રિયલ લાઇફમાં ખૂબ જ સપોર્ટિવ છે અનુપમાનો પતિ, લગ્ન પહેલા 5 વર્ષથી હતા એકબીજાના લટ્ટુ, જોઇ લો તસવીરોમાં ખાસ

સાત મહિના પહેલા શરુ થયેલો શો અનુપમા આજે ટીવીનો સૌથી વધુ લોકપ્રિય શો બની ચુક્યો છે. ખાસ વાત એ છે કે આ શો શરુ થયો ત્યારથી ટીઆરપીની રેસમાં સૌથી આગળ રહ્યો છે. શોમાં મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે. સારાભાઈ વર્સીસ સારાભાઈ અને સંજીવની જેવી સીરીયલોમાં દમદાર અભિનય દર્શાવનાર રૂપાલી અનુપમા તરીકે લોકોના દિલમાં વસી ગઈ છે.

image source

અનુપમા શોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને તેના પતિનું પાત્ર ભજવી રહ્યો છે સુધાંશુ પાંડે. અનુપમા એક ગૃહિણીનું પાત્ર ભજવી રહી છે જેનો પતિ તેને દગો દે છે અને ત્યારબાદ તે આત્મવિશ્વાસ સાથે પોતાના પરિવારને તુટતા બચાવે છે. જો કે સીરીયલમાં અનુપમા સાથે જે તેનો પતિ કરે છે તેવું તેની રીયલ લાઈફમાં થાય તેવું શક્ય જ નથી. આ વાત ખુદ રુપાલીએ એક મુલાકાતમાં કહી હતી.

image soucre

રૂપાલી ગાંગુલીના રિયલ લાઈફ પતિનું નામ અશ્વિન વર્મા છે અને તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. રુપાલી ગાંગુલી અને અશ્વિન વર્માના લગ્ન 2013માં થયા હતા અને તેમને એક પુત્ર પણ છે જેનું નામ રુદ્રાંશ છે. રુપાલી અને અશ્વિન એકબીજાને 12 વર્ષથી ઓળખતા હતા.

image soucre

શરુઆતમાં અશ્વિન રુપાલીનો બેસ્ટ ફ્રેન્ડ હતો. તેમણે લગ્ન કર્યા તેના 5 વર્ષ પહેલા તેમની મિત્રતા પ્રેમમાં બદલી. પ્રેમ થયા બાદ એકબીજા સાથે તેમનું અફેર 5 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તેમણે લગ્ન કર્યા. રુપાલીએ એક મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તે ઈચ્છતી ન હતી કે અશ્વિનના લગ્ન બીજા કોઈ સાથે થાય. તેમના સંબંધ એવા થઈ ગયા હતા કે એકબીજાને લગ્ન માટે પ્રપોઝ કરવા પડે તેમ ન હતા. તેઓ સમજી ગયા કે તેઓ એકબીજા માટે જ બનેલા છે.

image soucre

રુપાલી અને અશ્વિને સાદગીથી કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે કોર્ટમાં પહોંચીને રુપાલીને કલાકો સુધી રાહ જોવી પડી હતી. કારણ કે બન્યું એવું કે અશ્વિન કોર્ટનો રસ્તો જ ભુલી ગયો અને કોઈ બીજા રસ્તે જ નીકળી પડ્યો. તેના કારણે ખુબ મોડો લગ્ન માટે કોર્ટે પહોંચ્યો હતો. રૂપાલીનો પતિ લગ્ન પહેલા અમેરિકા રહેતો હતો.

image source

તે એડ ફિલ્મસ બનાવત. લગ્ન પહેલા તેનો પતિ અમેરિકાની કોઈ કંપનીમાં કામ કરતો. જો કે હવે રુપાલી તેના પરિવાર સાથે મુંબઈમાં જ રહે છે. રૂપાલીના જણાવ્યાનુસાર તેનો પતિ શોમાં જેવો છે તેવો રીયલ લાઈફમાં બીલકુલ નથી. રિયલ લાઈફમાં તેનો પતિ સપોર્ટિવ છે. અનુપમા શો માટે પણ તેના પતિએ જ પ્રોત્સાહન આપ્યું કે તે કામ શરુ કરે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલી પર 3 વર્ષ પહેલા કેટલાક લોકોએ જીવલેણ હુમલો કરી દીધો હતો. તે જ્યારે તેના દીકરાને સ્કુલ છોડવા જઈ રહી હતી ત્યારે રેડ સિગ્નલ પર કાર ઊભી રાખી. જ્યારે તેનો દીકરો મોબાઈલ અચાનક લેવા ગયો ત્યારે તેનો પગ બ્રેક પરથી હટ્યો અને આગળ ઊભેલી બાઈક સાથએ કાર અથડાઈ.

image source

બાઈક પર સવાર બે લોકો આ વાતથી ગુસ્સે થયા અને રૂપાલી સાથે ગાળાગાળી કરી તેની કારના કાચ તોડી તેના પર ફેંકી દીધા. આ ઘટનામાં રુપાલીને કાચ વાગ્યા અને તે ઘાયલ થઈ હતી. આ સમયે તેનો દીકરો પણ સાથે હોવાથી તે ગભરાઈ ગયો અને થોડા સમય માટે તો તે સ્કુલ જવાથી પણ ડરતો.

image source

રૂપાલી ગાંગુલીએ તેની એક્ટિંગની શરુઆત 2000 ટીવી સીરિયલ સુકન્યાથી કરી હતી. ત્યારબાદ તેને ઓળખ મળી 2003માં આવેલા સંજીવની શો અને ત્યારબાદ સારાભાઈ વર્સીસ સારાભાઈના મોનિશાના પાત્રથી. ત્યારબાદ હવે તેની ઓળખ બની ગયું છે અનુપમાનું પાત્ર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ