પેટે પાટા બાંધી ઘર બનાવવા એકઠા કર્યા હતા 5 લાખ રૂપિયા

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક વ્યવસાયીએ પોતાના જીવનભરની કમાણી એક ઝટકામાં ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વ્યક્તિ એક બેગમાં પોતાની બચતને જમા કરતો હતો જેથી એક મોટી રકમ જમા કરી શકે અને તેમાંથી પોતાના સપનાનું ઘર બનાવી શકે. પેટે પાટા બાંધી અને આ વ્યક્તિએ 5 લાખ રૂપિયા જમા તો કર્યા પરંતુ જ્યારે તેણે આ બેગ ખોલી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

image soucre

બેન્કમાં રૂપિયા જમા કરવાના બદલે આ વ્યક્તિ એક ટ્રંકમાં પૈસા રાખતો હતો પરંતુ તેને જરા પણ ખ્યાલ ન હતો કે જ્યારે તે આ બેગ ખોલશે ત્યારે તેમાંથી તેને એવી નોટ મળશે જે તેના કોઈ કામની રહેશે નહીં. તેમાં પણ સૌથી દુખદ બાબત તો એ છે કે આ રકમ નાનીસુની ન હતી. આ રકમ છે 5 લાખ રૂપિયા જેટલી.

image soucre

ઘટનાની મળતી માહિતી અનુસાર આ ચોંકાવનારી ઘટના બની છે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના બિજલી જમાલય નામના એક વ્યક્તિ સાથે. તે સુઅર ખરીદવાનું અને વેંચવાનું કામ કરે છે. આ ધંધામાં તેને જે પણ આવક થતી તેમાંથી તે પોતાના ખર્ચ ઉપરાંત કેટલીક રકમ બચાવી લેતો. પરંતુ તે આ રકમ બેંકના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના ઘરમાં જ એક બેગમાં રાખી દેતો. આ પૈસા તે પોતાનું ઘર બનાવવા માટે એકઠા કરતો હતો.

image soucre

ઘણા સમયથી આ વ્યક્તિ પૈસા એકઠા કરતો હતો. તેની પાસે જ્યારે પણ પૈસા આવે એટલે તે બેગમાં મુકી દેતો પરંતુ તાજેતરમાં જ્યારે તેણે બેગને બરાબર ખોલી અને રૂપિયા જોયા તો તેની આંખો ફાટી ગઈ, કારણ કે તેણે એકત્ર કરેલા રૂપિયામાં ઉધઈ લાગી ગઈ હતી અને તેના રુપિયાને ઉધઈએ કોતરી ખાધા હતા.

image source

તેણે થોડા થોડા કરી અને 5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા પરંતુ હવે આ રૂપિયા તેના કોઈ જ કામના નથી રહ્યા અને તેને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો છે. કારણ કે બેગમાં રાખેલી કેટલીક નોટ તો સાવ સડી ચુકી હતી. જો કે આ વ્યક્તિને ત્યારે એવો વિચાર આવ્યો કે આ રૂપિયા તેના કામના તો રહ્યા નથી તો તેણે તેને બાળકોને આપી દીધા. પરંતુ બાળકોના હાથમાં જ્યારે સાચા રુપિયા કોઈએ જોયા તો આ વાતની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસ આ મામલે તપાસ કરતી કરતી આ વ્યક્તિના ઘરે પહોંચી અને પોલીસ અધિકારીઓ પણ કચરો થઈ ગયેલી નોટો જોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. જો કે આ મામલે પોલીસે બિજલીની ધરપકડ કરી લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ