સેફ અલી ખાનના આ દિકરાએ કરાવ્યું ફોટોશૂટ, ફોટો જોઈ રહી જશો દંગ

બોલિવુડ એકટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને હાલમાં જ ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલા માટે મોડલિંગ કરી છે. ઇબ્રાહિમ અલી ખાને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા છે જેમાં એ શેરવાની પહેરેલા દેખાઈ રહ્યા છે.

image source

ફોટો શેર કરતા કેપ્સનમાં સંદીપ ખોસલાએ લખ્યું છે કે “21મી સદીનો છોકરો.ઇબ્રાહિમ અલી ખાને એક ઓફ વાઇટ ખાદી સિલ્ક શેરવાની શર્ટ કોલરની સાથે પહેરેલી દેખાય છે”

image source

આ શેરવાની વિશે જણાવતા એમને આગળ લખ્યું છે કે “ક્રિસ્ટલ, જરદોશી અને રેશમના દોરાઓથી હાથથી કરેલી આ કારીગરી, આ શેરવાની ગજબની આધુનિક શૈલીથી બનાવવામાં આવી છે.””

ફોટામાં ઇબ્રાહિમ અલી ખાન ખૂબ જ રોયલ લુકમાં દેખાક રહ્યા છે. ફેન્સ કમેન્ટ બોક્સમાં ઇબ્રાહિમ અલી ખાનના વખાણ કરતા દેખાઈ રહ્યા છે. એમને ઘણા બધા હાર્ટ અને ફાયર ઇમોજી બનાવીને પોતાના એક્સપ્રેશન શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Saba (@sabapataudi)

તમને જણાવી દઈએ કે બુધવારે ઇબ્રાહિમ અલી ખાન મુંબઈના એક સલોનમાં દેખાયા હતા. અહીંયા એ એકદમ જ નવા સ્પોર્ટી લુકમાં દેખાયા. એમને પોતાના કર્લી વાળને સ્ટ્રેટ કરાવીને એકદમ જ નવો મેકઓવર લીધો છે.

ઇબ્રાહિમ અલી ખાન પણ પોતાના માતા પિતા અને બહેન સારાની જેમ જ એક્ટિંગની દુનિયામાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.જો કે હજી સુધી એમને કોઈ ફિલ્મ સાઈન નથી કરી.

 

View this post on Instagram

 

A post shared by You And I Magazine (@youandimag)

ગયા વર્ષે ઇબ્રાહિમ અલી ખાને એક ક્લોથિંગ બ્રાન્ડ દ્વારા પોતાનું મોડલિંગ ડેબ્યુ કર્યું હતું. થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પોતાના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉલીવુડ ડેબ્યુને લઈને વાત કરી હતી.

સૈફ અલી ખાને કહ્યું હતું કે ” ઇબ્રાહિમ પોતાના એક્ટિંગ કરિયર માટે સંપૂર્ણ રીતે તૈયાર લાગે છે. અને લાગે પણ કેમ નહિ? હું ઇચ્છિશ કે મારા બધા જ બાળકો આ વ્યવસાયમાં રહે. કામ કરવાની દ્રષ્ટિએ આ બેસ્ટ ક્ષેત્ર છે.”

image source

સૈફ અલી ખાને આગળ કહ્યું હતું કે ” મને યાદ છે હું જ્યારે 17- 18 વર્ષનો હતો ત્યારે એકદમ જ બકવાસ હતો. અભિનયે મને બચાવી લીધો પોતાની જાતને બરબાદ કરવાથી. નોકરી મળી, ઓળખ મળી, જોબ સિટીસફેક્શન મળ્યું અને મજા આવી જે માહોલમાં અમે કામ કરીએ છીએ એનાથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ