ગમે તેટલો વરસાદ આવે મોટેરાની મેચ નહીં થાય કેન્સલ, કારણ છે ખાસ

ભારત અને ઇંગ્લેન્ડની ટીમો હવે અમદાવાદમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમશે. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની શરુઆત આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ દ્વારા થશે. જેની તડામાર તૈયારીઓ શરુ પણ થઈ ચુકી છે.

image soucre

મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એલઇડી ફ્લડલાઈટ લગાવવામાં આવી છે. નવા લુક સાથે આ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન બોલને હવામાં સરળતાથી જોઇ શકાય છે. બોલ વધુ સારી દેખાય અને પડછાયાને દૂર કરવા માટે સંપૂર્ણ ગ્રાઉન્ટની સાથે છત પર એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન પર છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2014 માં રમાઈ હતી. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. હવે વર્ષ 2021માં અહીં ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. ત્યારે જાણીએ આ સ્ટેડિયમની ખાસિયતો વિશે વિગતવાર.

image source

સૌથી મોટી ખાસિયત એ છે કે આ સ્ટેડિયમ હવે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે. મેલબોર્નમાં 92 હજાર લોકોની બેસવાની ક્ષમતા છે જ્યારે મોટેરામાં 1 લાખ 10 હજાર લોકો બેસી શકશે. આ સ્ટેડિયમ 63 એકરની જગ્યામાં પથરાયેલું છે. જો કે આ વખતે કોરોનાના કારણે માત્ર 55 હજાર લોકો જ ગ્રાઉન્ડમાં બેસી શકશે.

image source

અન્ય એક ખાસિયત આ મેદાનની એ પણ છે કે અહીં તમે કોઈપણ સીટ પર બેસસો તમને કોઈપણ અડચણ વિના આખું ગ્રાઉન્ડ ક્લીયર જોવા મળશે, કારણ કે અહીં એક પણ પીલર નથી જે દર્શકને મેચ જોવામાં ખલેલ ઊભી કરે. દર્શક કોઈપણ સ્ટેન્ડમાં બેસે તેને આખું ગ્રાઉન્ડ જોવા મળે છે.

image source

મોટેરા દુનિયાનું પહેલું સ્ટેડિયમ છે જ્યારે 11 મલ્ટીપલ પિચ છે જેમાં 6માં રેડ સોઈલ અને 5માં બ્લેક સોઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 76 કોર્પોરેટ બોક્સ છે. દરેક બોક્સમાં 25 સીટ છે. એટલે કે સ્ટેડિયમમાં મોટી હસ્તીઓ માટે 1900 સીટ છે. આ ઉપરાંત દરેક સ્ટેન્ડમાં ફૂડ અને હોસ્પિટાલિટી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે.

image source

મોટેરા સ્ટેડિયમમાં વરસાદ પણ મેચ માટે વિલન બનશે નહીં. કારણ કે મોટેરામાં સબ સોઈલ ડ્રેનેજ સિસ્ટમ છે તેના કારણે ગમે તેટલો વરસાદ પડે પણ સ્ટેડિયમ 30 મિનિટમાં જ કોરું થઈ જાય છે અને મેચ ફરીથી શરુ થઈ શકે છે. તેમાં પણ ખાસ વાત તો એ છે કે 8 સેન્ટિમીટર સુધી વરસાદ થશે તો પણ મેચ કેન્સલ થશે નહીં. એટલે કે દર્શકોને પૈસા પડી ગયા એ વાતનો અફસોસ વરસાદના કારણે કરવો પડશે નહીં.

image soucre

આ ઉપરાંત અહીં ઈન બિલ્ટ 4 ડ્રેસિંગ રૂમ છે. આવી સુવિધા પણ આ એક માત્ર સ્ટેડિયમમાં છે. આ સાથે જે દરેક ડ્રેસિંગ રુમમાં જિમ પણ અટેચ છે. સ્ટેડિયમમાં 6 ઈનડોર પિચ પણ છે. આ સિવાય અહીં ક્લબ હાઉસ પણ છે જેમાં 50 ડિલક્સ રુમ અને 5 સ્યૂટ રુમ છે. અહીં પણ જીમ, પૂલ, થિયેટર, રેસ્ટોરન્ટ અને ગેમ ઝોન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ