ઉત્તરાખંડ RTO દ્વારા મોડીફાઈ વાહનો સામે ઝુંબેશ, તસવીરો જોઇને તમે પણ થઇ જશો આશ્વર્યચકિત

આપણે રોડ રસ્તા પર ફરતા વાહનો પર નજર દોડાવીએ તો આપણને અનેક પ્રકારના વાહનો નજરે પડશે. આ વાહનો પૈકી મોટાભાગના વાહનો તો સામાન્ય જ હોય છે પણ અમુક વાહનો એસેમ્બલ એટલે કે તોડફોડ કરીને અલગ ડિઝાઇન ધરાવતા વાહનો પણ હોય છે. જો કે આપણે ત્યાં આવા વાહનોની સંખ્યા બહુ નથી પણ છતાં તેની સંખ્યા નોંધપાત્ર તો ગણી જ શકાય.

image soucre

આપણે ત્યાં મોટાભાગે શારીરિક વિકલાંગ લોકો માટે સામાન્ય ટુ વ્હીલ વાહનોને મોડીફાઈ કરી થ્રિ વહીલર વાહન બનાવવામાં આવે છે. જે પૈકી અમુક ડિઝાઈનો કદાચ RTO માન્ય પણ હોય છે જ્યારે અમુક ડિઝાઈનો RTO માન્ય નથી હોતી. ભલે આપણે ત્યાં ટ્રાફિક પોલીસ આવા અને આવી રીતે જ મોડીફાઈ કરેલા તથા વ્યવસાયિક ઉપયોગ માટે વપરાતા વાહનો સામે કડક પગલા ન લેતી હોય પરંતુ તાજેતરમાં જ ઉત્તરાખંડ RTO પ્રવર્તન ટીમે મોડીફાઈ કરેલા અને વ્યવસાયિક ઉપયોગમાં વપરાતા ગેરકાયદેસર વાહનો સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ ઝુંબેશ માટે જ્યારે RTO ના કર્મચારીઓ જાહેર રસ્તાઓ પર ઉતર્યા તો અલગ અલગ જાતના મોડીફાઈ વાહનો જોઈને દંગ રહી ગયા હતા. અમુક ગેરકાયદેસર વાહનોને તો RTO પ્રવર્તન ટીમે સ્થળ પર જ નોખા કર્યા હતા.

image source

અસલમાં ઉત્તરાખંડ RTO પ્રવર્તન ટીમે દેહરાદૂન, વિકાસ નગર, હરિદ્વાર, ઋષિકેશ અને રુડકીમાં મોડીફાઈ વાહનો સામે અભિયાન શરૂ કર્યું હતું. RTO પ્રવર્તન ટીમને એવા અનેક મોડીફાઈ વાહનો જોવા મળ્યા હતા જે વ્યવસાયિક રીતે ઉપયોગમાં લેવાતા હતા અને તેમાં ભારે સામાન પણ લોડ કરાયો હતો.

image source

આ ઝુંબેશ દરમિયાન 58 મોડીફાઈ વાહનો પર કેસ કરવામાં આવ્યો હતો અને 39 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. સાથે જ 10 જેટલા મોડીફાઈ વાહનોને સ્થળ પર જ અલગ કરવામાં આવ્યા હતા. વાહનોને અલગ કર્યા બાદ ટીમે જે તે વાહન માલિકોને આવું ફરીથી ન કરવાની સલાહ પણ આપી હતી.

image source

દેહરાદૂનના RTO પ્રવર્તન સંદીપ સૈનીએ જણાવ્યું હતું કે દેહરાદૂનની RTO પ્રવર્તન ટીમે 11 મોડીફાઈ વાહનો પર કેસ કર્યો હતો અને સાત વાહનો ડિટેઇન કર્યા હતા જ્યારે પાંચ વાહનોને સ્થળ પર જ અલગ કરી નાખવામાં આવ્યા હતા.

image source

જ્યારે હરિદ્વાર RTO પ્રવર્તન ટીમ દ્વારા 11 વાહનોના કેસ કરવામાં આવ્યા હતા. 11 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ઋષિકેશ RTO પ્રવર્તન ટીમે પાંચ મોડીફાઈ વાહનોને ડિટેઇન કર્યા હતા અને પાંચ વાહનોને સ્થળ પર જ અલગ કર્યા હતા.

image source

એ સિવાય વિકાસ નગર RTO પ્રવર્તન ટીમે આઠ વાહનો પર કેસ કર્યો હતી અને ચાર વાહનો ડિટેઇન કર્યા હતા. જ્યારે રુડકી RTO પ્રવર્તન ટીમે 23 મોડીફાઈ વાહનો પર કેસ કર્યો હતો અને 12 વાહનો ડિટેઇન કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ