આગામી 5 દિવસમાં ગુજરાતમાં થશે મેઘરાજાની ધનાધન એન્ટ્રી, જાણો ક્યાં કેવો રહેશે માહોલ

ગુજરાત રાજ્યમાં આવનાર ૫ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી, અમદાવાદ શહેરમાં વરસાદ ખેચાઈ જતા બફારો વધ્યો.
-ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો ૮.૫૧ ઈંચવરસાદની સાથે ૨૫.૭૬% વરસાદ નોંધાયો છે.

image soucre

ગુજરાત રાજ્યમાં આજ રોજથી ચોમાસાની શરુઆત થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આવનાર પાંચ દિવસ દરમિયાન આખા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તા. ૨૩ જુલાઈ, ૨૦૨૧થી તા. ૨૬ જુલાઈ, ૨૦૨૧ ના સમયગાળા દરમિયાન આખા રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણી બધી જગ્યાઓએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ત્યાં જ આજ રોજ સવારના ૬ વાગ્યાથી લઈને ૧૦ વાગ્યા સુધીમાં ૧૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ.

image soucre

હવામાન વિભાગની આગાહી મુબજબ, શુક્રવાર અને શનિવારના દિવસે નવસારી, વલસાડ, ડાંગ, રવિવારના દિવસે સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જયારે સોમવારના રોજ નવસારી, વલસાડ, દમણ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર, સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં આવનાર 3 દિવસ દરમિયાન ફક્ત હળવા વરસાદી છાંટા પડવાની જ શક્યતા છે. ગઈકાલના રોજ અમદાવાદ શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન ૩૨.૯ ડીગ્રી હતું અને વાતવરણમાં ભેજનું પ્રમાણ ૮૦% જેટલું નોંધવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યમાં ઝોન મુજબ વરસાદની સ્થિતિ.

image socure

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૫૧ ઈંચ વરસાદની સાથે સીઝનનો સરેરાશ ૨૫.૭૬% વરસાદ નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધી કચ્છમાં ૪.૭૨ ઈંચ વરસાદની સાથે સીઝનનો ૨૭.૦૪% વરસાદ પડ્યો છે, જયારે ઉત્તર ગુજરાતમાં ૫.૪૩ ઈંચ વરસાદ પડવાની સાથે સીઝનનો ૧૯.૨૮% પડ્યો છે, પૂર્વ- મધ્ય ગુજરાતમાં ૬.૯૬ ઈંચ વરસાદની સાથે સીઝનનો ૨૧.૯૦% પડ્યો છે, જયારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૬.૬૧ ઈંચ વરસાદની સાથે સીઝનનો ૨૪.૦૪% વરસાદ પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૨૨ ઈંચ વરસાદ પડવાની સાથે સીઝનનો ૩૧.૬૮% વરસાદ નોંધવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૪ ડીગ્રીને પાર થઈ ગયો.

ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર સહિત અન્ય ૭ શહેરોમાં ગરમીનો પારો ૩૪ ડીગ્રીને પાર થઈ ગયો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં વરસાદની ગેરહાજરીના લીધે ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે, જેના પરિણામે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૨.3 ડીગ્રી જેટલું વધીને ૩૪.૯ ડીગ્રી થઈ ગયું છે જયારે લઘુત્તમ તાપમાન ૧.૮ ડીગ્રી વધીને ૨૭.૫ ડીગ્રી નોંધવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને બાદ કરતા રાજ્યના મોતાબહ્ગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાત રાજ્યમાં ડીસા શહેર ૩૬.૨ ડીગ્રીની સાથે સૌથી ગરમ શહેર બની ગયું હતું. ત્યાર પછી ગાંધીનગર ૩૫.૫ ડીગ્રી, કંડલા એરપોર્ટ ૩૫.૪ ડીગ્રી, ભાવનગર ૩૫.૧ ડીગ્રી, અમદાવાદ ૩૪.૯ ડીગ્રી, સુરેન્દ્રનગર ૩૪.3 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં ૩૪.૨ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

જળાશયોમાં નવા નીરની આવક થઈ.

image soucre

ઉત્તર ગુજરાતમાં આવેલ ધરોઈ ડેમમાં ચાલુ વર્ષ દરમિયાન પાણીની આવક થઈ નથી, ત્યારે ડેમમાં હજી પણ ૫૯૮ ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના લીધે લોકોને પીવાનું અને ઘરવપરાશનું પાણી મળી રહેશે. ભાવનગર જીલ્લામાં આવેલ ૧૨ જેટલા જળાશયો અત્યારે પોતાની છલક સપાટી સુધી ભરાઈ ગયા છે, જેથી કરીને ખેતી માટે સિંચાઈને સંબંધિત પ્રશ્નો એક વર્ષ માટે ઉકેલાઈ ગયા છે. ત્યાં જ બીજી બાજુ શેત્રુજી ડેમ પણ પૂરી રીતે ભરાઈ જવાના લીધે ત્રણ તાલુકા સહિત ભાવનગર શહેરના રહેવાસીઓ માટે હંમેશા માટે પાણી પૂરું પાડી રહેલ સસોઈ ડેમમાં ત્રણ ફૂટ જેટલું નવું પાણી ઉમેરાયું હતું. જામનગર શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ છે આ સાથે જ વર્તુળ ૨માં પણ નવા પાણીની આવક થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong