આર્મીના સૈનિકોએ આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે કર્યા અનોખા યોગાસન…. સલામ છે આ દેશના રક્ષકોને…

આર્મીના સૈનિકોએ તપતી રેતીમાં, ઘોડા ઉપર ઉભીને અને બર્ફિલા પહાડો પરથી પણ આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે કર્યા અનોખા યોગાસન…. સલામ છે આ દેશના રક્ષકોને…


આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે દેશના દરેક નાગરિકો સહિત દુનિયાભરના લોકો ભારતીય પારંપરિક સનાતન યોગ સંસ્કૃતિની જાગૃતિ અને તેના વિશેની ઊંડાણપૂર્વકની માહિતી માટેના શિબિરમાં સામેલ થવાનો ઉત્સાહ બતાવી રહ્યાં છે ત્યારે આપણાં દેશની વિવિધ સીમાઓ વિષમ પરિસ્થિતિઓમાં પણ દેશની સુરક્ષા કરવા માટે તેનાત સૈનિકોએ પણ તેમના સ્થાનેથી જ યોગાભ્યાસ કર્યા હતા. આપણાં દેશને મહત્ત્વ સીમારેખાઓ પડોસી દેશો સાથે એવી રીતે જોડાયેલી છે, જેમાં હિમાલય પર્વતિય વિસ્તારોના બર્ફિલી ઊંચી ચટ્ટાનો હોય, અફાટ સમૂદ્ર કિનારો હોય કે પછી તપતી રેતીનો પટ્ટ હોય છે. તેવી દરેક જગ્યાએ આ જવાનો આપણી સરહદની સુરક્ષા કરે છે. તેમના સ્વાસ્થ્ય અને નિરોગી જીવન વિશે તથા યોગદિવસની ઉજવણીમાં પોતાના ઘરોથી દૂર રહીને પણ તેમની ફરજ પર હાજર રહેલા આર્મીના સૈનિકો માટે પણ યોગશિબિરનું આયોજન કરાયું હતું…

આવો જાણીએ કે ઘોડા ઉપર બેસીને, રેતીના તાપમાં ઊભાર રહીને કે બર્ફિલા પહાડો પર રહીને પણ આ વીર જવાનોએ કેવા યોગાસનો કર્યા અને આયોજન કેવું રહ્યું જોઈએ…

૧૧ સૈનિકોએ ૪૦ મિનિટથી પણ વધુ સમય સુધી ઘોડા પર બેસીને ૩૦થી પણ વધુ કર્યા જુદા – જુદા યોગાસનો…


ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં ગુરુવારે આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે આર્મીના રિમાઉન્ટ ડિપો અને તાલિમ શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યોગા ગુરુ પદ્મશ્રી સ્વામી ભારત ભૂષણજી તથા યોગાચાર્ય સુશ્રી અનિતા શર્માએ 30 કરતાં વધુ વિવિધ પ્રકારના યોગાસનો એ સૈનોકોની ટુકડીઓને ઘોડાની પીઠ પર જ બેસીને કરાવ્યા હતા.

ઘોડાની પીઠ પર બેસીને કર્યા યોગાસનો, આશ્ચર્ય થાય તેવી વાત છે


કુતૂહલ ઉપજાવે તેવા આ દ્રશ્યોને જોઈને ત્યાં હાજર રહેલ દરેલ લોકો આશ્વર્યચકિત થઈ ગયા હતા. આ કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા મેજર આશિષ કુમાર સિંહ તથા આગેવાન રામનિવાસના નેતૃત્વમાં ૧૧ 11 સૈનિકોઓ ૪૦ મિનિટ ઘોડા પર બેસીને યોગ કયા હતા. રીમાઉંટ ડિપોટ કમાન્ડન્ટ કર્નલ મંગળ સિંહની આગેવાનીમાં દેશમાં સૌપ્રથમ વખત આ રીતે ઘોડા પર સવારી કરીને સૈનિકોએ યોગાસન કરવામાં તેમની સહભાગિતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક મોટી પહેલ અને અનન્ય પ્રયાસ

યોગા ગુરૂ શ્રી ભરત ભૂષણ જણાવ્યું હતું કે તેમની આ પરિકલ્પનાને આ સૈનિકોએ ઉત્કૃષ્ઠ રીતે સ્વરૂપ આપ્યું. આ એક મહાન પહેલ અને અનન્ય પ્રયાસ છે. સહારનપુરની જમીનથી આ પહેલ દેશ અને દુનિયામાં એક રેકોર્ડ સ્થાપિત કરશે.

જેસલમેર રાજસ્થાનની તપતી રેતીમાં કર્યા ભારતીય સૈનિકોએ યોગાસન અને પ્રાણાયામ

યોગદિવસના એક દિવસ અગાઉ જ ભારતીય સેનાના બટાલિયન એક્સ ડિવિઝનના ડેઝર્ટ ચાર્જર બ્રિગેડે સોની રેનીના ઢગલાઓ ઉપર બેસીને ‘યોગ ઇન ડ્યુન્સ’ થીમ સાથે કર્યા હતા યોગાસનો અને પ્રાણાયામ. ડેઝર્ટ ચાર્જર બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સાઇકત રોય પણ આ આયોજનમાં હાજર રહ્યા હતા.

આ આયોજનમાં સૈનિકોના મનની શાંતિ, તેમના સ્વાસ્થ્ય અને તેમનામાં રહેલી ઊર્જાને જાગૃત કરવામાં ઉપયોગી નિવડે એ રીતે તેમને કપાલ ભાતી, અનુલોમ વિલોમ, ઉજ્જૈ, બ્રામરી, સૂર્ય નમસ્કાર, મંડૂકાસન જેવા આસનો કરાવ્યા હતા. યોગ પ્રશિક્ષકે તેમને અનુરોધ કર્યો કે તેઓ તેમના પરિવાર અને બાળકોને પણ યોગનું મહત્વ અને તેના આસનો વિશે સમજૂતિ આપે અને તેમના રોજિંદા જીવનમાં પણ યોગાસનને સામેલ કરે.

૧૮,૦૦૦ ફૂટ ઊંચાઈ પર અને તે પણ ચારેકોર છવાયેલા બરફ્ પર રહીને સૈનોકોએ કર્યા યોગાસન

ભારતની બર્ફાચ્છાદિત પહાડી લેહના વિસ્તારથી એક નવાઈ લાગે તેવો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં અતિશય ઠંડી અને ૧૮,૦૦૦ ફૂટની ઊંચાઈએથી દેશના સૈનિકો યુનિફોર્મ પહેરીને યોગાસનો કરતા દેખાઈ રહ્યા છે. આ વિસ્તારમાં જો પાણી પણ પહોંચે તો તે બરફની કરચ બની જતી હોય છે. જ્યાં સામાન્ય રીતે માઈનસ ડિગ્રીમાં જ તાપમાન રહેતું હોય છે.

ભારત – તિબેટની આ સરહદી ભાગમાં જ્યાં સરખી રીતે પગ માંડીને ચાલવું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે એવી જગ્યાએ આ આર્મીના જવાનો કઈ રીતે યોગાસનો કરી રહ્યા છે એ જોવું ખરેખર રોમાંચ ઉપજાવનારું છે. અહીં તેઓને સૂર્ય નમસ્કારના આસનો કરતા જોઈ શકાય છે.

સલામ છે, દેશના જવાનોને જેઓ સુરક્ષાની ફરજ પર રહીને તપતી રેતી હોય કે બર્ફિલા પહાડો હોય તેમનો જુસ્સો બુલંદ છે…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ