આ જાતકોને રુદ્રાક્ષ આપી શકે છે નકારાત્મક પરિણામ, માટે ભૂલથી પણ ન ધારણ કરવી રુદ્રાક્ષની માળા…

મિત્રો, તમે જોયુ હશે કે, પહેલાના સમયમા મોટાભાગના સાધુ-સંતો અને સન્યાસીઓ એ ફક્ત રૂદ્રાક્ષની માળા જ ધારણ કરતા જોવા મળતા હતા અને હાલ પ્રવર્તમાન સમયમા પણ ઘણા સાધુ-સંતો આ માળાને ધારણ કરે છે. કદાચ આસ્થા સાથે સંકળાયેલ હોવાથી રૂદ્રાક્ષ એ ધાર્મિક દ્રષ્ટીએ ખુબજ પવિત્ર માનવામા આવે છે.

image source

જો કે પ્રવર્તમાન સમયમા તો સૌ કોઈએ તેને ફેશન બનાવી દીધી છે. રૂદ્રાક્ષમા સાક્ષાત પ્રભુ ભોળેનાથનો વાસ હોય છે. એવુ કહેવામા આવે છે કે, મહાદેવની તમામ શક્તિઓ એ રૂદ્રાક્ષમા વસેલી છે.

image source

એવુ કહેવાય છે કે, તેની ઉત્પતિ એ મહાદેવના આંસુઓથી થઇ હતી. એવી માન્યતા છે કે, જો કોઈપણ વ્યક્તિ શરીર પર રૂદ્રાક્ષ ધારણ કરે તો તેમના તમામ કષ્ટોનુ નિવારણ થઇ જાય છે.

image source

ફક્ત ધાર્મિક રીતે જ નહી પરંતુ, સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ આ રૂદ્રાક્ષ ખુબ જ ફાયદાકારક અને લાભદાયી માનવામા આવે છે. જો કે, રૂદ્રાક્ષને ધારણ કરવા માટેના અમુક વિશેષ નિયમો પણ હોય છે અને તેનુ ફળ તો જ પ્રાપ્ત થાય છે.

image source

રૂદ્રાક્ષ જુદા-જુદા હોય છે. એક મુખી, દ્વિ મુખી, ચતુર્થ મુખી, પંચમુખી અને સપ્તમુખી. એટલા માટે યોગ્ય રીતે પસંદ કરીને જ રૂદ્રાક્ષને ધારણ કરો.

image source

આ રૂદ્રાક્ષની માળાને આપણા ધાર્મિક શાસ્ત્રોમા ખુબ જ પવિત્ર માનવામા આવે છે, આ માળાને ધારણ કરવાથી તમને અગણિત લાભ થઇ શકે છે. પ્રત્યેક રાશિના જાતક માટે જુદા-જુદા રૂદ્રાક્ષ હોય છે. રૂદ્રાક્ષ એ ખુબજ પવિત્ર હોવાથી ધારણ કરો, ત્યારબાદ સાત્વીક ભોજન લેવુ, સ્વચ્છતા જાળવવી તથા શુદ્ધ અને પવિત્ર રહેવુ.

image source

આ ઉપરાંત મદિરાપાનની વસ્તુઓથી દુર રહેવુ તથા કોઇપણ વ્યક્તિની નીંદા કુથલી કે ના કરવી. આ સિવાય કોઇપણ અશુદ્ધ કાર્ય કરો ત્યારે રૂદ્રાક્ષને પણ શરીર પરથી દુર કરી દેવો જોઇએ. આ સિવાય સિદ્ધ કર્યા વગર રૂદ્રાક્ષ પહેરશો તો પણ તે તમારા માટે ફળદાયી સાબિત થશે નહિ.

image source

પ્રવર્તમાન સમયમા ખોટા રૂદ્રાક્ષ વેચતા લોકોની ખુબ જ વધારે ભરમાળ રહે છે, આથી રૂદ્રાક્ષ લેતા પહેલા તેની પરખ જરૂર કરી લેશો. એ વાતનુ સચોટ ધ્યાન રાખવુ કે, કોઇપણ વસ્તુઓ ત્યારે જ ફળ આપે, જ્યારે તમે તેની સાથે જોડાયેલ તમામ નિયમોનુ પાલન કરવામાં આવે.

image source

આ ઉપરાંત એ વાત વિશેષ ધ્યાનમા રાખો કે, શ્રદ્ધા અને વિશ્વાસ વગર કરેલ કોઇપણ કાર્યનુ તમને સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતુ નથી. ધાર્મિક વસ્તુઓ સાથે પણ આ વાત લાગુ પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ