સરકાર માટે ચિંતાનો વિષય, કેમ નથી કોરોના મૃત્યુઆંકમાં ગુજરાતના આ ૨૪૦૦ લોકોના નામ? જનતા માંગી રહી છે જવાબ

મિત્રો, હાલ કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ચુક્યો છે પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા મૃત્યુઆંકને લઈને એક એવો ઘટસ્ફોટ થયો છે કે, જે જાણીને તમે પણ થોડા સમય માટે ઊંડી વિચારસરણીમાં સારી પડશો. જે લોકો હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામા જ મૃત પામી ગયા હોય અથવા તો સારવાર શરૂ થતા પૂર્વે જ મરી ગયા હોય તો તેમનો સરકારે મૃત્યુઆંકમાં સમાવેશ કર્યો નથી. આ માટે તેમણે આરટી-પીસીઆર નહીં હોવાનું કારણ આપ્યું છે.

image soucre

હાલ, ત્રણ માસ બાદ વિસેરા રિપોર્ટ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા ફક્ત ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના જ છે. ૧૫ માર્ચથી લઈને ૧૫ મે સુધીની વચ્ચે ૨૪૦૦ લોકોના ઘરમા મૃત્યુ નીપજી ચુક્યા છે, જેમાના ૮૦૦ લોકોના વિસેરા રિપોર્ટ આવી ચૂક્યા છે. આ રીપોર્ટમાં એવી વાત જાણવા મળી કે, તેમના ફેફસાં અને અન્ય અંગ પણ કોવિડ પોઝિટિવ દર્દીઓની જેમ જ બગડી ગયા હતા.

image soucre

આ રિપોર્ટમા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, આ બધાના મૃત્યુ થવા પાછળનું કારણ ન્યુમોનિયા અને મલ્ટી ઓર્ગન ફેઈલ હતું. હજુ પણ ૧૬૦૦ જેટલા લોકોનો વિસેરા રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારે હાલ જો આખા ગુજરાત વિશે અનુમાન કરવા જઈએ તો આ આંકડા હજારોની સંખ્યામાં જઈ શકે છે.

image soucre

આપણે જો ફક્ત ઔપચારિક આંકડા જોઈએ તો આ સમય દરમિયાન રાજ્યમાં ૪૫૧૯ લોકોના મૃત્યુ થયા એટલે કે અડધાથી વધુ લોકો ઘરમા જ મરી ગયા. આ દર્દીઓમાં મોટા ભાગના લોકોને ફેફસાનુ ઈન્ફેક્શન હતું. કોરોનાથી થયેલા મૃત્યુનો સાચો આંક સામે લાવવા અમે બીજી લહેર દરમિયાન થયેલા સામાન્ય મોતનો ડેટા એકત્રિત કર્યો હતો. ત્યારબાદમા તેમના પોસ્ટમોર્ટમ અને આ રિપોર્ટનું પણ અધ્યયન કર્યુ હતુ.

image socure

આરટી-પીસીઆર રિપોર્ટ નહી કરાવનારા અમુક દર્દીઓની ઘરે જ સારવાર કરવામા આવી હતી. માર્ચથી મે દરમિયાન મૃત્યુ પામનાર લોકોના હવે આવ્યા રિપોર્ટ. જે દવાખાના લઈ જતા પહેલા જ મૃત્યુ પામી ચુક્યા હતા. આવા કોરોનાથી શંકાસ્પદ મૃત્યુ પામેલ લોકોના ફેફસાં અને અન્ય ઓર્ગન વિસેરા સેમ્પલ લેબ મોકલવામા આવ્યા હતા. આ રિપોર્ટ જોઈને ડોક્ટર ફાઈનલ કોઝ ઓફ ડેથનું સર્ટિફિકેટ આપે છે.

image socure

એપ્રિલ માસ દરમિયાન દરરોજ ચારથી છ મૃતદેહ સિવિલ હોસ્પિટલમા પહોંચતા હતા. આ સમયે કોરોના પીક પર હતો. હોસ્પિટલમા દરરોજના ૨૦૦-૨૫૦ લોકો મૃત્યુ પામતા હતા પરંતુ, મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગ દરરોજ ૨૫-૩૦ જ મૃત્યુઆંક બતાવતુ હતુ ત્યારે હાલના આ રીપોર્ટ આરોગ્ય વિભાગની કામગીરીને પણ શંકા હેઠળ લાવી રહ્યા છે.

image source

સૌથી વધારે મૃત્યુ અમદાવાદમા થયા હતા. ગુજરાત એસોસિયેશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રોબાયોલોજિસ્ટથી મળેલી માહિતી મુજબ ૧૫ માર્ચથી લઈને ૧૫ મે સુધી સુરતમા સાતસોથી વધુ મૃતદેહ હોસ્પિટલોમાં પહોંચ્યા. અમદાવાદમા અંદાજે ૧૧૦૦, રાજકોટમા ૩૫૦ અને વડોદરામા ૨૫૦ના મૃત્યુ થયા. તેમાથી અમદાવાદના ૩૦૦, સુરતના ૨૫૦, રાજકોટના ૧૫૦ અને વડોદરાના ૧૦૦ દર્દીના આ રિપોર્ટ આવી ચૂક્યા છે.

image socure

આ તમામ ૮૦૦ રિપોર્ટમા મૃત્યુનુ કારણ ન્યુમોનિયા છે. કોરોના સંદિગ્ધના પીએમનો દાક્તરોએ વિરોધ કર્યો. ત્યારબાદ મૃતદેહોનો રેપિડ ટેસ્ટ શરૂ કરવામા આવ્યો કે, જેમા દસ મૃતદેહમા ત્રણ કોરોના પોઝિટિવ મળતા હતા. હાલ, આ બધા ખબરો સાંભળીને ખરેખર જનતા પણ મૂંઝવણમાં મુકાઈ છે કે, આવનાર સમયમા શું કરવું..?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong