ કરી હતી ‘હુચ્ચા’ તેની જ રિમેક સલમાને ‘તેરે નામ’ના ટાઇટલ સાથે બનાવી હતી.

તમે પહેલવાન નામની ફિલ્મ બનાવી તો સલમાને પણ સુલ્તાન ફિલ્મ બનાવી. ત્યાર બાદ સુદીપે લગ્ન કર્યા.” અને આ સાંભળતાં જ બધા શાંત પડી ગયા અને થોડી વાર બાદ બધા જ સલમાનની સામે જોઈને હસવા લાગ્યા. અને સલમાન ચૂપ રહી જાય છે.

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે સલમાન પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. દબંગ 3 20મી ડિસેમ્બરે રિલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મમાં સલમાન બે-બે હીરોઈનો સાથે રોમાન્સ કરતો જોવા મળશે કારણ કે આ ફિલ્મમાં સલમાનની બે-બે લવ સ્ટોરી હશે.

image source

સલમાનની ફિલ્મ તો આવશે બે અઠવાડિયા પછી પણ આ શનિ-રવી પર ધ કપિલ શર્મા શોમાં સલમાન અને કપિલની મસ્તી જોવાનું જરા પણ નહીં ભૂલતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ