SBI આ રીતે આપી રહ્યું છે લાખો ખાતેદારોને 2 લાખ રૂપિયાનો મોટો ફાયદો, તમે પણ જલદી આ રીતે લો લાભ

જો તમે પણ SBI બેંકમાં તમારું ખાતું ધરાવો છો તો બેંક તમને એક મોટો લાભ આપી રહી છે અને આ ગુડ ન્યૂઝ તમારા માટે જ છે. તમે પણ બેંકની આ સ્કીમની મદદથી 2 લાખ રૂપિયાનો સીધો લાભ લઈ શકો છો.

image soucre

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જનધન ખાતું છે તો તમારા માટે સારા ખબર છે. જો તમે જનધન ખાતું ખોલાવી રાખ્યું છે કે પછી ખોલાવવાનો પ્લાન છે તો તમારા માટે આ ન્યૂઝ ખૂબ જ કામના છે.

ભારતીય સ્ટેટ બેંક પોતાના જનધન ખાતા ધારકોને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. SBIએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. 19 ઓગસ્ટ 2020 સુધી આ યોજનામાં 40.35 કરોડ બેંક ખાતા ખૂલી ચૂક્યા છે. આ યોજનાના આધારે દેશના ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીય કૃત બેંકોમાં ખોલવામાં આવી રહ્યા છે. બેંકે ટ્વિટ કરીને કહ્યું છે કે જો તમે એસબીઆઈ રૂપે જનધન કાર્ડ માટે અરજી કરો છો તો તમને 2 લાખ રૂપિયા સુધીનો એક્સીડન્ટ વીમા કવર પણ આપવામાં આવે છે. આ માટે તમારે 90 દિવસમાં એક વાર આ કાર્ડને સ્વાઈપ કરવાનું રહે છે. આમ કરવાથી તમે 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમા કવર મેળવવાના હકદાર બની જશો.

image soucre

અહીં તમને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના આધારે ખોલાવાયેલા ખાતામાં ખાતાધારકોને અનેક સુવિધાઓ મળે છે. એકાઉન્ટમાં ગ્રાહકોને રૂપે કાર્ડ આપવામાં આવે છે. તેનાથી તમે ખાતાથી સીધા રૂપિયા કાઢી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. એટલું જ નહીં જો તમારું જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટની મદદથી તમારા ખાતાથી વધારેમાં વધારે 10,000 રૂપિયા સુધીની રકમ પણ કાઢી શકો છો.

આ ડોક્યૂમેન્ટ્સ રહેશે જરૂરી

image source

જનધન ખાતું ખોલાવવા માટે તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ સહિત કેવાયસીની જરૂરિયાત પૂરી કરનારા તમામ દસ્તાવેજ જમા કરાવવાના રહે છે. આ ડોક્યૂમેન્ટ્સ લગભગ દરેક વ્યક્તિ પાસે સરળતાથી મળી રહે છે. તેમાં તમારે કોઈ ખાસ પ્રયાસ કરવાના નથી.

image source

જો તમારી પાસે કેવાયસી નથી તો તમે સ્મોલ એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં તમે સેલ્ફ એટેસ્ટેડ ફોટોગ્રાફ અને બેંક અધિકારીની સામે તમારા સાઈન કરીને ફોર્માલિટી પૂરી કરી શકો છો. જનધન ખાતું ખોલવા માટે તમારે કોઈ ફી કે ચાર્જ આપવાનો હોતો નથી. કોઈ પણ વ્યક્તિ જે 10 વર્ષ કે તેનાથી વધારે ઉંમર ધરાવે છે તે આ ખાતું સરળતાથી ખોલાવી શકે છે અને આ સ્કીમનો લાભ લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ