રક્ત શુદ્ધિકરણનું કામ કરે છે આ એક વસ્તુ, ચહેરો અને વાળને બનાવશે સુંદર તેમજ હેલ્ધી, જાણો તેના ઉપયોગની રીત…

મિત્રો, જો તમે ભોજન કર્યા પછી તમે થોડો ગોળનુ સેવન કરી લો તો તમારી પાચનશક્તિ મજબુત બને છે અને તમારુ ભોજન પણ ખુબ જ સરળતાથી પચી જાય છે. આ વાત પણ કદાચ મોટાભાગના લોકો જાણતા હશે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો છે અને એટલો જ સુંદરતા વધારવા માટે પણ કારગર સાબિત થાય છે. ગોળ બીમારીઓ સામે લડવાની શક્તિ વધારવાની સાથે ત્વચાના દાગ-ધબ્બાઓ દૂર રાખે છે અને વાળ માટે પણ તે ગુણકારી સાબિત થાય છે.

image source

ગોળમા પુષ્કળ માત્રામા મિનરલ્સ, વિટામિન્સ અને લોહતત્વ સમાવિષ્ટ હોય છે. જે ત્વચા માટે એક પ્રાકૃતિક ક્લિંઝરનુ પણ કામ કરે છે. આ વસ્તુનુ સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટ સાથે સંકળાયેલી સમસ્યા પણ દૂર થાય છે. તેના કારણે ત્વચા પણ ગ્લો કરે છે. આ સિવાય નવશેકા પાણી અથવા ચામા પણ સુગરની જગ્યાએ ગોળ નાખીને સેવન કરવુ જોઈએ.

કરચલીઓની સમસ્યા :

image source

ઉંમર વધવાની સાથે કરચલીઓની ચહેરા પર વધવા લાગે છે. તેનાથી બચવા માટે તમારે તમારા ડેઈલી ડાયટમા થોડો ગોળ ખાવો જોઈએ. આ સિવાય તેમા એન્ટીઓક્સીડેન્ટ સમાવિષ્ટ હોય છે. આ સિવાય તે ફ્રી રેડિકલ્સની સમસ્યા સામે લડવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. આ સિવાય તેના પેક માટે એક ચમચી દ્રાક્ષના પલ્પમા, એક ચમચી બ્લેક ટી, એક ચપટી હળદર, એક ચમચી ગોળ અને રોઝ વોટર મિક્સ કરી તેને ૧૫ મિનિટ ચહેરા પર લગાવો અને ત્યારબાદ તે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.

ખીલની સમસ્યા :

image source

નિયમિત રીતે ઓર્ગેનિક અથવા દેશી ગોળ ખાવાથી ચહેરાના ખીલ અને દાગ-ધબ્બા પણ દૂર થાય છે. તેનો પેક તૈયાર કરીને પણ તમે લગાવી શકો છો. તેના માટે એક ચમચી ગોળને એક ચમચી ટામેટાના રસ અને અડધા લીંબૂના રસમા મિક્સ કરી લેવુ અને ત્યારબાદ તેમા ચપટી હળદર અને થોડી ગરમ ગ્રીન ટી મિક્સ કરો. આ પેક ચહેરા પર લગાવી ત્યારબાદ ૧૫ મિનિટ પછી ધોઈ લો.

વાળની સમસ્યા :

image source

આ સિવાય ગોળમા સમાવિષ્ટ વિટામિન્સ અને મિનરલ્સ વાળને ભરાવદાર અને તંદુરસ્ત બનાવે છે. તેના માટે એક ચમચી ગોળ લઈ તેમા બે ચમચી મુલતાની મીટ્ટી, અડધો કપ દહી અને પાણી મિક્સ કરીને પેક તૈયાર કરી લો. ત્યારબાદ આ પેક વાળ ધોવાના એક કલાક પહેલા વાળમા લગાવી રાખો તો તમારા વાળ મુલાયમ અને આકર્ષક બની શકે.

લોહી સાથે સંકળાયેલી સમસ્યા :

image source

આ સિવાય રક્ત અશુદ્ધ હોય તો સ્વાસ્થ્ય અને ત્વચા સાથે સંકળાયેલ અનેકવિધ પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે. આ સિવાય ગોળ લોહીને સાફ રાખવા સાથે જ એનિમિયાની સમસ્યાઓને દૂર રાખવા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જે લોકો ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે પણ ગોળનુ સેવન લાભદાયી છે. હા, પણ આ ઉપાયો અજમાવતા પહેલા દાકતરનો સંપર્ક અવશ્યપણે કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત