અધધધ….કેશ પડેલી આ ખુરશી પાછળનુ રહસ્ય જાણીને તમને પણ બે મિનિટ માટે આવી જશે ચક્કર

આપણે ત્યાં ખુરશી એ ખુબ પ્રચલિત શબ્દો પૈકીનો એક છે. ખુરશી ભલેને લાકડાની હોય, લોખંડની હોય, પ્લાસ્ટિકની હોય અરે સોના અને ચાંદીની પણ કેમ ન હોય ખુરશી એ આમ તો બેસવા માટેનું એક સાધન જ છે. પણ તેમ છતાં ખુરશીની હવા કોઈને પણ લાગી જાય.

image source

તમે ટ્રેન કે બસમાં બેસો તો ત્યાં પણ ખુરશી પર બેસવાની રામાયણ હશે, નાનકડી સોસાયટીના પ્રમુખ કે સેક્રેટરીના હોદ્દા પરની ખુરશી પર બેસવા માટે પણ અનેક લોકો લાઈનમાં હોય અને છેલ્લે નેતાની સત્તાથી છલોછલ ખુરશીની વાત આવે તો સેંકડો નહિ પણ હજારો અને લાખો ઉમેદવારોનો જાણે રાફડો જ ફાટે.

image source

આજે આ આર્ટિકલમાં અમે પણ ખુરશી વિશેની જ વાત કરવાના છીએ. આ એવી ખુરશી છે જેને એક મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. તમને થશે ખુરશી કદાચ કોઈ જુનવાણી સમયના રાજા – મહારાજની એન્ટિક વસ્તુ હશે એટલે વળી મ્યુઝિયમમાં રાખી હોય તેમાં શું નવાઈ ?

પણ એવું નથી આ ખુરશી આ જ જમાનાની અને એકદમ નવીનક્કોર છે એટલું જ નહિ પરંતુ આ ખુરશીને તો બે થી અઢી ઇંચ જાડા બુલેટપ્રુફ કાચ વડે રક્ષિત પણ કરવામાં આવી છે. તો ક્યાં છે એ ખુરશી અને શું છે તેની ખાસિયત આવો જાણીએ.

image source

રશિયાની રાજધાની મોસ્કોના એક મ્યુઝિયમ ખાતે સ્થિત આ ખુરશીનું નામ “X10 મની થ્રોન” રાખવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે તેની અંદર 1 બિલિયન (એટલે લગભગ 7 કરોડ ભારતીય રૂપિયા) ની ચલણી નોટો મુકવામાં આવી છે. કોઈ તે નોટોને ખરાબ, અને ચોરી ન કરે એટલા માટે આખી ખુરશી પર બે થી અઢી ઇંચ બુલેટપ્રુફ કાચ મઢવામાં આવ્યો છે.

image source

આ ખુરશી એક અરબોપતિ વેપારી ઇગોર રાઈબાકોવ અને એલેક્સી સર્ગીયેંકો નામક એક રશિયન કલાકારે ભાગીદારીમાં બનાવી છે. તેમના કહેવા મુજબ જે લોકોને પૈસાની ઉપર બેસવાની ઈચ્છા હોય તે આ ખુરશી પર બેસી પોતાની ઈચ્છા પુરી કરી શકે છે. તેઓનું એમ પણ કહેવું છે કે આ ખુરશી પર બેસી તમે જે વિષય પર વિચારો તે દસ ગણી વધી જાય છે. એટલે કે જો તમે આ ખુરશી પર બેસીને પૈસા કમાવવા વિષે વિચારો તો એ 10 ગણા વધી જશે અને દુઃખો તથા નિરાશાજનક વિચારો કરો એ પણ 10 ગણા વધી જશે.

image source

બન્ને ભાગીદારોની આ વાત સાચી હોય કે ખોટી એ તો નથી ખબર પણ તેના બહાને તેની ખુરશીએ લોકોને પોતાની તરફ આકર્ષિત તો કરી જ દીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ