આજના સમયમાં તમે યુ-ટ્યૂબ, ફેસબુક વિગેરે પર ઘણી બધી એવી વિડિયો જોતા હશો જેમાં મહિલાઓની મેકઅપ પહેલાં અને મેકઅપ પછીની તસ્વીરો બતાવવામાં આવે છે. જે ખરેખર કોઈ પણ માણસને છેતરી નાખે તેવું છે. આજે આપણે પોતે પણ મોબાઈલમાં ફિલ્ટર વાળી તસ્વીરો વાપરતા હોઈએ છીએ. મેકઅપની કમાલ જ કંઈક એવી છે જે તમને છો તેના કરતાં વધારે સુંદર બતાવે છે. તેવી જ રીતે તે બોલીવૂડની અભિનેત્રીઓને પણ તેઓ હોય તેના કરતાં સુંદર બનાવે છે. માટે જ જ્યારે આપણે તેમની મેકઅપ વગરની તસ્વીરો જોઈએ ત્યારે ચકીત રહી જતા હોઈએ છીએ કે ખરેખર તેઓ વાસ્તવમાં આટલા સામાન્ય દેખાતા હોય છે !
90ના દાયકાની કેટલીક અભિનેત્રીઓ જેમણે બોલીવૂડમા પ્રવેશ કર્યો અને પછી પોતાની સુંદરતાથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી દીધા. સમય પસાર થઈ ગયો છે પણ તેમની સુંદરતા ઓછી નથી થઈ અને લગભઘ 40 વર્ષ બાદ પણ આ અભિનેત્રીઓ ફિલ્મોમાં આવી રહી છે. તેમની ઉંમર તેમના માટે માત્ર એક નંબર છે. પણ જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોશો તો તમે ચોંકી ઉઠશો.
સુષ્મિતા સેન

પૂર્વ મિસ યુનિવર્સ વિજેતા સુષ્મિતા સેન 45 વર્ષની થઈ ગઈ છે. પણ આજે પણ તેની ફિટનેસનો કોઈ જવાબ નથી. જોકે, તમે તેણીને મેકઅપ વગર જોશો, તો તમે ચોંકી જશો. તે એક સામાન્ય મહિલા જેવી જ દેખાય છે.
રાની મુખર્જી

રાની મુખર્જી બોલીવૂડની એક ઉમદા અભિનેત્રી છે. તેણીની ઉંમર 42 વર્ષની છે અને તેણી આજે પણ ફિલ્મોમાં સારું પર્ફોમન્સ આપે છે. પણ પરદા પાછળની તેની મેકઅપ વગરની તસ્વીરો તમે જોશો તો તેણી તમને સામાન્ય મહિલાઓ કરતાં પણ વધારે સામાન્ય લાગશે. અને વાસ્તવિક જીવનમાં તેણી કંઈક આવી લાગે છે.
તબ્બુ

અભિનેત્રી તબ્બુની ઉંમર 47 વર્ષની છે અને આજે પણ તેણી જેવી અભિનય ક્ષમતા ઘણી ઓછી બોલીવૂડ અભિનેત્રીઓમાં રહેલી છે. તેણી 47 વર્ષની ઉંમરે પણ કુંવારી છે અને હાલ પણ તેણી હીટ ફિલ્મો આપી રહી છે. તબ્બુ ફિલ્મોમા ખૂબ જ સુંદર દેખાય છે, પણ જ્યારે તેણી મેકઅપ વગર જોવા મળે છે ત્યારે તેણી તેટલી સુંદર નથી લાગતી.
રવિના ટંડન

90ના દાયકાની અભિનેત્રી રવીના ટંડને કેટલાએ લોકોના દીલ જીત્યા છે. કેટલાએ લોકો તેના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. રવીનાની ઉંમર આજે 44 વર્ષ છે. તેણી 90ના દાયકામાં ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. જો કે હાલ તમે તેણીને મેકઅપ વગર જોશો તો તમને તેણી તેટલી બધી આકર્ષક નહીં લાગે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ