સાવ આવી દાદીગીરી? ટ્રક ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું તો 1000 રૂપિયાનો મેમો પકડાવી દીધો, લૂંટની પણ એક હદ હોય

ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું સુરક્ષાનાં ભાગરૂપે ફરજિયાત છે આપણે બધા આ જાણીએ છીએ. રોડ ઉપર ઘણાં લોકો આ બાબતને ગંભરતાપૂર્વક નથી લેતા હોતા જેનાં કારણે વર્ષમાં મોટી સંખ્યામાં મોત પણ થતાં હોય છે. આ સાથે રોડ પર આ નિયમોનું ચુસ્તપણે પાલન થઈ શકે તે માટે ટ્રાફીક પોલીસ પણ જોવા મળે છે. નિયમોનું પાલન ન કરનારાઓને દંડ પણ કરવામાં આવે છે. અહીં જે કિસ્સાની વાત થઈ રહી છે તેવું તમે અગાઉ ક્યારેય નહીં જ સાંભળ્યું હોય. આ વાત ઓડિશાની છે. અહીં હેલ્મેટ પહેર્યા વિના ટ્રક ચલાવવા માટે એક શખ્સનું ચલણ કાપવામાં આવ્યું છે.

image soucre

આ વિચિત્ર કિસ્સો ઓડિશાના ગંજામ જિલ્લાનો છે. અહીં એક ટ્રકચાલકે હેલ્મેટ પહેર્યા વિના ભારે વાહન ચલાવતો હોવાથી 1000 રૂપિયાના ચલણ માંગવામાં આવ્યું હતું. ઓડિશા ટ્રાન્સપોર્ટ વિભાગનો આ કિસ્સો હવે ચર્ચાનો વિષય બન્યો છે. સમાચાર એજન્સીના એક અહેવાલ મુજબ, ટ્રક ડ્રાઈવર પ્રમોદ કુમાર ઓડિશા ટ્રાન્સપોર્ટ વિભાગની ઓફિસમાં તેના વાહન પરમિટ રીન્યુ કરાવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન ત્યાં તેમની સાથે જે થયું તે ખૂબ આશ્ચર્યજનક હતું.

અહીં પ્રમોદ કુમારને ખબર પડી કે તેના વાહનના એક હજાર રૂપિયા ઓઆર-07 ડબલ્યુ / 4593 નું ચલણ હજુ બાકી છે. પ્રમોદ કુમાર પરિવહન વિભાગના અધિકારીઓની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ બાકી ચલણ વિશે જાણવા મળ્યું કે આ ચલણ હેલ્મેટ નહીં પહેરવા માટેનું છે. પ્રમોદ કુમારે અધિકારીઓને પૂછ્યું કે તેમનું આ ચલણ કઈ બાબતે કાપવામાં આવ્યું છે? આ વિશે અધિકારી દ્વારા મળતો જવાબ ખુબ નવાઈ પમાડનારો હતો. અધિકારીએ કહ્યું હતું કે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

image soucre

પ્રમોદ કુમારને 1000 રૂપિયાનો દંડ ફટકારાયો હતો આ બાબતે કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે નંબર (ઓઆર -07 ડબલ્યુ / 4593) જેના પર ચલણ કાપવામાં આવ્યો હતો તે બાઇક નહીં પરંતુ પ્રમોદ કુમારની ટ્રક હતો. જ્યારે પ્રમોદે અધિકારીઓને આ વાત કરી ત્યારે તેણે તે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. હદ તો ત્યારે થઈ ગઈ કે પ્રમોદ કુમારે જે કર્યું જ નથી તેના માટે દંડ તેણે ભરવો પડ્યો. પ્રમોદ કહે છે કે મે ક્યારેય ટ્રાફિક નિયમો તોડ્યા ન હતા અને બદલામાં મારી પાસેથી આવા ખોટા ગુના માટે વસૂલી કરવામાં આવી છે.

image soucre

1000 રૂપિયા ભર્યા પછી જ પ્રમોદ કુમારની પરમિટ રીન્યુ કરવામાં આવી. પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ટ્રક ચલાવે છે. તે આ ટ્રક દ્વારા પાણી સપ્લાય કરવાનું કામ કરે છે. તાજેતરમાં, તેની ટ્રક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે જે રીન્યુ કરવા માટે આરટીઓ ઓફિસમાં તેઓ ગયા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ કે ત્યાં એક ચલણ બાકી છે અને તે પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવાના ગુના માટે.

image socuer

પ્રમોદ કુમારે વધુમાં કહ્યું કે અધિકારીઓથી તેઓ ખૂબ નારાજ છે, સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. ટ્રકની પરમિટ રીન્યુ કરાવી લેવી ખૂબ જ જરૂરી હોવાથી મારે આ એક હજાર રૂપિયાના ચલણ ભરવાની ફરજ પડી હતી. પ્રમોદ કુમારે પણ આરટીઓ કચેરી પર ગેરકાયદેસર પૈસા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. ઓડિશા ટ્રાન્સપોર્ટ વિભાગની આ બેદરકારી અંગે હાલમાં રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી, પ્રમોદ કુમારને તેના પૈસા પરત મળશે કે નહીં તે અંગે કોઈ પણ અધિકારીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે પરિવહન વિભાગ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે જોવાનું રહ્યુ કે આ રીતે ચલતી ગેર જવાબદારી અંગે શું પગલાં લેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ