હિમાચલ પ્રદેશનુ આ ગામ સફરજનની ખેતી કરીને બની ગયું એશિયાનું સૌથી ધનવાન ગામ, એક-એક કુટુંબ કમાય છે 75-75 લાખ રૂપિયા

દાયકાઓ પહેલા ભારત એ ખેતી પ્રધાન દેશ હતો. આજે દેશના ખેડૂતની હાલત દીવસેને દીવસે કથળી રહી છે. જેની પાછળ કુદરતી કારણો તો જવાબદાર છે જ પણ સાથે સાથે માનવસર્જિત કારણો તેમજ સરકારની બેદરકારી તેમજ ખેડુતોમાં ખેતી માટેની યોગ્ય ટેક્નોલોજીની જાણકારીનો અભાવ પણ મુખ્ય રીતે અસર કરે છે.

આપણી સામે એવા ઘણાબધા ઉદાહરણ છે જેમાં ઘણા ખેડૂતોએ વિશાળ જમીનમાં પણ પુરતો પાક નથી લઈ શકતા તો બીજી બાજુ સાવ જ ઓછી જમીનમાં ખેડૂત અઢળક પાક મેળવી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતેને તેમની પેદાશનું યોગ્ય વળતર નથી મળતું. તેની જગ્યાએ વચેટીયાઓ તેમજ રીટેલરો તેમના કરતાં કેટલાએ ગણો નફો કરે છે.

પણ હિમાચલના આ ગામની વાત તદ્દન અલગ છે તાજેતરમાં મળેલી માહિતિ પ્રમાણે હિમાચલના એક ગામમાં સફરજનનું અઢળક ઉત્પાદન થયું અને તેના વેચાણથી આ ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ બની ગયું છે. આ ગામ એક્સપોર્ટ ક્વોલિટીના સફરજનનું ઉત્પાદન કરે છે.

વાત થઈ રહી છે હિમાચલના મડાવગ ગામની. અહીંના સફરજનની ખેતી કરનારા ખેડૂતોએ પોતાની લગન અને મહેતનથી સફરજનનો પુષ્કળ પાક મેળવી તેને વેચી પુષ્કળ રૂપિયો મેળવ્યો છે. આ ગામના બધા જ લોકો સફરજનની ખેતી કરે છે.

આ ગામ હિમાચલ પ્રદેશ રાજ્યના શિમલા જિલ્લાના ચૌપાલ તાલુકામાં આવેલું છે. એંશીના દાયકા સુધી તો આ ગામનું અસ્તિત્ત્વ છે તેવી પણ લોકોને ખબર નહોતી. પણ હાલ આ ગામ ખુબ જ ચર્ચામાં છે. આ ગામની કુલ વસ્તી 200ની છે. અહીંની દરેક વ્યક્તિ સફરજનની ખેતી સાથે જોડાયેલી છે. અહીં દર વર્ષે લગભગ 7 લાખ પેટી સફરજનનું ઉત્પાદન થાય છે.

આ ગામ શિમલાથી 92 કીલીમીટના અંતરે 7774 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ ગામના સફરજનને સૌથી ઉત્તમ સફરજન માનવામાં આવે છે. જેમાં રોયલ એપલ, રેડ ગોલ્ડ, ગેલ ગાલા જેવા વિવિધ જાતના સફરજનની ખેતી કરવામાં આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે પણ અહીં દરેક કુટુંબની વાર્ષિક આવક 75 લાખ રૂપિયા સુધીની છે. આ ગામને હજુ બે અઢી દાયકાથી તો કોઈ ઓળખતું પણ નહોતું અને આજે તેણે પોતાના ઉત્તમ સફરજનના ઉત્પાદનથી જગતમાં ડંકો વગાડી દીધો છે.

આ ગામડું હાઇટેક છે. અહીં લોકો ખેતીવાડી સમીતીના ભરોસે નહીં પણ ઇન્ટરનેટ પર સફરજનની કીંમત જાણીને પોતાના સફરજનની કીંમતો નક્કી કરે છે. વાત માત્ર સફરજનની જ નહીં પણ એક ખેતી પ્રધાન ગામ તરીકે સમગ્ર ભારતના ખેડૂતોને આ ગામ પ્રેરણા આપનારું છે.

આખા વર્ષ દરમિયાન આગળ જણાવ્યું તે પ્રમાણે 70 લાખ પેટી સફરજનનું ઉત્પાદન થાય છે જેમાંથી 15 લાખ પેટીને વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. 80ના દાયકામાં તો અહીં લોકોને સફરજનની ખેતી શું તે પણ નહોતી ખબર પણ 1990માં અહીંના ખેડૂત હીરા સિંહ ડોગરા એક સફરજનનો છોડ લઈને આવ્યા અને તેની વાવણી કરી જેમાં તેમને ખુબ સફળતા મળી. તેમને સફળ જોઈ ધીમે ધીમે આખું ગામ સફરજનની ખેતી કરવા લાગ્યું. અને અહીંના ખેડૂતેની આ જ મહેનતથી આ ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ બની ગયું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ