ઘરના લગ્નમાં કેવી રીતે રાખશો પરિવારના લોકોનું સ્વાસ્થ્યનુ ધ્યાન, એક ક્લિકે વાંચી લો તમે પણ

ઘરના લગ્નમાં આ રીતે પરિવારના સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

ઘરમાં લગ્ન આવવાના હોય એટલે તેની તૈયારી લગભગ છ મહિના પહેલાંથી જ થવા લાગે છે. અને આ છ મહિના ઘરના દરેક સભ્યો માટે ખાસ કરીને માતાપિતા માટે શારીરિક અને માનસિક બન્ને રીતે થકવી નાખનારા સાબિત થાય છે અને ઘરમાં જો દીકરીના લગ્ન હોય તો લગ્ન બાદ પણ ઘરમાં ઉત્સાહની જગ્યાએ એક ઉદાસી છવાઈ જાય છે. અને જો તેવા સંજોગોમાં તમે તમારું તેમજ તમારા કુટુંબના સ્વાસ્થ્યનું ધ્યાન નહી રાખો તો તે તમને ગંભીર રીતે નુકસાન કરી શકે છે.

image source

અને હવે તો લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આ એક એવો પ્રસંગ હોય છે જેમાં ઉત્સાહનો કોઈ પાર નથી હોતો અને જવાબદારીઓ પણ કંઈ ઓછી નથી હોતી. આ પ્રસંગે વર-વધુ બન્નેના માતાપિતા માટે એક પરિક્ષાનો સમય સાબિત થઈ શકે છે. કારણ કે તેમના જીવનનો આ સૌથી મહત્ત્વનો પ્રસંગ હોય છે કારણ કે તેઓ સંસારની એક ખુબ મોટી જવાબદારી એટલે કે પોતાના સંતાનના લગ્ન કરાવીને નિભાવી રહ્યા હોય છે. અને ખાસ કરીને માતા પર તેનો ઘણો ખરો બોજો રહેતો હોય છે.

image source

માતાપિતા પોતાના બાળકના લગ્નના તેઓ નાના હોય છે ત્યારથી જ સ્વપ્ન જોતા આવ્યા હોય છે અને જ્યારે તે સ્વપ્ન પુર્ણ થાય છે ત્યારે તેમના આનંદની કોઈ સીમા નથી રહેતી. પણ તેમને આ પ્રસંગ સુંદર અને વ્યવસ્થિત રીતે પાર પાડવામાં ઘણું બધું પ્લાનિંગ કરવું પડતું હોય છે, મહિનાઓ અગાઉથી ખરીદીઓ, મહેમાનોને આમંત્રણ તેમના રહેવાની ચિંતા, સામા પક્ષને ખુશ કરવાની ચિંતા વિગેર. આ સમય દરમિયાન તેઓ સતત શારીરિક તેમજ માનસિક તાણ વચ્ચે જીવતા હોય છે. અને તેઓ યોગ્ય રીતે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખી શકતા. તો ચાલો અમે તમને જણાવીએ કે ઘરના લગ્નમાં બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા સ્વસ્થ કેવી રીતે રહેવું.

હંમેશા તમારા પાસે પોષણયુક્ત નાશ્તો રાખો

image source

લગ્નની તૈયારીઓ દરમિયાન છેલ્લા બે-ત્રણ મહિના તો ઘરના બધા જ સભ્યોનો નિયમિત ખોરાક ખોરવાઈ જાય છે ક્યારેક ક્યારેક તો બપોરના ભોજનને પણ સ્કિપ કરીને કોઈ તૈયાર નાશ્તો ખાઈ લેવામાં આવે છે અથવા તો રાત્રે મોડું થઈ ગયું હોય તો બહાર જ જમી લેવામાં આવે છે. અને આમ તમારે જ્યારે સૌથી વધારે પોષણયુક્ત ખોરાકની જરૂર હોય છે ત્યારે જ તમે તેનું સેવન નથી કરતાં. માટે જ તમારે હંમેશા તમારા પર્સમાં કે પછી ઘરમાં પોષણયુક્ત નાશ્તો રાખવો જોઈએ. જેમ કે વઘારેલા કઠોળ, સુકામેવાનો નાનો ડબ્બો. આમ કરવાથી તમને હેલ્થની સાથે સાથે પુરતી ઉર્જા પણ મળશે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ભુખ લાગે ત્યારે આચર-કુચર અને ખાસ કરીને અનહેલ્ધી ફુડ તો ન જ લેવું.

તમારી જાતને આ રીતે ઉર્જામય રાખો

image source

બદામમાં વિટામીન ઇની સાથે સાથે વિટામીન બી2 પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનાથી તમને થાક નહીં લાગે. લગ્ન દરમિયાન તમે ખુબ જ વ્યસ્ત રહેતા હશો અને તમારી ઉર્જા પણ ખુબ ખર્ચાતી હશે તો તે સમયે આચરકુચર નાશ્તાની જગ્યાએ તમે ઉર્જા મેળવવા માટે કેળા, સફરજન તેમજ દહીં, દૂધ વિગેરેનું સેવન પણ કરી શકો છો.

લગ્નની દોડાદોડીમાં તમારી જાતને આ રીતે રાખો ફીટ

image source

સંતાનના લગ્ન એ માતા-પિતાના જીવનનો સૌથી મહત્ત્વનો પ્રસંગ હોય છે. તેમાં માતા-પિતા કોઈ પણ જાતની કચાસ રહેવા દેવા નથી માગતા. તેઓ પોતાના આખા જીવનની પુંજી પોતાના સંતાનના લગ્નમાં ખર્ચી નાખતા હોય છે. અને દીવસરાત દોડાદોડીમાં પડ્યા હોય છે. પણ આ દોડાદોડીના સમયમાં તમારે દીવસ દરમિયાન ઓછીમાં ઓછી 20-30 મિનિટ તો તમારા શરીરને ફીટ રાખવા માટે કાઢી જ લેવી જોઈએ. તમે તમારી જાતને ફીટ રાખવા માટે ચાલી શકો છો, દોડી શકો છો, યોગ કરી શકો છો. ટુંકમાં લગ્નની તૈયારીયો દરમિયાનના બિઝિ શેડ્યુલમાં તમારે તમારી જાત માટે પણ થોડો સમય કાઢવો જોઈએ. વ્યાયામ કરવાથી તમે માત્ર શારીરિક રીતે જ ફીટ નહી રહો પણ લગ્નની તૈયારી દરમિયાન જે માનસિક તાણ ઉભી થશે તેનાથી પણ રિલેક્સ થશો.

સૌંદર્ય વધારવા માટે વારંવાર પાર્લરના ધક્કા ખાવા કરતાં ઘરે જ તેનો ઉપાય કરો

image source

લગ્નમાં માત્ર વર અને વધુને જ સુંદર દેખાવાનો હક્ક નથી હોતો પણ તેમના માતા-પિતાઓએ પણ સુંદર દેખાવાનું હોય છે. તેમને લગ્ન દરમિયાન ઘણી બધી પુજાઓમાં હાજરી આપવાની હોય છે અને વર-વધુની જેમ તેમના પર પણ તેમના મિત્રો તેમજ સગાસંબંધીઓની નજર રહે છે. પણ માતાઓનું સંપુર્ણ ધ્યાન તો તેમના દીકરા કે દીકરીના દેખાવ પર જ રહેલું હોય છે કારણ કે તેણી ઇચ્છતી હોય છે કે તેનો દીકરો કે દીકરી જ સૌથી સુંદર લાગે. પણ તે પોતાની સુંદરતા વિષે તો ભુલી જ જાય છે. પણ તમારે એ વાત જાણી લેવી જોઈએ કે માત્ર પાર્લરના આંટા ફેરા કરવાથી જ તમારી સુંદરતા નહીં નીખરી જાય. તમારે તમારા શરીરને અંદરથી પણ સ્વસ્થ રાખવું પડશે.

image source

લગ્ન દરમિયાન તમારી ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવવા માટે તમારે વિટામિન ઇ વાળો ખોરાક તેમજ ફ્રુટ્સ લેવા જોઈએ. તેમજ તમારા ખોરાકમાં રોજ બદામનો સમાવેશ પણ કરવો જોઈએ. આ ઉપરાંત જો તમે મોનોપોઝમાંથી પસાર થઈ રહ્યા હોવ અથવા તો મેનોપોઝ પુર્ણ થઈ ગયું હોય તો તેવી સ્ત્રીઓમાં બદામનું સેવન તેમના ચહેરા પરની કરચલીઓ દૂરકરે છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે નાશ્તામાં બદામને ઉમેરવાથી મેનોપોઝ બાદ સ્ત્રીમાં જે કરચલીઓની સમસ્યા રહે છે તે દૂર થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ